________________
પ૬૮ ઢાળ-૧૧ : ગાથા-૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આકાશ. તો તે વસ્તુ આકાશના નાશની અપ્રતિયોગી કહેવાય છે. અહીં જીવ, પુદ્ગલ, આકાશ આદિ મૂલભૂત દ્રવ્યો કદાપિ પ્રધ્વંસ પામતાં નથી. તેથી મૂલભૂત દ્રવ્યો પ્રધ્વંસનાં અપ્રતિયોગી બનવાથી નિત્ય કહેવાય છે. આ નૈયાયિકનું કહેલું લક્ષણ છે. તે પણ જૈનદર્શનકારે કરેલા લક્ષણની અંદર પ્રાયઃ સમાઈ જાય છે. કોઈને કોઈ રૂપે તે લક્ષણ પણ નિત્યપદાર્થોમાં આવી જ જાય છે. કારણ કે તમાd=એટલે કે સમાવથી=સ પણાના ભાવથી જે વ્યય ન પામે તે નિત્ય, આ લક્ષણમાં સત્ પણાનો ધ્વંસ ન થવાથી અપ્રતિયોગિતા આપોઆપ સિદ્ધ થાય છે. આ ત્રીજો નિત્યસ્વભાવ સમજાવ્યો. ૩.
अनित्यस्वभाव पर्यायपरिणति लहिइं, जेणइ रूपई-उत्पाद व्यय छई, तेणइ अनित्यस्वभाव छइ, छती वस्तुनई रूपान्तरथी पर्यायविशेषथी नाश छइ, तेणई करी ए द्विविधा- "आ रूपई नित्य, आ रूपइं अनित्य" ए वैचित्री भासई छई.
विशेषनई सामान्यरूपथी अन्वयई नित्यता, जिम घट नाशइं, पणि मृद्रव्यानुवृत्तिं. तथा सामान्यइं मृदादिकनइं पणि स्थूलार्थान्तर घटादिकनाशई अनित्यता, "घटरूपेण નષ્ટા રૂતિ પ્રીતે ૨૨-૭ |
સર્વે પણ દ્રવ્યો દ્રવ્યપણે સદા રહેનારાં (નિત્ય) હોવા છતાં પણ પ્રતિસમયે તેમાં પર્યાયોનું પરિવર્તન (પરિણતિ) અવશ્ય થાય જ છે. પર્યાયોની જે પરિણતિ (પરિણમન) છે. તે જ અનિત્યસ્વભાવ છે. પૂર્વપર્યાયનો નાશ અને ઉત્તરપર્યાયનો ઉત્પાદ જે રીતે થાય છે. તે રીતે નાશ અને ઉત્પાદનું જે હોવાપણું છે. તેણે કરીને તેમાં અનિત્યસ્વભાવ પણ છે. જો તેમાં અનિત્યસ્વભાવ ન હોત તો પૂર્વોત્તર પર્યાયોનું પરિણમન (નાશ અને ઉત્પાદ) ન થાત, અને વસ્તુ સદા કાળ એક સરખી કુટસ્થ નિત્ય જ રહેત. પણ તેમ રહેતી નથી. તેથી અવશ્ય અનિત્યસ્વભાવ પણ છે જ. આ ચોથો સ્વભાવ થયો. ૪.
વસ્તુ સદા કાળ છતી છે. તેનું સરૂપપણું ક્યારે ય જવાનું નથી. તેથી નિત્ય પણ છે. અને સત્ એવી તે વસ્તુમાં રૂપાન્તરથી એટલે કે પર્યાયવિશેષથી જુદા-જુદા પર્યાય સ્વરૂપે નાશ પણ અવશ્ય થાય છે તેથી અનિત્ય પણ છે. આમ હોવાથી “આ રૂપે નિત્ય અને આ રૂપે અનિત્ય” અર્થાત્ “દ્રવ્યપણે નિત્ય અને પર્યાયપણે અનિત્ય” આમ દ્વિવિધા = બન્ને પ્રકારની વિચિત્રતા વસ્તુમાં જણાય છે. દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ વસ્તુ નિત્ય જણાય છે. અને પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ વસ્તુ અનિત્ય જણાય છે. આ રીતે નિત્યાનિત્ય છે. આમ માનવામાં કોઈ દોષ નથી.