Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૭૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૮ "अव्यवहित ज कारणक्षण कार्यक्षण करई" इम कहिइं, तो इं रूपालोकमनस्कारादिक्षणरूपादिकनई विषई उपादान आलोकादिकनई विषई निमित्त, ए व्यवस्था किम घटइ ? जे माटई अन्वय विना शक्तिमात्रइं उपादानता निमित्तमांहिं पणि कही शकाइं, ते माटई उपादान ते अन्वयी मानवं. अन्वयिपणुं तेज नित्यस्वभाव.
જો અસત્કારણથી કાર્ય થતું હોય તો ચિરનષ્ટકારણથી અથવા અનુત્યનકારણથી પણ કાર્ય થવું જોઈએ આવો જે દોષ ક્ષણિકવાદીને ઉપરની પંક્તિમાં આપવામાં આવ્યો, તેમાંથી બચવા માટે ક્ષણિકવાદી કદાચ આવો બચાવ કરે કે
“અવ્યવહિત કારણક્ષણ જ કાર્યક્ષણ કરે છે” એમ અમે માનીએ છીએ. એટલે કે વ્યવધાન વિનાના પૂર્વેક્ષણમાં સત્, અને વર્તમાનક્ષણમાં અસત્ એવા જ અસત્ કારણક્ષણથી (કારણાત્મક પદાર્થથી) કાર્યક્ષણ (કાર્યાત્મક પદાર્થ) થાય છે. એમ અમે માનીએ છીએ તેથી જે દૂધ પૂર્વેક્ષણમાં સત્ હતું અને દહીં બનવાના વર્તમાનક્ષણે અસત્ બન્યું. તેવા અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિવાળા કારણક્ષણથી (દૂધથી), (દહીં સ્વરૂપ) કાર્યક્ષણ જન્મે છે. આમ અમે માનીશું. તેથી ચિરનષ્ટકારણથી અથવા અનુત્પન્નકારણથી પણ કાર્ય થવું જોઈએ. આ દોષ તમે જે અમને આપ્યો, તે દોષ અમને લાગતો નથી. શ્રેણિક મહારાજા કે પદ્મ નાભ પ્રભુ વર્તમાન ક્ષણના પૂર્વ ક્ષણમાં સત્ નથી. તેથી અમને આ દોષ આવતો નથી. અમારું તો આમ કહેવું છે કે “અવ્યવહિત” એવા પૂર્વેક્ષણમાં જેની વૃત્તિ છે. અર્થાત્ જે સત્ છે તેવા જ કારણ (ક્ષણ) થી કાર્ય (ક્ષણ) થાય છે. ચિરનષ્ટ કે અનુત્યનકારણો જે છે તે અવ્યવહિત પૂર્વેક્ષણમાં સત્ નથી તે માટે તેનાથી કાર્ય ન થાય, પરંતુ અવ્યવહિત પૂર્વ ક્ષણમાં સત્ જે હોય અને વર્તમાનક્ષણમાં જે અસત્ હોય એવા પદાર્થથી જ કાર્ય થાય છે.
આમ કહેશો તો (પાત્રો = રૂપને જોવામાં મનાદ્રિ = મન વિગેરે ક્ષણાદ્રિ = પદાર્યાદિમાં) રૂપને જોવામાં અવ્યવહિતપૂર્વેક્ષણમાં મનસ્કારાદિક પદાર્થને (મન આદિ પદાર્થને) વિષે ઉપાદાન કારણતા અને આલોક (પ્રકાશ) આદિને વિષે નિમિત્ત કારણતા આવી જે વ્યવસ્થા છે તે કેમ ઘટશે ? કારણ કે નિત્યસ્વભાવ ન માન્યો હોવાથી કોઈ અન્વયીદ્રવ્ય તો છે જ નહીં. કાર્યક્ષણ ઉત્પન્ન કરવાની શક્તિ તો જેમ ઉપાદાન એવા મનમાં છે તેમ નિમિત્ત એવા આલોકમાં પણ છે અને તે બન્ને અવ્યવહિત પૂર્વેક્ષણવૃત્તિ પણ છે. આ રીતે અવ્યવહિત પૂર્વેક્ષણમાં વર્તવાપણું અને કાર્યોત્પત્તિ કાળે ન વર્તવાપણું, આમ આ બને મનમાં અને આલોકમાં એમ બન્નેમાં સરખું જ છે. તો મનને ઉપાદાન અને આલોકને નિમિત્ત આમ કેમ કહેવાય ?