________________
૫૬૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૭ | વિશેષોમાં (પ્રતિસમયે બદલાતા પર્યાયોમાં) પણ જો સામાન્યરૂપે વસ્તુ જોવામાં આવે તો અન્વય જણાયે છતે નિત્યતા અવશ્ય જણાય જ છે. જેમ કે ઘટનો નાશ થઈ કપાલ થાય, ત્યાં ઘટ અને કપાલ બદલાવા છતાં પણ મૃદુ દ્રવ્યની તો અનુવૃત્તિ રહે જ છે. (માટી દ્રવ્ય તો બન્ને અવસ્થામાં તેનું તે જ રહે છે.) આ નિત્યતા થઈ. આ રીતે પર્યાયોમાં એટલે કે વિશેષોમાં જો સામાન્યરૂપે અન્વય જોઈએ તો નિત્યસ્વભાવતા નિયમા જણાય જ છે. તથા સામાન્ય એવા. મૃદારિદ્રવ્યને વિષે પણ ભૂલ એવા પદાર્થાન્તર રૂપે નવા નવા પર્યાયરૂપે જો જોવામાં આવે તો તે પદાર્થાન્તરોનો એટલે વિશેષોનો ઉત્પાદનનાશ થતો હોવાથી તે ભાવે અનિત્યતા પણ ભાસે જ છે. જેમ કે ઘટાદિનો જ્યારે નાશ થાય છે ત્યારે ઘટના નાશની સાથે મૃત્નો પણ તે ભાવે અવશ્ય નાશ થાય જ છે. કારણ કે જે માટી પહેલાં ઘટપણે હતી, તે માટી હવે ઘટપણે રહી નથી પણ કપાલરૂપે છે. તેથી જેમ ઘટનો નાશ થયો તેમ ઘટપણે મૃનો પણ નાશ થયો છે. અને જેમ કપાલની ઉત્પત્તિ થઈ છે. તેમ કપાલપણે મૃત્ની પણ ઉત્પત્તિ થઈ છે. આ રીતે જે સામાન્ય મૃદ્રવ્ય નિત્ય દેખાય છે તે જ મૃદ્રવ્ય અનિત્ય પણ દેખાય જ છે. તેથી નિત્યાનિત્ય ઉભયસ્વભાવવાળું જ દ્રવ્ય છે.
અહીં બીજા કેટલાક દર્શનકારો (સાંખ્યાદિ) પદાર્થોને નિત્ય જ માની લે છે. દ્રવ્યાર્થિકનયની એકાન્ત દૃષ્ટિની પરવશતાથી એકાત્ત નિત્ય માનીને પોતાની માન્યતા આગળ ચલાવે છે. પરંતુ ઘટ-પટ આદિ પદાર્થો નાશ પામતા અને મનુષ્યાદિપણે જીવો મૃત્યુ પામતા પણ જરૂર દેખાય છે. એટલે એકાન્ત નિત્ય માનવામાં કેટલાક વ્યવહારોનો વિરોધ આવે છે. તેને સંગત કરવા મનમાની નવી કલ્પનાઓ તેઓને કરવી પડે છે જેમાં અનેક ગુંચવણો ઉભી થાય છે. તેવી જ રીતે એકાન્ત પર્યાયાર્થિકનયની દૃષ્ટિવાળા (બૌદ્ધો) વસ્તુમાત્રને અનિત્ય (સર્વ ક્ષળિમ) માનીને પોતાની વિચારસરણી જગતમાં દોહરાવે છે. તેમાં પણ પૂર્વાપર અનુસંધાન સંભવતું ન હોવાથી અને જગતમાં પૂર્વાપર અનુસંધાનવાળા જ વ્યવહારો જણાતા હોવાથી અનેકજાતના દોષો આવે છે અને તેને દૂર કરવા તેઓને પણ “વાસના” અને “સંતાન” આદિની ઘણી મિથ્યા કલ્પનાઓ કરવી પડે છે. તેમાં પણ ઘણી ગુંચવણો ઉભી થાય છે. તથા નૈયાયિક અને વૈશેષિકો નિત્ય અને અનિત્ય એમ બન્નેને માને છે પરંતુ એકાન્તભેદની વાસનાના સંસ્કારો હોવાથી જ્યાં (આકાશાદિ અને પરમાણુમાં) નિત્યતા માને છે ત્યાં એકાન્તનિત્યતા જ, અને કયણુકાદિમાં જ્યાં અનિત્યતા માને છે ત્યાં કેવળ અનિત્યતા જ માને છે. તેથી ત્યાં પણ અનેક જાતના દોષોની આપત્તિ આવે છે. આ રીતે એકાન્તનિત્યવાદમાં,