________________
ઢાળ-૧૧ : ગાથા-૫
૫૫૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा ! वीरियं उवओगो य, एयं जीवस्स लक्खणं ॥ १ ॥ सइंधयारउज्जोआ, पभा छाया तहेव य । वण्णरसगंधफासा, पुग्गलाणं तु लक्खणं ॥ २ ॥
इत्यादि तु स्वभावविभावलक्षणयोरन्योन्यनान्तरीयकत्वप्रतिपादनाय, इत्यादि veતૈત્રિારમ્ ૨૨-૪ |
તથા વળી જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ આ છ ગુણો જીવનું લક્ષણ છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તથા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ પુદ્ગલદ્રવ્યનાં લક્ષણો છે.
ઈત્યાદિ જે શાસ્ત્રપાઠો છે. તેમાં સ્વાભાવિકલક્ષણો અને વૈભાવિક લક્ષણો અરસપરસ નાતરીયા એટલે અવિનાભાવથી રહેલાં છે. આમ સમજાવવા માટે કહેલ છે. જો જીવ અને પુદ્ગલમાં ચાર ચાર જ વિશેષગુણો હોય તો આ બીજા સઘળા શાસ્ત્રપાઠો સંગત થાય નહીં. માટે અહીં સ્થૂલવ્યવહારથી ચાર ચાર વિશેષગુણો કહ્યા છે. પરમાર્થથી અનંતા અનંતા ગુણી છે. લક્ષણસ્વરૂપે એક દ્રવ્યનું અસાધારણધર્મસ્વરૂપે એક એક લક્ષણ પણ છે. અને સ્વાભાવિક વૈભાવિક સાથે રહેવા સ્વરૂપે વૈભાવિક પાંચ અને સ્વાભાવિક ચાર આમ કુલ પુદ્ગલદ્રવ્યમાં ૫ + ૪ = ૯ લક્ષણો પણ છે. ઈત્યાદિ ગુણોની બાબતમાં વિવિધવિધાનો શાસ્ત્રોમાં છે. તે સઘળા પાઠો જુદી જુદી અપેક્ષાથી છે અને તે બધાં વિધાનો અપેક્ષા ભેદથી યથાર્થ છે. ઈત્યાદિ વિદ્વાન પુરુષોએ વિચારવું / ૧૮૬ / ધર્મ અપેક્ષાઈ ઈહાં અલગા, સ્વભાવ ગુણથી ભાખ્યા જી / નિજ નિજ રૂપ મુખ્યતા લેઈ, ગુણ સ્વભાવ કરી દાખ્યા જી ! અસ્તિસ્વભાવ તિહાં નિજ રૂપઇ, ભાવરૂપતા દેખો જી / પર અભાવ પરિ નિજ ભાવઈ, પણિ અરથ અનુભવી લેખો જી // ૧૧-૫ |
ગાથાર્થ– અહીં ધર્મની અપેક્ષાએ સ્વભાવોને ગુણથી ભિન કહ્યા છે. પોતપોતાના સ્વરૂપની પ્રધાન વિવક્ષા કરીને ગુણો એ જ સ્વભાવ છે. આમ કહ્યું છે. ત્યાં પોતાના સ્વરૂપે જે ભાવરૂપતા દેખાય છે તે અતિ સ્વભાવ છે. જેમ કોઈ પણ પદાર્થ પરના અભાવાત્મક છે. તેમ પોતાના રૂપે ભાવાત્મક પણ છે. આવો અનુભવ કરીને જાણો. || ૧૧-૫ ||