________________
ઢાળ-૧૧ : ગાથા-૬
૫૬૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
જગતમાં રહેલા સર્વે પદાર્થો, પરભાવે એટલે કે પરદ્રવ્યાદિની અપેક્ષાએ (પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવની અપેક્ષાએ) નાસ્તિસ્વભાવવાળા છે. જેમ કે જે ઘટદ્રવ્ય છે. તે પટપણે નાસ્તિ સ્વભાવવાળો છે. જે જીવદ્રવ્ય છે. તે અચેતનદ્રવ્યપણે નાસ્તિસ્વરૂપ છે. જે અમદાવાદની માટીનો ઘટ છે. તે સુરતની માટીનો ઘટ નથી. જે વસંતઋતુમાં બનાવેલો છે. તે શિશિર ઋતુમાં બનાવેલા પણ નથી. જે કાચો ઘટ છે. તે પક્વઘટ નથી. આમ સર્વત્ર સમજવું.
જેમ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સર્વે પદાર્થોમાં સત્તા છે. અર્થાત્ અસ્તિસ્વભાવ છે. તેમ પરભાવે પણ (પરદ્રવ્ય-પરક્ષેત્રાદિની અપેક્ષાએ પણ)નાસ્તિ ન માનીએ અને જો સત્તા (અસ્તિસ્વભાવ) કહીએ તો સર્વસ્વરૂપે (સ્વ-પર એમ ઉભયરૂપે) અસ્તિપણું જ આવ્યું. કોઈ પણ રૂપે નાસ્તિપણું આવ્યું જ નહીં. તિવારિ = તે વારે (અર્થાત્ ત્યારે) આખું જગત એક સ્વરૂપવાળું જ થઈ જશે. જેમ કે કોઈ એક ઘટ, જેમ ઘટ છે તેમ તે ઘટ, પટ પણ છે. માણસ પણ છે. પશુપણ છે. અર્થાત્ એક ઘટ સર્વ સ્વરૂપે છે જ, એવી જ રીતે પટ, જેમ પટપણે છે. તેમ તે પટ, ઘટ, માણસ, પશુ ઈત્યાદિ અન્યરૂપે પણ છે જ. આમ થતાં જગતની એક એક વસ્તુ સર્વમય બનશે. તેથી સર્વે વસ્તુઓ એકસરખા સ્વરૂપવાળી થશે. પરંતુ તે વાત તો સર્વે શાસ્ત્રની સાથે અને સર્વ વ્યવહારોની સાથે (એટલે કે લોકવ્યવહારની સાથે પણ) વિરોધવાળી છે. તે માટે જેમ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિસ્વભાવ છે. તેમ પરદ્રવ્યાદિની અપેક્ષાએ સર્વે પદાર્થો નાસ્તિસ્વભાવવાળા પણ જાણવા. આ બીજો નાસ્તિસ્વભાવ થયો. ૨.
"सत्ता ते स्वभावई वस्तुमांहिं जणाई छई. ते माटिं सत्य छइं. असत्ता ते स्वज्ञानइं परमुखनिरीक्षण करइ छइ. ते माटिं कल्पनाज्ञानविषयपणई असत्य छइं" एहवं बौद्धमत छइं. ते खंडवानई कहई छइं.
અહીં કોઈ બૌદ્ધમતાનુયાયી પ્રશ્ન કરે છે કે- “પદાર્થ દેખતાંની સાથે સત્તા સ્વાભાવિકપણે તુરત જ જણાઈ જાય છે. તે માટે તે સત્તા સાચી છે. વાસ્તવિક છે. જેમ કે ઘટ દેખતાંની સાથે જ “આ ઘટ છે” પટ જોતાની સાથે જ “આ પટ છે” આમ સ્વાભાવિક પણે જ તુરત જણાઈ જાય છે. જે જે પદાર્થ જે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી બનેલો છે. તે તે પદાર્થ તે તે દ્રવ્યાદિથી સત્ છે. આમ જલ્દી જણાઈ જાય છે. તેથી સર્વે દ્રવ્યોમાં સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જે સત્તા (અસ્તિસ્વભાવ) છે. તે