________________
૫૭૮ ઢાળ-૧૧ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઉત્તર- જુદા જુદા અનેક ગુણોની અથવા અનેક ધર્મોની એક જ કાલે એટલે કે સર્વ સમયોમાં પ્રતિસમયે જે એકસરખી અખંડ એક આધારતા તે એકસ્વભાવતા કહેવાય છે. અને કાળક્રમે આવતા જુદા જુદા સમયક્ષણોમાં એટલે કે પ્રતિસમયે પલટાતા પર્યાયવિશેષોમાં દ્રવ્યની જે અનુગતતા (ધ્રુવતા-અન્વયદ્રવ્યનું હોવાપણું) તે નિત્યસ્વભાવતા કહેવાય છે.
પોતાના ગુણો અર્થાત્ પોતાના ધર્મોની અખંડદ્રવ્યમાં સર્વત્ર સમાનપણે જે વર્તના=આધારતા તે એકસ્વભાવતા જાણવી અને કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે અન્વયતા તે નિત્યસ્વભાવતા જાણવી. આમ, આ બન્ને સ્વભાવોમાં તફાવત છે.
___ मृदादिक द्रव्यनो स्थास कोश कुशूलादिक अनेक द्रव्यप्रवाह छई, तेणइं अनेकस्वभाव प्रकाशइं, पर्याय पणि आदिष्टद्रव्य करइं. तिवारइं-आकाशादिद्रव्यमाहिं पणि-घटाकाशादिभेदई ए (अनेकत्व) स्वभाव दुर्लभ नहीं.
હવે અનેકસ્વભાવતા સમજાવે છે. માટી આદિ દ્રવ્યનો સ્થાસ કોશ કુશૂલાદિ પણે અનેકપ્રકારે થવારૂપે જે દ્રવ્યનો પ્રવાહ છે. તે અનેકસ્વભાવતા છે. અહીં જે “દ્રવ્યપ્રવાહ” શબ્દ વાપરવામાં આવ્યો છે. તેનો ભાવાર્થ આમ સમજાય છે કે સામાન્યથી લોકો એમ સમજે છે કે દ્રવ્ય સદા તેનું તે જ રહે છે તેના પર્યાયો જ બદલાયા કરે છે. એટલે દ્રવ્ય ધ્રુવ છે. નિત્ય છે. એકસ્વભાવતાવાળું છે. અને પર્યાયો જ બદલાતા હોવાથી ઉત્પાદ-વ્યયવાળા છે. અનિત્ય છે. અને અનેકસ્વભાવવાળા છે. પરંતુ આમ સમજવાથી દ્રવ્યથી પર્યાયો અને પર્યાયથી દ્રવ્ય એકાન્ત ભિન્ન થઈ જાય છે. આવી ગેરસમજ દૂર કરવા આ શબ્દનો પ્રયોગ કર્યો છે. પ્રતિસમયે પર્યાયો જ પલટાય છે એમ નહીં. પરંતુ તે તે પર્યાય રૂપે દ્રવ્ય પણ પલટાય છે. સ્થાસરૂપે જે માટી હતી તે માટી સ્થાસરૂપતાને છોડીને કોશરૂપતાને પામે છે. તે જ માટી કાળાન્તરે કોશરૂપતાને છોડીને કુશૂલરૂપતાને પામે છે. આમ સમયે સમયે દ્રવ્ય પોતે અનેક સ્વરૂપે બને છે. સર્વ સમયોમાં જુદા જુદા સ્વરૂપે દ્રવ્ય જ બદલાતું રહે છે. એટલે દ્રવ્ય એક જ છે. તો પણ સમય સમયના જુદા જુદા પર્યાય રૂપે બનવા પણે અનેક રૂપે પણ દ્રવ્ય છે. અર્થાત્ દ્રવ્યસમૂહ છે. તેને જ દ્રવ્યપ્રવાહ કહેવાય છે. કારણ કે તે દ્રવ્ય અનેક દ્રવ્યરૂપે (એટલે ભિન્નભિન્ન દ્રવ્યના પ્રવાહરૂપે) બનવાથી એકદ્રવ્યમાં અનેક સ્વભાવતા આવી. પર્યાય પણ માવિષ્ટ દ્રવ્ય વરવું એટલે પ્રતિસમયે થતા નવા નવા પર્યાય પણે (માવિષ્ટ-) વિવક્ષાએલું દ્રવ્ય, અથવા દ્રવ્યભેદથી ક્ષેત્રભેદથી કાળભેદથી વિવક્ષાયેલું દ્રવ્ય અનેક સ્વભાવતાને લીધે અનેકરૂપતાને કરે છે. નવા નવા પર્યાયપણે વિવક્ષાયેલું દ્રવ્ય