________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-પ
૫૫૯
સ્વભાવાત્મક કહેવાય છે. આવી વિવક્ષા કરીને સ્વભાવોને ગુણોથી કંઈક જુદા છે. આમ ગીતાર્થોએ કહ્યું છે. અને જ્યારે નિજ નિજ કહેતાં પોત પોતાના સ્વરૂપની પ્રધાનતા કરીને અનુવૃત્તિસંબંધ માત્રને જ જ્યારે અનુસરાય છે. ત્યારે તે સ્વભાવોને જ ગુણ કહેવાય છે. આમ અભેદ સૂચવ્યો છે. આ વાત એક ઉદાહરણથી સમજીએ.
ચૈતન્યસ્વમાવો નીવ:, ચૈતન્યમુળો નીવ, આમ બન્ને પ્રકારનાં વાક્યો બોલાય છે અને તેથી જ ચૈતન્ય એ જીવનો સ્વભાવ પણ છે. અને ચૈતન્ય એ જીવનો ગુણ પણ છે. છતાં ચૈતન્ય એ જીવનો ધર્મ છે. જીવ જ્યાં હોય છે, ત્યાં જ ચૈતન્ય હોય છે, જીવદ્રવ્ય વિના ચૈતન્ય ક્યાંય હોતુ નથી તથા કોઈ પણ જીવ ચૈતન્ય વિનાનો હોતો નથી. ચૈતન્ય એ જીવનું પોતાનું સ્વરૂપ છે. ચૈતન્ય અને જીવ આ બન્ને ધર્મ-ધર્મી ભાવવાળાં છે. ચૈતન્ય એ જીવદ્રવ્યની સાથે અન્વય-વ્યતિરકથી જોડાયેલું છે. આમ જ્યારે વિચાર કરાય છે. ત્યારે ચૈતન્ય એ જીવનો સ્વભાવ છે એમ સમજાય છે. અને જ્યારે એવો વિચાર કરાય છે. કે જીવદ્રવ્યમાં અનંત ધર્મો હોવા છતાં ચૈતન્યધર્મ જ પ્રધાન છે. કારણ કે તે ચૈતન્યધર્મથી જ જીવ દ્રવ્ય ઓળખાય છે. બીજા ધર્મોથી
જીવદ્રવ્ય તેવા પ્રકારે ઓળખાતું નથી. આ જ ધર્મ જીવદ્રવ્યનું લક્ષણ છે. આ ચૈતન્યગુણ જ જીવદ્રવ્યને ઈતર દ્રવ્યોથી વ્યાવર્તન કરી આપે છે તેથી ઈતરવ્યાવર્તક છે. જીવમાત્રમાં સર્વધર્મો કરતાં પ્રધાનતાએ આ જ ધર્મ અનુચૂત છે. આમ જ્યારે વિચાર કરાય છે ત્યારે તે ચૈતન્ય સ્વભાવજ જીવનો ગુણ કહેવાય છે.
મીઠું ખારાશના સ્વભાવવાળું છે. અને ખારાશ એ મીઠાનો ગુણ છે. મરચું તીખાશના સ્વભાવવાળું છે. અને તીખાશ એ મરચાનો ગુણ છે.
આ પ્રમાણે ધર્મ-ઘર્મી ભાવની પ્રધાનપણે વિવક્ષા કરાય છે. ત્યારે તે સ્વભાવ જાણવો અને પોત પોતાના સ્વરૂપની પ્રધાનતા કરાય છે. ત્યારે તે ગુણ કહેવાય છે આ રીતે જે સ્વભાવો છે. તે જ ગુણો છે આમ શાસ્ત્રોમાં કહેલું છે એટલે કે વાસ્તવિકપણે બે તત્ત્વો જુદાં નથી. અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ સંબંધ દ્વારા ધર્મ-ધર્મી ભાવ તરીકેની વિવક્ષા કરાય ત્યારે તે સ્વભાવ કહેવાય છે. અને અનુવૃત્તિ સંબંધ માત્રને અનુસરીને પ્રધાનપણે જ્યારે વિચારાય, તથા ઈતરવ્યાવર્તક તરીકે જ્યારે વિચારાય ત્યારે તે સ્વભાવોને ગુણ કહેવાય છે.
તથા વળી સ્વભાવ અને ગુણમાં આ પ્રમાણે પણ ભિન્નતા જણાય છે કે જે પરસ્પર વિરોધી હોય તે પણ સાથે રહે તેને સ્વભાવ કહેવાય છે. જેમ કે અસ્તિ અને નાસ્તિ, નિત્ય અને અનિત્ય, ભેદ અને અભેદ, ભવ્ય અને અભવ્ય વિગેરે. સારાંશ