________________
ઢાળ−૧૧ : ગાથા−૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
નિર્દેતુકનાશ (નાશનું કોઈ કારણ મળે કે ભલે ન મળે તો પણ પૂર્વક્ષણનો પદાર્થ નિર્દેતુક નાશ પામે છે. આમ ક્ષણિક માનેલ હોવાથી નાશ જ થઈ જાય છે. આવી માન્યતા હોવાથી નાશને) પામતો છતો “અછતો” જ થાય છે. સારાંશ કે કાર્યાત્મક પદાર્થની ઉત્પત્તિકાલે કારણાત્મક પદાર્થ નિર્દેતુક નાશ પામતો છતો સર્વથા અછતો જ બને છે. જો આમ હોય તો હવે સ્થાસ થવાના સમયે સર્વથા અછતો (અસત્) બનેલો તે કારણક્ષણ (નૃસ્પિંડ) કાર્યક્ષણની પરિણતિને (સ્થાસાત્મક કાર્યરૂપ પદાર્થ પરિણામને) કેમ કરે ! જે કારણમાંથી કાર્ય નીપજવાનું હતું તે કારણ પોતે જ (જેમકે કૃષિંડ જ) સર્વથા ચાલ્યું ગયું. અસત્ બની ગયું. ભૂતલ ઉપર કંઈ રહ્યું જ નહીં, તો હવે સ્થાસાત્મક કાર્યપરિણામ શેમાંથી બને ?
૫૭૨
હવે જો આવો બચાવ કરો કે કારણક્ષણ (નૃષિંડ) તો ક્ષણિક સ્વભાવવાળો હોવાથી નષ્ટ થઈ જ ગયો છે. અછતો જ થઈ ગયો છે. પણ અછતો (અસત્ એવો પણ) ૐ = એ કારણક્ષણ (નૃસ્પિંડ) કાર્યક્ષણને (સ્થાસાત્મકકાર્યને) કરે છે. આમ જો બચાવ કરો તો તમારા આ બચાવ પ્રમાણે તો “અસત્ (અવિધમાન) કારણ પણ પોતાનું કાર્ય કરે” એવો જ અર્થ થયો. અને જો આમ જ હોય તો ચિરનષ્ટકારણથી (જેનુ કારણ ઘણા વર્ષો પહેલાં નાશ પામી ગયું છે. અને તેથી જે વર્તમાનકાળે અસત્ બનેલું છે તેવા કારણથી) અથવા અનુત્પન્નકારણથી (એટલે કે જે કારણ હજુ આવ્યું જ નથી અને તેથી વર્તમાનકાળે જે કારણ અસત્ છે. તેવા કારણથી) પણ કાર્ય નીપજવું જોઈએ. પણ તેવા પ્રકારના અસત્ કારણમાંથી કાર્ય નીપજતું દેખાતું નથી. જેમ ચિરનષ્ટ કારણથી (શ્રેણિક મહારાજાથી) અત્યારે સંતાનોત્પત્તિ થવી જોઈએ. તથા અનુત્પન્નકારણથી (ભાવિમાં થનારા પદ્મનાભપ્રભુથી) શાસનસ્થાપના અત્યારે થવી જોઈએ. તેથી પ્રત્યક્ષપણે વ્યવહારનો વિરોધ આવશે. આ એક દોષ.
તથા વળી આમ જ માનીએ કે અસત્ કારણથી કાર્ય થાય છે. તો જેમ દૂધ હાજર હોય છે. અને દહીં થાય છે. તેમ દૂધ નષ્ટ કે દૂધ અનુત્પન્ન હોય તો પણ દહીં થવું જોઈએ. અને જો આમ અસત્ એવા દૂધમાંથી દહીં બનતું થઈ જાય તો દહીં બનાવવા દૂધ લાવવાની જરૂરિયાત જ ન રહે, અને વિના દૂધ દહીં થવા લાગે અને જો વાસ્તવિક આમ જ હોય તો દૂધ એ કારણ છે અને દહીં એ કાર્ય છે. આવા પ્રકારનો દૂધ-દહીંનો જે કાર્યકારણભાવ જગતમાં પ્રસિદ્ધ છે. તે કાર્યકારણભાવની વિંડબના (હાનિ) થાય. કાર્યકારણભાવ ઘટે જ નહીં. જો વિના કારણે જ કાર્ય થતું હોય તો એનું કાર્ય છે. અને આ એનું કારણ છે” એમ કહેવાય જ નહીં. આ બીજો દોષ.