________________
ઢાળ-૧૧ : ગાથા-૮
૫૭૪
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કારણ કે ઉપાદાન અને નિમિત્ત આમ બન્ને પૂર્વેક્ષણમાં સત્ છે. અને અન્વયી દ્રવ્ય કોઈ ન માન્યું હોવાથી વર્તમાન ક્ષણમાં તે બન્ને અસત્ છે. આમ હોવાથી ઉપાદાન કારણ વિના-મૂલ અન્વયી દ્રવ્ય માન્યા વિના કેવળ એકલી કાર્યકરવાની શક્તિમાત્ર હોય, અને અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ જે હોય તેને જ ઉપાદાનતા કહો તો તેવી શક્તિમાત્ર તો નિમિત્તમાં પણ છે. કારણકે નિમિત્ત પણ અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ પણ છે. પૂર્વેક્ષણમાં સત્ પણ છે. ક્ષણિક હોવાથી વર્તમાનમાં અસત્ પણ છે. અને કાર્ય કરવાની (નિમિત્તરૂપે) શક્તિવાળુ પણ છે. તેથી નિમિત્તમાં પણ ઉપાદાનતા કહી શકાશે. અને જો નિમિત્તમાં પણ ઉપાદાનતા કહો તો ઉપાદન-નિમિત્ત જેવો કોઈ ભેદ રહેશે જ નહીં. તે માટે જે ઉપાદાન કારણ છે તે સર્વથા નાશ પામતું જ નથી, કાર્યકાળ પણ સત્ રહે જ છે એટલું જ નહીં પણ કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે છે, તેથી અન્વયી છે. અન્વયવાળું છે. આમ માનવું જોઈએ. અને જે આ અન્વયિપણું છે. તે જ નિત્યસ્વભાવતા છે. આ ત્રીજો સ્વભાવ સમજવો.
हिवइ जो सर्वथा नित्यस्वभाव मानइं, अनइं अनित्यस्वभाव सर्वथा न मानइं, तो अर्थक्रिया न घटइं, जे माटई दलनइं कारणनइं कार्यरूपतापरिणति-कथंचित् उत्पन्नपणुं ज आव्यु. "सर्वथा अनुत्पन्नपणुं विघटिउं" अनइं जो इम कहिइं "कारण ते नित्य ज, तवृत्ति कार्य ते अनित्य ज" तो कार्यकारणनइं अभेदसंबंध किम घटइ ? ।
भेदसंबंध मानिइं तो तत्संबंधान्तरादिगवेषणाई अनवस्था थाइं छे. ते माटि कथंचित् अनित्यस्वभाव पणि मानवो. ॥ ११-८ ॥
હવે જો સર્વથા એકલો નિત્યસ્વભાવ જ માનીએ, અને અનિત્ય સ્વભાવ સર્વથા ન માનીએ તો = પદાર્થોમાં પોતપોતાની અર્થક્રિયા ન ઘટે. જેમ કે બીજ નિત્યસ્વભાવવાળું માનો તો સદા એક જ સ્વભાવવાળુ હોવાથી સદા અંકુરાને કરવું જોઈએ, ક્યારેક જ અંકુરાને કરે આમ કેમ ? કાર્યકરવાને જો સમર્થ હોય તો સદા કાર્ય કરનાર થવું જોઈએ. તથા ઈલા અનિલ અને જલના સંયોગની પણ શું જરૂર ? તે કારણો આવે ત્યારે જ કાર્ય કરે, અન્યથા ન કરે તો કાર્ય કરવા અને ન કરવાના બે સ્વભાવોને કારણે બીજ અનિત્ય થઈ જશે. જો સ્વભાવ બદલે તો અનિત્ય થાય અને સ્વભાવ ન બદલે તો સદા એક જ સ્વભાવ હોવાથી ઈલા અનિલ અને જલાદિની અપેક્ષા વિના પણ કાર્ય કરવું જોઈએ અથવા ઈલાનિલજલ સંયોગે પણ પૂર્વની જેમ કાર્ય ન કરવું જોઈએ. ઈત્યાદિ ચર્ચા સ્યાદ્વાદમંજરીમાં “માલીપાવ્યોમસદ્વિમાવં” શ્લોકથી જાણી લેવી.