Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૬૪ ઢાળ-૧૧ : ગાથા-૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ સાચી (સાચો) છે. પરંતુ અસત્તા એટલી તુરત જણાતી નથી. પરંતુ તે અસત્તાનું જો જ્ઞાન કરવું હોય તો તે વિજ્ઞાનë = તે અસત્તા, પોતાનું જ્ઞાન કરાવવામાં પરમુનિરીક્ષા = પહેલાં પરપદાર્થના મુખનું નિરીક્ષણ કરાવશે. પછી જ પોતાનું ભાન કરાવશે. જેમ કે “આ ઘટ એ પટ નથી આમ જાણવું હોય તો ઘટમાં (પટની) અસત્તાને જાણવામાં પ્રથમ પટપદાર્થને જાણવો પડે (અથવા જાણેલા પટપદાર્થને સ્મૃતિજ્ઞાનમાં લાવવો પડે) આ રીતે પરમુખનિરીક્ષણ કર્યા બાદ તેવું પટસ્વરૂપ આ ઘટમાં નથી એમ સમજીને અસત્તાનું ભાન થાય છે.” તે માટે અસત્તાને જાણવા સારૂં કલ્પના કરવી પડે છે. અનુમાન લગાવવું પડે છે. તેથી કલ્પનાજ્ઞાનનો વિષય થવાથી આ અસત્તા અસત્ય છે. મિથ્યા છે. જેમ ઝાંઝવાના જળમાં જળનું જ્ઞાન થાય છે. ત્યાં પ્રથમ સાચા જળને
સ્મૃતિમાં લાવીને જલની કલ્પના કરાય છે. તેથી તે મિથ્યા છે. તેમ અહીં પણ જણાતી આ અસત્તા પરને પ્રથમ જાણવા દ્વારા જણાય છે. તથા કલ્પનાજ્ઞાનનો જ માત્ર વિષય છે. પણ વાસ્તવિક સ્વરૂપ ત્યાં નથી. તેથી અસત્તા સાચી નથી.
આવા પ્રકારનું બૌદ્ધદર્શનાનુયાયીનું કહેવું છે. તે બૌદ્ધ મત છે. તેને ખાંડવા માટે એટલે તેને તોડવા માટે કહે છે. આવું બૌદ્ધનું માનવું સાચું નથી. તે સમજાવે છે–
सत्तानी परि तत्काल असत्ता जे नथी स्फुरती, ते व्यंजक अणमिल्याना वशथी, पणि तुच्छपणाथकी नहीं. जिम छतोइ शरावनो गंध नीरस्पर्श विना जणाई नहीं. एतावता-असत्य नहीं. केटलाइक वस्तुना गुण स्वभावई ज जणाई छई. केटलाइक प्रतिनियत व्यंजक व्यङ्ग्य छइं. ए वस्तुवैचित्र्य छइं. पणि एकइनी तुच्छता कहिइं. तो घणो व्यवहार विलोपाइं. उक्तं चास्माभिर्भाषारहस्यप्रकरणे
બૌદ્ધનું ઉપરોક્ત કથન બરાબર નથી. કારણ કે સત્તા જેટલી શીધ્ર જણાય છે. તેટલી અસત્તા તત્કાલ જણાતી નથી. તેનું કારણ “વ્યંજકનું અમીલન” છે. પણ તુચ્છપણાથી (અભાવ હોવાથી) નથી જણાતી એમ નથી. ઘટ જોતાંની સાથે જ ઘટનું અસ્તિત્વ જેટલુ જલ્દી જણાય છે. તેટલું “આ પટ નથી, આ મઠ નથી” ઈત્યાદિ નાસ્તિપણુ તુરત જે નથી જણાતું. તે, વ્યંજક (એવી જે પરાપેક્ષા તે) ન મળવાના વસથી જણાતું નથી. પરંતુ નાસ્તિપણે ત્યાં નથી માટે જણાતું નથી. એમ નહીં અર્થાત્ આમ તુચ્છપણાથી નથી જણાતું એમ નહીં. તેથી અસત્તા એ તુચ્છ છે. કાલ્પનિક છે. અવાસ્તવિક છે આમ ન માનવું.