________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૯
૫૭૭
ટબો- સ્વભાવ = જે સહભાવી ધર્મ, તેહનઇં આધારસ્વઇ એકસ્વભાવ. જિમ રૂ૫ રસ ગંધ સ્પર્શનો આધાર ઘટાદિ એક કહિછે, નાનાધર્માધારત્વઇ એકસ્વભાવતા, નાનાક્ષણાનુગતત્વઇ નિત્યસ્વભાવતા એ વિશેષ જાણવો. ૫.
મૃદાદિક દ્રવ્યનો સ્વાસ કોશ કુશલાદિક અનેકદ્રવ્ય પ્રવાહ છઈ. તેણઈ અનેકસ્વભાવ પ્રકાશઇ. પર્યાયપણિ આદિષ્ટ દ્રવ્ય કરઈ. તિવારઇ આકાશાદિદ્રવ્યમાંહિં પણિ ઘટાકાશાદિભેદઇ એ (અનેકત્વ) સ્વભાવ દુર્લભ નહીં.
એકસ્વભાવ વિના, સામાન્યાભાવઇ, વિશેષ ન પામિર્દ, વિશેષાભાઈ અનેકસ્વભાવ વિના સત્તા પણિ ન ઘટઈ, તે માટિં એકાનેક ૨ સ્વભાવ માન્યા જોઈઈ. ૬. II ૧૧-૯ I
વિવેચન- અસ્તિ, નાસ્તિ, નિત્ય, અનિત્ય આમ ચાર સ્વભાવો સમજાવીને હવે આ ગાથામાં એકસ્વભાવતા અને અનેકસ્વભાવતા આમ બે સ્વભાવો ગ્રંથકારશ્રી સમજાવે છે.
स्वभाव-जे सहभावी धर्म, तेहनई-आधारत्वई एकस्वभाव. जिम-रूप रस गंध स्पर्शनो आधार घटादि एक कहिइं, नानाधर्माधारत्वइं एकस्वभावता, नानाक्षणानुगतत्वइं नित्यस्वभावता, ए विशेष जाणवो.
સ્વભાવ એટલે દ્રવ્યની સાથે સહભાવપણે રહેનારા ધર્મો. આવા પ્રકારના જે જે ધર્મો છે. તે ધર્મોનું આધારપણું તેને એકસ્વભાવતા કહેવાય છે. જેમ કે રૂ૫ રસ ગંધ અને સ્પર્શ આ ચારે પુગલદ્રવ્યના સહભાવી ધર્મો છે. તે અનેક ધર્મોનો આધાર જે ઘટાદિદ્રવ્ય છે. તે એક છે. તે જ એકસ્વભાવતા છે. અર્થાત્ રૂપનો આધાર પણ અખંડ ઘટ છે. રસનો આધાર પણ અખંડ ઘટ છે તે જ રીતે ગંધાદિ શેષ ગુણોનો આધાર પણ અખંડ ઘટ છે. એટલે આવા અનેકગુણોનો આધાર એક જ ઘટ છે. તે ઘટની એકસ્વભાવતા છે. એવી જ રીતે ચૈતન્યાદિ અનેક ગુણોનો આધાર એક આત્મા છે. તેના એકભાગમાં ચૈતન્ય હોય અને બીજાભાગમાં ચૈતન્ય ન હોય, અથવા એક ભાગમાં ચૈતન્ય હોય, અને બીજા ભાગમાં બીજા બીજા ગુણો હોય, તેવું બનતું નથી, સારાંશ કે કોઈ પણ વિવક્ષિત એક અખંડ દ્રવ્ય, અનેક ધર્મોનો આધાર જે છે. તે એકસ્વભાવતા છે.
પ્રશ્ન- એકસ્વભાવતા અને નિત્યસ્વભાવતામાં શું તફાવત ?