________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ–૧૧ : ગાથા-૮
પ૭પ હવે જો દલનું એટલે ઉપાદાનકારણનું જ (અર્થાત્ ધારો કે બીજનુ) કાર્ય સ્વરૂપે (એટલે કે અંકુરા સ્વરૂપે) પરિણમન થાય છે આમ માનશો તો એટલે કે દલ એવું જે ઉપાદાન કારણ છે. તે પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે. જે બીજ છે. તે પોતે જ અંકુરારૂપે બને છે. મૃપિંડ એ જ સ્થાસાદિ રૂપે બને છે. દૂધ એ જ દહીં બને છે. જે બાળક છે તે જ યુવાન બને છે. આમ જો માનશો તો તમારી ઈચ્છા હોય કે ન હોય પણ ઉપાદાનકારણમાં “કથંચિત્ ઉત્પનપણુ” આવ્યું જ.. તથા મૂલ દ્રવ્યનો અવય રહેવાથી ભલે નિત્યતા જરૂર છે. તો પણ કારણનું કાર્યરૂપે પરિવર્તન પણ હોવાથી મન માને કે ન માને તો પણ કથંચિત્ અનિત્યપણું પણ સાથે સાથે આવ્યું જ.
આ “કથંચિત્ ઉત્પનપણું (અનિત્યપણું) જે આવ્યું” તેણે જ “સર્વથા અનુત્પનપણાને” એટલે કે એકાન્ત કુટસ્થ નિત્યતાપણાને વિઘટયું = દૂર કર્યું. કથંચિત્ અનિત્યપણુ માનવાથી એકાન્ત નિત્યપણું (અનુત્પનપણું) ન રહ્યું. હવે જો આ વિષયમાં પોતાનો બચાવ કરવા માટે આમ કહેશો કે “કારણ તે નિત્ય જ છે. અને તવૃત્તિ કાર્ય તે અનિત્ય જ છે” એટલે કે જે જે કારણભૂત મૂલભૂત દ્રવ્ય છે તે એકાત્તે નિત્ય છે. કારણકે તે સદા રહે છે. અને તેમાં રહેલું જે કાર્ય છે. તે ઉત્પત્તિ-વિનાશવાળું હોવાથી અનિત્ય જ છે આમ એક નિત્ય જ છે. અને બીજુ અનિત્ય જ છે. આમ કારણ કેવલ નિત્ય જ, અને કાર્ય કેવલ અનિત્ય જ છે. આમ કહેશો પરંતુ જૈનો માને છે તેવો નિત્યાનિત્ય ઉભયસ્વભાવવાળો પદાર્થ છે. આવું જ નહી માનો તો કાર્યકારણનો અભેદસંબંધ ઘટશે નહીં. જે કારણભૂત માટી છે તે જ સ્થાસાદિરૂપ બને છે આમ કહેવાશે નહીં, જે દૂધ છે તે જ દહીં બને છે આમ કહેવાશે નહીં. કારણકે પૂર્વસમય વર્તી કારણ તો એકાન્ત નિત્ય જ માન્ય છે. તેથી તે રૂપાન્તર પામે જ નહીં તે દૂર થાય જ નહીં. અને તે દૂર ન થાય ત્યાં સુધી ઉત્તરસમય વર્તે કાર્ય આવે જ નહીં કાર્ય થશે જ નહીં અને કાર્ય-કારણનો જગતમાં અભેદસંબંધે જે વ્યવહાર દેખાય છે. તેનો પણ વિરોધ આવશે.
હવે કદાચ તમે એમ કહો કે “કાર્યકારણની વચ્ચે અભેદસંબંધ નથી” પરંતુ એકાને ભેદ સંબંધ જ છે. એમ અમે માનીશું. છતાં તે તે કાર્ય તે તે કારણમાં જ થાય, અન્યત્ર ન થાય કારણ કે તે તે કાર્યને અને તે તે કારણને સમવાયસંબંધ છે. જેમ કે માટી અને ઘટકાર્ય, આ બન્ને એકાન્ત ભેદ સંબંધવાળાં છે. ત્યાં માટી એ કારણ હોવાથી એકાન્ત નિત્ય જ છે. અને ઘટ એ કાર્ય હોવાથી એકાન્ત અનિત્ય જ