________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૮
૫૭૧ નિત્ય જ, તવૃત્તિ કાર્ય તે અનિત્ય જ” તો કાર્યકારણનાઈ અભેદસંબંધ કિમ ઘટઈં ? ભેદસંબંધ માનિઈ, તો તત્સંબંધાક્તરાદિ ગવેષણાઈ અનવસ્થા થાઈ છે. માર્ટિ કથંચિ અનિત્યસ્વભાવ પણિ માનવો. ૪. || ૧૧-૮ II
વિવેચન- ઉપરની સાતમી ગાથામાં ત્રીજો નિત્ય સ્વભાવ અને ચોથો અનિત્યસ્વભાવ કોને કહેવાય ? તે સમજાવ્યું છે. પરંતુ જો ત્રીજો નિત્યસ્વભાવ ન માનીએ તો શું દોષ આવે ? અને ચોથો અનિત્યસ્વભાવ ન માનીએ તો શું દોષ આવે ? તે હવે આ ગાળામાં સમજાવે છે.
जो नित्यता नथी, अनइं एकान्तक्षणिक ज स्वलक्षण छइ, तो कारणना अन्वय विना कार्य न नीपजइं, जे माटिं कारणक्षण कार्यक्षणोत्पत्तिकालई निर्हेतुक नाश अनुभवतो अछतो छइं, ते कार्यक्षणपरिणति किम करइ ? अछतो ई कारणक्षण कार्यक्षण करई, तो चिरनष्टकारणथी अथवा अनुत्पन्न कारणथी कार्य नीप, जोइइ, इम तो कार्यकारणभावनी विडंबना थाई.
જે “નિત્યસ્વભાવતા નથી” આમ કહીએ અને એકાન્ત ક્ષણિકપણું એ જ પદાર્થનું લક્ષણ છે. આમ (જેમ બૌદ્ધ કહે છે. તેમ) માનીએ તો પ્રતિસમયે નવા નવા પ્રગટ થતા પર્યાયાત્મક કાર્યોમાં “કારણના અન્વયે વિના” તે તે કાર્યો નીપજશે નહીં. પિંડ-સ્થાસ-કોશ-કશુલ-ઘટ અને કપાલ આદિ ક્રમસર થતા કાર્યોમાં અનુસ્મૃત કારણભૂત એવી માટીદ્રવ્યની જો નિત્યતા (અન્વય) ન માનીએ તો પિંડમાંથી સ્થાસ બનતાં પિંડના સર્વે કણો સર્વથા નષ્ટ જ થઈ ગયા, ભૂતલ ચોખ્ખું જ થઈ ગયું. ભૂતલ ઉપર માટી (મૂલદ્રવ્ય) બીલકુલ રહ્યું જ નહીં, હવે સ્થાસ શેમાંથી બનશે ? આમ નવું કાર્ય થશે જ નહીં. એવી જ રીતે દૂધ-દહીં-માખણ ઘી અને મોદક આદિ જે ક્રમસર કાર્યો થાય છે. તેમાં પણ અન્વયીભૂત એવું પુદ્ગલ દ્રવ્ય જો નિત્ય છે. આમ ન માનીએ તો દૂધમાંથી દહીં બનતાં દૂધનો (અને તેની સાથે દૂધના કણોનો-અણુઓનો પણ) સર્વથા નાશ થતાં દૂધનું ભાજન, વગર ધોયે જ ચોખ્ખું થઈ જાય તો દહીં હવે બને શેમાંથી? તેથી દહીં કાર્ય નીપજશે જ નહીં. આમ સર્વત્ર જાણવું.
આ રીતે જો નિત્યસ્વભાવ ન માનીએ અને સર્વથા એકાને ક્ષણિક જ વસ્તુ છે. આમ માનીએ તો પ્રતિસમયે થતાં પર્યાયાત્મક નવાં નવાં કાર્યોમાં મૂલકારણભૂત પદાર્થ (કારણરૂપે રહેલો પદાર્થ જેમ કે મૃત્યિંડ) કાર્યક્ષણોત્પત્તિકાલે (એટલે સ્વાસાત્મક કાર્ય પદાર્થ ઉત્પન થવાના કાલે) એકાન્ત ક્ષણિકપણાની માન્યતા સ્વીકારેલી હોવાથી (PI) ૧૪