________________
પ૭૬ ઢાળ-૧૧ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ છે. પરંતુ સમવાય સંબંધથી છૂટકાર્ય માટીમાં જ છે અન્યત્ર નથી તેથી માટીમાંથી જ ઘટ થાય છે. અન્ય એવા પત્થરાદિદ્રવ્યમાંથી ઘટકાર્ય થતું નથી એમ અમે માનીશું. અને કાર્ય કારણનો ભેદ હોવા છતાં, સમવાયસંબંધથી કારણમાં કાર્ય છે એમ માનીશું.
આવા પ્રકારનો હે નૈયાયિકો ! જો તમે બચાવ કરશો. તો કાર્યકારણભાવનો સંબંધ સંગત કરવા માટે જેમ સમવાય સંબંધની કલ્પના કરો છો. તેમ સમવાય સંબંધ પણ એક ભિન્ન પદાર્થ હોવાથી તેના સંબંધ માટે “સંવંધાતા” બીજો સમવાય સંબંધ, એમ અન્ય અન્ય સંબંધોની ગવેષણા(કલ્પના) કરવી પડશે. કારણ કે જો કાર્ય અને કારણ એકાન્ત ભિન્ન માનો અને તેને જોડવા સમવાય સંબંધ લાવો તો તમારા મતે સમવાય સંબંધ એ પણ એક એકાન્ત ભિન્ન પદાર્થ જ છે. તેને જોડવા અન્ય અન્ય સમવાયો કલ્પવા પડશે કે જેનો છેડો જ નહીં આવે. એટલે અનવસ્થા દોષ આવશે. અને જો એમ કહો કે આ સમવાયસંબંધનો એવો સ્વભાવ જ છે કે કાર્ય-કારણ ને પણ જોડે અને પોતે પણ સ્વયં જોડાઈ જાય, અન્યસંબંધાત્તરની અપેક્ષા ન રાખે, તેથી અનવસ્થા દોષ ન આવે. જો આવો બચાવ કરો તો કાર્ય-કારણ પોતે જ સ્વયં જોડાઈ જાય છે. અર્થાત્ અભેદસંબંધ પામે છે એમ માનવામાં શું દોષ ? અંતે પણ અભેદ તો માનવો જ પડે છે તો પછી પ્રથમથી જ અભેદ માનવામાં શું જાય છે ? જે વસ્તુ સ્વરૂપ જેમ છે જેમ દેખાય છે તેમ ન માનતાં આડુંઅવળુ માનવું અને પછી તેને સંગત કરવા નવી નવી કલ્પનાઓ કરવી આ પંડિતપુરુષોને શોભાસ્પદ નથી. તે માટે કથંચિત્ અનિત્યસ્વભાવ પણ છે જ. આમ માનવું જોઈએ. આ ચોથો સ્વભાવ સમજાવ્યો. // ૧૯૦ || સ્વભાવનાં એકધારત્વઈ, એકસ્વભાવ વિલાસો જી / અનેક દ્રવ્ય પ્રવાહ એહનઈ, અનેક સ્વભાવ પ્રકાશો જી ! વિણ એકતા વિશેષ ન લહિઈ, સામાન્યનાં અભાવઈ જી. અનેકત્વ વિણ સત્તા ન ઘટઇ, તિમ જ વિશેષ અભાવિ જી . ૧૧-૯ .
ગાથાર્થ સ્વભાવની (ધર્મોની) જે એકાધારતા છે. તે એકસ્વભાવ જાણવો. અને એહને (એ જ દ્રવ્યને) અનેક દ્રવ્યપ્રવાહ (અનેકપર્યાય પણે થતો દ્રવ્યપ્રવાહ) જે છે. તે અનેક સ્વભાવતા જાણવી. એકતા (એક સ્વભાવતા) વિના સામાન્યના અભાવને લીધે વિશેષ પ્રાપ્ત ન થાય. અને અનેકત્વ (અનેકસ્વભાવતા) વિના વિશેષના અભાવે તેવી જ રીતે સત્તા ન ઘટે. / ૧૧-૯ |