________________
પપ૮ ઢાળ-૧૧ : ગાથા-૫
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ટબો- અનુવૃત્તિ-વ્યાવૃત્તિ સંબંધઈ ધર્મમાત્રની વિવક્ષા કરીનઇં ઈહાં સ્વભાવ ગુણથી અલગા પંડિતે ભાખ્યા. નિજ નિજ ક. આપ આપણા રૂપની મુખ્યતા લઈ અનુવૃત્તિ સંબંધ માત્ર અનુસરીનઇ સ્વભાવ છઇં, તે જ ગુણ કરી દાખ્યા-દેખાડ્યા.
તે માર્ટિ ગુણવિભાગ કહીનઇ, સ્વભાવવિભાગ કહિઇ છઇં.
તિહાં પ્રથમ અસ્તિસ્વભાવ, તે નિજરૂપઇ સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ સ્વરૂપઈ ભાવરૂપતા દેખો. જિમ પર અભાવઇ નાસ્તિત્વસ્વભાવ અનુભવિઇ છઇં તિમ નિજભાવઇ અસ્તિત્વસ્વભાવ પણિ અનુભવિઇ છઈ. તે માટિં અસ્તિસ્વભાવ લેખઇ છ6. I ૧૧-૫ II
વિવેચનછ દ્રવ્યોના ૧૦ સામાન્યગુણ અને ૧૬ વિશેષગુણો સમજાવ્યા. હવે ૧૧ સામાન્ય સ્વભાવ અને ૧૦ વિશેષ સ્વભાવ ગ્રંથકારશ્રી સમજાવવા ઈચ્છે છે. ત્યાં પ્રથમ ગુણ અને સ્વભાવમાં શું તફાવત છે. તે સમજાવે છે.
अनुवृत्ति-व्यावृत्ति संबंधइ धर्ममात्रनी विवक्षा करीनइं इहां स्वभाव गुणथी अलगा पंडिते भाख्या. निज निज क. आप आपणा रूपनी मुख्यता लेइ अनुवृत्ति संबंधमात्र अनुसरीनइं स्वभाव छइं. ते ज गुण करी दाख्या-देखाड्या. ते माटिं गुणविभाग कहीनई, स्वभावविभाग कहिई छई.
ગુણો અને સ્વભાવો તાત્ત્વિક રીતિએ જુદા નથી. તે બન્ને એક જ છે. જે ગુણો છે તે સ્વભાવ છે. અને જે સ્વભાવો છે. તે ગુણો છે. એક જ સ્વરૂપને જુદી જુદી અપેક્ષાએ (વિવક્ષાભેદે) બે રૂપે કહેવામાં આવે છે.
અનુવૃત્તિ (અન્વય) અને વ્યાવૃતિ (વ્યતિરેક) આ બે વ્યાપ્તિના સંબંધ દ્વારા ધર્મમાત્રની જ્યારે વિવક્ષા કરાય છે. એટલે કે જ્યારે ધર્મ-ધર્મભાવ પ્રધાનતાએ જણાવાય છે. ત્યારે તે ધર્મોને સ્વભાવો કહેવાય છે આમ સ્વભાવોને પંડિતપુરુષોએ (ગીતાર્થપુરુષોએ) ગુણથી અલગા (ભિન) કરીને શાસ્ત્રોમાં ભાખ્યા છે.
આ ધર્મ (અસ્તિત્વાદિ-ચૈતન્યાદિ) જ્યાં જ્યાં હોય છે. ત્યાં ત્યાં જીવ આદિ દ્રવ્ય હોય જ છે. આ અનુવૃત્તિ સંબંધ થયો. તથા જ્યાં જ્યાં જીવ આદિ દ્રવ્ય ન હોય, ત્યાં ત્યાં આ ધર્મ (અસ્તિત્વાદિ અને ચૈતન્યાદિ) હોતા નથી. આ વ્યતિરેક સંબંધ થયો. આ રીતે અનુવૃત્તિ અને વ્યાવૃત્તિ એમ બન્ને પ્રકારના સંબંધ (વ્યાપ્તિ) દ્વારા જે ધર્મ, વિવણિત ધર્મીમાં જ છે. અને વિવક્ષિત ધર્મીદ્રવ્ય તે તે ધર્મયુક્ત જ છે. આમ ધર્મધમભાવની (ધર્મનું ધમમાં જ હોવાપણું તેની) વિવફા જ્યારે કરીએ ત્યારે તે ધર્મો