Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ૭૦ ઢાળ-૧૧ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ એકાત્તાનિત્યવાદમાં અને એકાન્ત ભિન્ન એવા ઉભયવાદમાં કેવળ ગુંચવણો અને મુશ્કેલીઓ જ છે. આમ સમજીને પણ “વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવા માટે અનેકાવાદ અર્થાત્ સ્યાદ્વાદ જાણવા પ્રયત્ન કરવો જોઈએ” સર્વે પણ વસ્તુઓ પોત પોતાના પરિણામિકભાવે જ નિત્યાનિત્ય સ્વરૂપવાળી છે. તેમ માનવામાં જ કોઈ દોષ નથી અને કેવળ આત્મહિત છે. ૧૮૯ | જો નિત્યતા ન છઈ તો, અન્વયે વિના ન કારય હોવઈ જી ! કારયકાલે અછતું કારણ, પરિણતિરૂપ વિગોવઈ જી | અનિત્યતા જો નહીં સર્વથા, અર્થક્રિયા તો ન ઘટઈ જી ! દલનિ કારયરૂપ પરિણતિ, અનુત્પન્ન તો વિઘટઈ જી / ૧૧-૮ //
ગાથાર્થ– જો નિત્યતા (નિત્યસ્વભાવ) ન માનીએ તો “અન્વય દ્રવ્ય” વિના કાર્ય થાય નહીં. કાર્ય ઉત્પન્ન થવાના કાળે કારણ જો અછતું (અવિદ્યમાન) હોય, તો આ કાર્ય, આ કારણની પરિણતિ (પરિણામ-પરિવર્તન) રૂપ છે આ વાતનો લોપ થાય.
અને જો અનિત્યતા સર્વથા ન માનીએ તો પદાર્થોની અર્થ ક્રિયા ઘટે નહીં, તથા ઉપાદાનકારણમાં કાર્ય થવા રૂપ પરિણામ છે. આમ માનીએ તો સર્વથા “અનુત્પન્નતા” = (એટલે કે એકાન્તનિત્યતા) આપોઆપ ઉડી જ જાય છે. || ૧૧-૮ |
ટબો- જો નિત્યતા નથી, અનઈ એકાન્ત ક્ષણિક જ સ્વલક્ષણ છઈ. તો કારણના અન્વયે વિના કાર્ય ન નીપજઈ. જે માર્ટિ કારણ ક્ષણ કાર્યક્ષણોત્પત્તિકાલઈ નિર્દેતુકનાશ અનુભવતો અછતો છઈ, તે કાર્યક્ષણપરિણતિ કિમ કરઈ ? અછતો ઈં કારણક્ષણ કાર્યક્ષણ કરઈ. તો ચિરનષ્ટકારણથી, અથવા અનુત્પન્નકારણથી કાર્ય નીપનું જોઈઈ. ઈમ તો કાર્યકારણભાવની વિડંબના થાઈ. “અવ્યવહિત જ કારણક્ષણ કાર્યક્ષણ કરઈ” ઈમ કહિઈ, તોઈ રૂપાલોકમનસ્કારાદિક્ષણસૂપાદિકનઈ વિષઈ ઉપાદાન આલોકાદિકનઈ વિષઈ નિમિત્ત, એ વ્યવસ્થા કિમ ઘટઇં ? જે માટઇં અન્વય વિના શક્તિમાત્ર ઉપાદાનતા નિમિત્તમાંહિં પણિ કહી શકાઈ. તે માટિ ઉપાદાન તે અન્વયી માનવું. અન્વયિપણું તે જ નિત્યસ્વભાવ.
હિવઈ જ સર્વથા નિત્યસ્વભાવ માનઈ, અનઇ અનિત્યસ્વભાવ સર્વથા ન માનિધું, તો અર્થક્રિયા ન ઘટ. જે માટઇં-દલનઇં = કારણનઇં કાર્યરૂપતાપરિણતિકકથંચિ ઉત્પન્નપણું જ આવ્યું. સર્વથા અનુત્પન્નપણું વિઘટિઉં, અનઇં જો ઈમ કહિઈ “કારણ તે