________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૭.
૫૬૫ વસ્તુમાં રહેલા સ્વભાવો બે પ્રકારના હોય છે. કેટલાક સ્વભાવો સ્વતઃ પોતે જ જણાય છે. તેને જાણવા અન્યની જરૂર પડતી નથી. જેમ કે ગુલાબાદિ અને કપુરાદિની ગંધ. અને કેટલાક સ્વભાવો એવા હોય છે કે જે અન્ય એવા વ્યંજકદ્રવ્ય વડે જ જણાય છે. સ્વયં જણાતા નથી. જેમ નવા માટીના શરાવળાનો ગંધ પાણીના સ્પર્શ વિના જણાતો નથી. અગરબત્તીની સુગંધ જ્યોતના સંયોગ વિના જણાતી નથી પતાવતા = એટલા માત્રથી, એટલે કે અન્યના સંયોગ વિના ન જણાય તેટલા માત્રથી ત્યાં ગંધ નથી એમ કહેવાય નહીં, તેમ અહીં પણ સત્તાનો એવો સ્વભાવ છે કે જે સ્વયં જણાય. અને અસત્તાનો એવો સ્વભાવ છે કે જે વ્યંજક મળવાથી જણાય. આ રીતે વસ્તુના કેટલાક ગુણો એવા હોય છે કે જે સ્વયં જ જણાય છે. જેમ કે કપુરની, કસ્તુરીની, લસણની અને ગુલાબ આદિની ગંધ. અને કેટલાક ગુણો એવા હોય છે કે પ્રતિનિયત (અમુક ચોક્કસ) વ્યંજક (જણાવનારા દ્રવ્ય) વડે જ વ્યંગ્ય (જાણી શકાય એવા) બને, તેવા હોય છે. જેમ કે શરાવનો ગંધ, અગરબત્તીની સુંગધ ઈત્યાદિ. એક સ્વતઃ જણાય છે. અને બીજો વ્યંજથી જણાય છે. આ બાબતમાં વસ્તુની આવા પ્રકારની વિચિત્રતા જ કારણ છે. આમ સમજવું. પરંતુ વ્યંજક વડે જે જે વ્યંગ્ય ભાવો હોય છે. તેની એકેની પણ તુચ્છતા (અભાવ) નથી. જો તુચ્છતા કહીએ, અર્થાત્ તે ગુણો છે જ નહીં આમ જો કહીએ તો ઘણા વ્યવહારોનો વિલોપ થઈ જાય. આ જ વાત પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી કહે છે કે અમારા વડે “ભાષારહસ્યપ્રકરણમાં” આ વાત કહેવાઈ છે. તે ગાથા આ પ્રમાણે છે.
ते हुंति परावेक्खा, वंजयमुहदंसिणोत्ति, ण य तुच्छा । દિમિvi વેરિd, રાવપૂરપાંથા | ૨ કૃતિ ૨૮ | | ૨૨-૬ |
“અસત્તા” આદિ કેટલાક ગુણો પરની અપેક્ષાવાળા છે. અને વ્યંજકના મુખને જોનારા છે (એટલે કે વ્યંજકની અપેક્ષાવાળા છે) વ્યંજક મળે તો જ દેખાય તેવા છે. પરંતુ તુચ્છરૂપ (અભાવરૂપ) નથી. આવી વિચિત્રતા વસ્તુમાં સહજપણે છે જ. જેમ શરાવની ગંધ અને કપૂરની ગંધ. એકની (કપૂરની) ગંધ સ્વાભાવિકપણે જણાય છે. અને બીજાની (શરાવની) ગંધ વ્યંજકના મીલનથી જણાય છે. (પૂ. ઉપાધ્યાયજી કૃત ભાષારહસ્ય પ્રકરણની આ ૧૮મી ગાથા છે.)
પ્રશ્ન- અહીં અસત્તાને જણાવનાર “વ્યંજક” કોણ ?
ઉત્તર- પરાપેક્ષા એ વ્યંજક જાણવું. જ્યારે પરની અપેક્ષા મેળવીએ ત્યારે જ આ અસત્તા જણાય છે. પરની અપેક્ષા એ વ્યંજક સમજવું. મે ૧૮૮ છે.