________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૪
પપ૧ ते मध्ये पुद्गलद्रव्यनइं वर्ण, गंध, रस, स्पर्श, मूर्तत्व, अचेतनत्व ए ६ होइ. आत्मद्रव्यनइं ज्ञान, दर्शन, सुख, वीर्य, अमूर्तत्व, चेतनत्व ए ६ होइ. बीजां द्रव्यनइं टोलइं-समुदायइं ३ गुण होइ, एक निजगुण, २ अचेतनत्व, ३ अमूर्तत्व इम फलावीनइं ઘારવું. ૨૨-૩ .
તે ૧૬ ગુણોમાંથી પુદ્ગલાસ્તિકાયદ્રવ્યને વિષે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મૂર્તિત્વ અને અચેતનત્વ આમ ૬ ગુણો હોય છે. તથા આત્મદ્રવ્યને વિષે જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, અમૂર્તિત્વ અને ચેતનત્વ આમ છ ગુણો હોય છે. બાકીનાં ૪ દ્રવ્યોને વિષે ત્રણ ત્રણ ગુણો હોય છે. અર્થાત્ બાકી રહેલાં ચારે દ્રવ્યોના ટોળામાં=સમુદાયમાં ત્રણ ત્રણ ગુણો હોય છે. એક પોતપોતાનો ગતિસહાયકતા આદિ ગુણ, અને બાકીના ૨ ગુણો અચેતનત અને અમૂર્તત્વ આમ કુલ ત્રણ ત્રણ ગુણો હોય છે. વિગતવાર આ પ્રમાણે છે. ૧. પુદ્ગલદ્રવ્યમાં - વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-મૂર્તિત્વ-અચેતનત્વ. કુલ-૬ ૨. જીવદ્રવ્યમાં – જ્ઞાન-દર્શન-સુખ-વીર્ય-અમૂર્તત્વ-ચેતનત્વ. કુલ-૬ ૩. ધર્માસ્તિકાયમાં - ગતિ સહાયકતા, અમૂર્તત્વ-અચેતનત્વ. કુલ-૩ ૪. અધર્માસ્તિકાયમાં – સ્થિતિસહાયકતા, અમૂર્તિત્વ-અચેતનત્વ. કુલ-૩ ૫. આકાશાસ્તિકાયમાં– અવગાહનાસહાયકતા,અમૂર્તત્વ,અચેતનત્વ. કુલ-૩ ૬. કાળદ્રવ્યમાં – વર્તનાતુતા, અમૂર્તત્વ, અચેતનત્વ. કુલ-૩ /૧૮પા
ચેતનતાદિક ચ્યાર સ્વજાતિ, ગુણ સામાન્ય કહાઇ જી | વિશેષગુણ પરજાતિ અપેક્ષા, ગ્રહતાં ચિત્તિ સુહાઇ જી | વિશેષગુણ છઈ સૂત્રઈ ભાખિઆ, બહુસ્વભાવ આધારો જી . અર્થ તેહ કિમ ગણિઆ જાઇ, એહ શૂલ વ્યવહારો જી / ૧૧-૪ |
ગાથાર્થ– ચેતનતાદિક ચાર ગુણો સ્વજાતિની અપેક્ષાએ સામાન્યગુણ કહેવાય છે. અને પરજાતિની અપેક્ષાએ વિશેષગુણો કહેવાય છે. આમ સમજતાં ચિત્તને સુખ ઉપજે છે. બહુસ્વભાવના (એટલે કે અનંત ગુણોના) આધારવાળાં દ્રવ્યો સૂત્રમાં ભાખેલાં છે. તેથી આ ૧૦ સામાન્યગુણ અને ૧૬ વિશેષગુણોનું જે વિધાન છે. તે સ્થૂલવ્યવહાર જાણવો. || ૧૧-૪ ||