________________
૫૫૦
ઢાળ-૧૧ : ગાથા-૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ज्ञान दर्शन सुख वीर्य ए ४ आत्माना, स्पर्श, रस, गंध, वर्ण ए ४ पुद्गलना विशेषगुण. शुद्धद्रव्यइं अविकृतरूप ए अवशिष्ट रहइं, ते माटिं-ए गुण कहिया. विकृतस्वरूप ते पर्यायमां भलइं. ए विशेष जाणवो. ८. गतिहेतुता १, स्थितिहेतुता २, अवगाहना हेतुता ३, वर्तनाहे तुता ४. ए ४-धर्मास्तिकाय, अधर्मास्तिकाय, आकाशास्तिकाय, कालद्रव्यना प्रत्येकिं विशेषगुण. १२ गुणमां चेतनत्व अचेतनत्व मूर्तत्व अमूर्तत्व ए ४ गुण भेलिई, तिवारइं १६ विशेषगुण थाइं.
જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય આ ૪ ગુણો આત્મદ્રવ્યના વિશેષ ગુણો છે. સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ આ ૪ ગુણો પુગલદ્રવ્યના વિશેષગુણો છે. અહીં ગુણ અને પર્યાયમાં શું તફાવત છે તે સ્પષ્ટ કરે છે. શુદ્ધદ્રવ્યમાં જે અવિકૃત સ્વરૂપે, એટલે કે જેવા છે તેવા રૂપે, અર્થાત્ કોઈ પણ જાતની વિશિષ્ટતા રહિતપણે સદા સાથે જે વર્તે છે તે ગુણ કહેવાય છે. શુદ્ધ એવા આત્મદ્રવ્યમાં અસ્તિત્વાદિ સામાન્યગુણો અને જ્ઞાનાદિ ચારે વિશેષ ગુણો એક સરખી રીતે સમાન રૂપે અવિશિષ્ટ પણે સદા વર્તે છે. માટે તે ગુણ કહેવાય છે. તથા શુદ્ધ પુગલદ્રવ્યમાં અસ્તિત્વાદિ સામાન્યગુણો અને વર્ણાદિ વિશેષ ગુણો એકસરખી રીતે સમાનરૂપે સદા વર્તે છે તેથી તેને ગુણ કહ્યા છે. પરંતુ જે વિકૃત સ્વરૂપે વર્તે છે. હાનિ-વૃદ્ધિ પામે છે. અથવા તો જેનું સ્વરૂપ કંઈક બદલાય છે. તે પર્યાયમાં ગણાય છે. જેમ કે આ જ જ્ઞાનાદિગુણો શેયપદાર્થના ઉપયોગરૂપે વિચારીએ તો ય બદલાતું હોવાથી તેને જાણવાના ઉપયોગ રૂપે જ્ઞાનાદિ ગુણો પણ વિકારવાળા (પરિવર્તનવાળા) થાય છે. તેથી તે પર્યાય કહેવાય છે. તે જ્ઞાનાદિ ગુણોમાં ક્ષયોપશમ ભાવને અનુસાર જે હાનિ-વૃદ્ધિ થાય છે. તે તરફ દૃષ્ટિપાત કરીએ તો પર્યાય કહેવાય છે. આ જ રીતે પુદ્ગલાસ્તિકાયમાં રૂપ-રસ-ગંધ અને સ્પર્શરૂપે જે છે. તે ગુણો છે. તે જ ગુણોને કાળા-નીલા-ધોળા-પીળા-લાલપણે વિકૃત સ્વરૂપે વિચારવાથી પર્યાય કહેવાય છે. આ રીતે ગુણ-પર્યાયનો ભેદ જાણવો. મૂલજાતિ રૂપે અથવા અવિકૃતરૂપે જે હોય, સદા સમાન પણે સહવર્તી હોય તે ગુણ, અને ઉત્તરભેદરૂપે ક્રમવર્તી હોય હાનિ-વૃદ્ધિ થવારૂપે જે વિકૃત થાય તે પર્યાય કહેવાય છે.
ગતિ હેતુતા, સ્થિતિeતુતા, અવગાહના હેતુતા અને વર્તનાતંતુના આ ચાર અનુક્રમે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળદ્રવ્યના એક એકના વિશેષગુણો જાણવા. આ ૧૨ ગુણોમાં ચેતનતા, અચેતનતા, મૂર્તતા, અને અમૂર્તતા આ ચાર ગુણો ભેળવીએ, તે વારે (ત્યારે) કુલ ૧૬ વિશેષ ગુણો થાય છે. આ પ્રમાણે ૧૬ વિશેષગુણો જણાવ્યા. તેના અર્થો પ્રસિદ્ધ હોવાથી અહીં લખતા નથી.