________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૭
૫૬૭ સર્વે પણ દ્રવ્યોમાં (છએ દ્રવ્યોમાં) નિત્ય સ્વભાવ પણ અવશ્ય છે જ. તે સ્વભાવ હોવાના કારણે જ, નિજ કહેતાં પોતપોતાના ક્રમભાવી એટલે કે વારાફરતી કાલક્રમે આવતા જુદા જુદા જે પર્યાયો થાય છે. તેમાં તેના તે જ દ્રવ્યની બુદ્ધિ થાય છે. તે જ દ્રવ્યની અનુભૂતિ થાય છે. જેમ કે એક ઘટ છે. તે કાચો હોય ત્યારે શ્યામ છે. અને ભઠ્ઠીમાં પકવવામાં આવે ત્યારે પક્વ બનવાથી રક્ત થાય છે. આ રીતે પૂર્વકાલમાં શ્યામાવસ્થા, અને પછીના કાળમાં રક્તાદિ અવસ્થા આમ બને જુદી જુદી જે અવસ્થાઓ છે તે ઘટની ભેદક અવસ્થાઓ છે. પહેલાંના ઘટથી પછીનો ઘટ ભિન્ન છે. પહેલાંના ઘટમાં અપક્વ હોવાથી જલાધારાદિ કાર્ય કરાતુ નથી અને પછીના ઘટમાં પક્વ હોવાથી જલાધારાદિકાર્ય કરાય છે. આ પ્રમાણે અવસ્થાભેદ એ ઘટનો ભેદક છે. છતાં તે અવસ્થાભેદ હોતે છતે પણ “આ ઘટ દ્રવ્ય તેહનું તે જ છે. જે પહેલાં મેં અનુભવ્યું (જોયું) હતું” આવું સમન્વયાત્મક જે જ્ઞાન થાય છે. તે જ્ઞાન જે સ્વભાવને લીધે થાય છે. તે નિત્યસ્વભાવ કહેવાય છે.
બાલ્ય-યુવા-વૃદ્ધાવસ્થા બદલાવા છતાં “આ દેવદત્ત તેનો તે જ છે” આમ જે અભેદ જણાય છે બોલાય છે. તે નિત્યસ્વભાવને આભારી છે. દેવ-નારકી તિર્યંચમનુષ્યાદિ પર્યાયો પલ્ટાવા છતાં જીવ તેનો તે જ છે. આવી જે બુદ્ધિ થાય છે તે નિત્યસ્વભાવને લીધે જાણવી. આ પ્રમાણે પ્રતિસમયે પલટાતા પર્યાયોમાં “દ્રવ્ય તેનું તે જ છે” આવું જ્ઞાન જે પ્રવર્તે છે. તે નિત્યસ્વભાવને લીધે છે. અને તે નિત્યસ્વભાવ છએ દ્રવ્યોમાં અવશ્ય વર્તે છે.
"तद्भावाव्ययं नित्यम्" ५-३० इति तत्त्वार्थ सूत्रम्, “प्रध्वंसाप्रतियोगित्वं नित्यत्वम्" इत्यस्याप्यत्रैव पर्यवसानम्, केनचिद् रूपेणैव तल्लक्षणव्यवस्थितेः ॥ ३ ॥
જૈન શાસ્ત્રોમાં નિત્યનું લક્ષણ આવું આવે છે કે “મા” થી એટલે કે તત્ત્વાર્થસૂત્રના ૫-૨૯ મા સૂત્રમાં કહેલા ઉત્પાદ-વ્યય અને ધૃવાત્મક એવા “સ” પણાના ભાવથી “મવ્યયમ્” જે વ્યય ન પામે, એટલે કે “સ” પણામાંથી જે વ્યય ન પામે તે નિત્ય કહેવાય છે. આવા પ્રકારનું લક્ષણ જૈનદર્શનકારોએ જણાવ્યું છે.
તથા ન્યાય-વૈશેષિકાદિ દર્શનકારોએ “પ્રસારિતોતિં નિત્યત્વ” આવું નિત્યનું લક્ષણ કર્યું છે. વસ્તુનો જે નાશ થાય તે પ્રધ્વંસ કહેવાય છે. અને “યામાવઃ સ પ્રતિયોગી” આ ન્યાયને અનુસાર જે વસ્તુનો નાશ થાય છે. તે વસ્તુ નાશની પ્રતિયોગી (અર્થાત્ વિરોધી) કહેવાય છે. જેમ કે ઘટનો જ્યારે નાશ થયો ત્યારે ઘટ એ નાશનો (અભાવનો) પ્રતિયોગી કહેવાય છે. અને જે વસ્તુનો નાશ થતો જ નથી. જેમ કે