________________
૫૪૮
ઢાળ-૧૧ : ગાથા—૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
અચેતનતા નામનો ગુણ છે. તથા મૂર્તતાથી વિરુદ્ધ એવો અમૂર્તતા નામનો ગુણ છે. આવો વિધાનાત્મક અર્થ જણાવે છે. તેથી અચેતનત્વ અને અમૂર્તત્વ એ સ્વતંત્ર સરૂપ ગુણો છે. પણ અભાવાત્મક નથી.
તથા જ્યાં જ્યાં નળ્ પદ આવે છે. ત્યાં ત્યાં માત્ર નિષેધ જ જણાતો હોય (અને વિધાન ન જણાતું હોય) તો નૈયાયિકોના શાસ્ત્રોમાં પૃથ્વી અને વાયુમાં “અનુષ્ણાશીત સ્પર્શ છે” આમ જે કહ્યું છે તે વાતનો તેને પોતાને પણ વ્યભિચાર જ આવશે. કારણ કે અનુષ્ણાશીતનો અર્થ એવો જ કરવો પડશે કે ઉષ્ણપણ નથી અને શીતળ પણ નથી. હવે જો કેવલ નિષેધ જ અર્થ થતો હોય તો કોઈ સ્પર્શ જ નથી. અર્થાત્ પૃથ્વી અને વાયુ ઉષ્ણ અને શીત એવા બન્ને પ્રકારના સ્પર્શથી રહિત છે આવો અર્થ થાય. પરંતુ આવો અર્થ યુક્તિયુક્ત નથી તથા તેઓ આવો અર્થ કરતા પણ નથી. પરંતુ અનુાશીત એવો અપૂર્વ ત્રીજા પ્રકારનો સ્પર્શ નામનો ગુણ હોય છે. આમ, તેઓ અર્થ કરે છે. તો તેની જેમ અહીં પણ સમજી શકાય છે કે અચેતનત્વ અને અમૂર્તત્વ નામના ગુણવિશેષ છે. પરંતુ અભાવાત્મક નથી.
આ રીતે પરેષામ્ = પરવાદીઓને પણ (નૈયાયિકાદિ વાદીઓને પણ) જ્યાં જ્યાં નક્ પદ હોય ત્યાં ત્યાં “માવાભ” જ અર્થ હોય એવો નિયમ નથી. તો પછી જૈનદર્શનમાં અચેતનત્વ અને અમૂર્તત્વને ચેતનત્વના અને મૂર્તત્વના અભાવસ્વરૂપ જ છે આમ કેમ કહેવાય ? તેથી આવા પ્રકારનો “પર્યુદાસ” નગ્ જ્યાં જ્યાં હોય છે. ત્યાં ત્યાં તેનાથી જણાવાતો અભાવ એ (અભાવાત્મક અર્થસૂચક નથી પણ) ભાવાન્તર (તેનાથી વિપરીત એવા સદંશ પદાર્થના વિધાન) સ્વરૂપ છે. કોઈને કોઈ અપેક્ષાએ આ અભાવ એ ભાવાન્તર (ઈતર પદાર્થ)ના વિધાનાત્મક છે. આ રીતે નયોની અપેક્ષાએ જો વિચારીએ તો આ બન્નેને ગુણો માનવામાં કંઈ દોષ નથી.
ए १० सामान्य गुण छइ, मूर्तत्व, अमूर्तत्व, चेतनत्व, अचेतनत्व परस्पर परिहारइं રહડું, તે મારૂં પ્રત્યે ડું- પ પ દ્રવ્યનારૂં વિષદું ૮-૮ (આઠ-આઇ) પામિડું, રૂમ भावो વિચારી લ્યો. ॥ -૨ ॥
=
આ રીતે કુલ ૧૦ સામાન્ય ગુણો છે. તે ૧૦માં મૂર્તત્વાદિ ચારે ગુણો પરસ્પર પરિહારે રહે છે. એટલે કે મૂર્તત્વ હોય ત્યાં અમૂર્તત્વ ન હોય, અને અમૂર્તત્વ હોય ત્યાં મૂર્તત્વ ન હોય, તેવી જ રીતે ચેતનત્વ હોય ત્યાં અચેતનત્વ ન હોય અને