________________
ઢાળ-૧૧ : ગાથા-૬
૫૬૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
જેમ સર્વે પણ પદાર્થો પરપદાર્થના અભાવરૂપે નાસ્તિસ્વભાવવાળા અનુભવાય છે. તેવી જ રીતે તે જ સઘળા પદાર્થો પોતાનાભાવે (સ્વદ્રવ્યાદિભાવ) અસ્તિસ્વભાવવાળા પણ અવશ્ય આપણને અનુભવાય જ છે. જેમ કે આ ઘટપદાર્થ, તે પટ નથી, મઠ નથી, માણસ નથી, પશુ નથી ઈત્યાદિ પરભાવે નથી એટલે નાસ્તિસ્વભાવવાળો તે ઘટ જણાય છે. તેવી જ રીતે ઘટપણે, માટીના ઘટપણે અસ્તિસ્વભાવવાળો પણ અવશ્ય જણાય જ છે. તેથી સર્વે પદાર્થોમાં સ્વદ્રવ્યાદિથી અસ્તિસ્વભાવ લેખાય છે. અર્થાત્ ગણાય છે અસ્તિસ્વભાવ સર્વે પદાર્થોની અંદર રહેલો છે. તે ૧૮૭ / નહીં તો સકલશૂન્યતા હોવઈ, નાસ્તિસ્વભાવ પરભાવઈ જી. પરભાવઈ પણિ સત્તા કહતાં, એક રૂપ સવિ પાવઈ જી ! સત્તા જેમ અસત્તા ન ફુરઇ, વ્યંજક અમીલન વશથી જી ! છતો શરાવગંધ નવિ ભાસઈ, જિમ વિણ નીર ફરસથી જી / ૧૧-૬ /
ગાથાર્થ– જો અસ્તિસ્વભાવ ન માનીએ તો સકલપદાર્થોથી આ જગત શૂન્ય બની જાય. તથા સર્વે પદાર્થો પરભાવે નાસ્તિસ્વભાવવાળા છે જ. જો પરભાવે પણ (નાસ્તિ ન માનીએ તો પરભાવે અસ્તિ થતાં) સત્તા માનતાં સર્વે પણ પદાર્થો એકસ્વરૂપતાને પ્રાપ્ત કરશે. સત્તાની જેમ અસત્તા જે દેખાતી નથી. તે વ્યંજક ન મળવાના કારણથી નથી દેખાતી. જેમ શરાવળામાં છતો ગંધ પણ પાણીના સ્પર્શ વિના જણાતો નથી. ૧૧-૬ ||
ટબો- જે અખિસ્વભાવ ન માનિઈ, તો પરભાવાપેક્ષાઇ જિમ નાસ્તિતા, તિમ સ્વભાવાપેક્ષાઇ પણિ નાસ્તિતા થતાં, સકલશૂન્યતા થાઇ. તે માટે સ્વદ્રવ્યાપેક્ષાઇ અખિસ્વભાવ સર્વથા માનવો. ૧.
પરભાવઇ. પરદ્રવ્યાધપેક્ષાઇ નાસ્તિસ્વભાવ કહિછે, પરભાવઇ પણિ સત્તાઅસ્તિસ્વભાવ કહતાં, સર્વ સર્વસ્વરૂપ અસ્તિ થયું. તિવારિ જગ એકરૂપ થાઇ. તે તો સકલશાસ્ત્ર-વ્યવહારવિરુદ્ધ છઈ. તે માર્ટિ પરપેક્ષાઇ નાસ્તિસ્વભાવ છઇં.
“સત્તા તે સ્વભાવઇ વસ્તુમાંહિં જણાઇ છઇં. તે માટે સત્ય છઇ, અસત્તા તે સ્વજ્ઞાનઇ પરમુખનિરીક્ષણ કરઈ છઈ, તે માર્ટિ કલ્પનાજ્ઞાનવિષયપણઈ અસત્ય છÚ” એહવું બૌદ્ધમત છઈ, તે ખંડવાનઇ કહઇ છઇં.-.