________________
૫૮૨ ઢાળ-૧૧ : ગાથા-૧૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ पविभत्तपदेसत्तं, पुधत्तमिदि सासणं हि वीरस्स ।
Uત્તમ7માવો, તવં દોતિ રથને ૨-૨૪ . ૨૨-૧૦ |
જો ભેદસ્વભાવ ન માનીએ તો દ્રવ્ય ગુણ પર્યાય એમ સર્વેનું એકપણું થઈ જાય. અને જો સર્વથા એકપણું હોય તો “આ દ્રવ્ય છે આ ગુણ છે. અને આ પર્યાય છે” આવો જે ભેદ વ્યવહાર થાય છે. તેનો વિરોધ આવે. તથા દ્રવ્ય આધાર છે. અને ગુણ તથા પર્યાયો આધેય છે. એમ આધારાધેયપણે જે ભેદ જણાય છે. તે ઘટે નહીં. તથા ત્રણેનાં લક્ષણો જુદાં જુદાં છે. તે પણ ભેદસ્વભાવ માન્યા વિના ઘટે નહીં. વિવક્ષિત ઘટ-પટ દ્રવ્ય એક હોય છે. ત્યાં જ ગુણો અને પર્યાયો અનેક હોય છે. તે સંખ્યાભેદ પણ ઘટે નહીં. તે માટે કથંચિ ભેદસ્વભાવ પણ અવશ્ય માનવો જોઈએ.
હવે જો કેવળ એકલો ભેદસ્વભાવ માનીને અભેદસ્વભાવ ન કહીએ તો દ્રવ્યગુણ-પર્યાયનો એકાન્તભેદ થઈ જાય. એકાન્તભેદ થવાથી ગુણ અને પર્યાયોથી દ્રવ્ય અત્યન્ન ભિન્ન છે આવો અર્થ થાય. તેથી નિરાધાર (આધારભૂત દ્રવ્ય વિના) કેવળ એકલા ગુણ-પર્યાયો હોય પણ નહીં અને તેનો બોધ પણ થાય નહીં. આ કારણે ગુણો અને પર્યાયોનો ગુણી અને પર્યાયવંત એવા દ્રવ્યની સાથે કોઈને કોઈ સંબંધ માનવો પડે તો જ “ઘટ રક્ત છે” ઈત્યાદિ વ્યવહાર ઘટે, સંયોગસંબંધ બે દ્રવ્યોનો જ હોય છે. તેથી ગુણ-ગુણી આદિનો સંયોગ સંબંધ ન હોય. નૈયાયિકાદિ ગુણ-ગુણી વચ્ચે સમવાય સંબંધ માને છે. પરંતુ તેમાં પણ અનવસ્થા દોષ આવે જ છે. માટે તે પણ ઉચિત નથી. કારણ કે ગુણ-ગુણી, જાતિ-વ્યક્તિ, અવયવ-અવયવીને એકાત્તે ભિન માનીને તે બેનું જોડાણ કરનાર “સમવાયસંબંધ”ને માનતાં “સમવાયસંબંધ” એ પણ સ્વતંત્ર પદાર્થ છે. તેથી સમવાયસંબંધનામનો જે પદાર્થ ગુણ-ગુણીનું જોડાણ કરી આપે છે. અને જોડાણ કરવા માટે ત્યાં રહે છે. તે સમવાય પણ ત્યાં ક્યા સંબંધથી રહે છે? સમવાય સંબંધને પોતાને ગુણ-ગુણીમાં જોડનાર કોઈ બીજો સમવાય સંબંધ માનીએ તો તેને જોડનાર ત્રીજો-ચોથો સમવાય-ઈત્યાદિ કલ્પના કરવી પડે. જેથી અનવસ્થા દોષ આવે. અને જો ગુણ-ગુણીને જોડનાર સમવાયસંબંધ, અન્ય સમવાય વિના સ્વયં પોતે જોડાઈ જાય છે. એમ કહીએ એટલે કે સમવાય સંબંધનું સ્વરૂપ જ એવું છે કે તે પોતે પોતાની મેળે જ ગુણ-ગુણીમાં જોડાઈ જાય છે. તો ગુણ-ગુણીનું જ એવું સ્વરૂપ છે કે જે સ્વયં જોડાયેલા જ હોય છે. અર્થાત્ અભેદભાવવાળા છે આમ માનવામાં શો વાંધો ? નિરર્થક અન્યપદાર્થની કલ્પના શા માટે કરવી ? છેવટે સમવાયસંબંધ માન્યા પછી પણ જો આવો અભેદસંબંધ માનવો જ પડતો હોય તો ગુણ-ગુણીકાલે જ આવો અભેદસંબંધ છે. એમ કેમ ન માનવું? આવી