________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૪
પપ૩ चेतनत्वादि ४ स्वजात्यपेक्षाई अनुगतव्यवहार करई छई ते माटइं सामान्यगुण कहिइं, परजातिनी अपेक्षाई चेतनत्वादिक, अचेतनादिकद्रव्यथी स्वाश्रयव्यावृत्तिं करइं छइं. ते माटिं विशेषगुण कहिइं. "परापरसामान्यवत् सामान्यविशेषगुणत्वमेषाम्" રૂતિ ભાવ: |
ચેતનતા આદિ ચારે ગુણો અપેક્ષાભેદે સામાન્યગુણ અને અપેક્ષાભેદે વિશેષગુણ એમ બને હોઈ શકે છે. તે ગુણો સ્વજાતિની અપેક્ષાએ અનુગતવ્યવહાર (અન્વયાત્મક વ્યવહાર) કરે છે. એટલે “આ પણ ચેતન છે આ પણ ચેતન છે આમ સર્વે ચેતનદ્રવ્યોમાં એટલે કે સ્વજાતીય દ્રવ્યોમાં ચેતનતાનું હોવાપણું (અન્વય) આ ગુણો જણાવે છે. તે અપેક્ષાએ સામાન્યગુણ કહેવાય છે. કોઈ એક ચેતનમાં ચેતનતા હોય અને બીજા ચેતનમાં ચેતનતા ન હોય એવું બનતું નથી. પરંતુ સર્વે ચેતન દ્રવ્યોમાં (સ્વજાતિમાં) ચેતનતાનુ અનુગતપણું (અવયપણું) છે જ. સર્વે ચેતન દ્રવ્યોમાં એક સરખી સભાનપણે ચેતનતા વર્તે છે. તેથી તે વ્યવહારને આશ્રયી સામાન્યગુણ કહ્યા છે. તથા તે જ ચાર ગુણો પરજાતિની અપેક્ષાએ વ્યાવૃત્તવ્યવહાર (વ્યતિરેકાત્મક વ્યવહાર) પણ કરે જ છે. એટલે કે “આ ચેતનદ્રવ્ય જ ચેતન છે. બીજાં દ્રવ્યો ચેતન નથી. ચેતન દ્રવ્યોમાં રહેલો ચેતનત્વ નામનો ગુણ સ્વાશ્રય (પોતાના આધારભૂત) એવા ચેતનદ્રવ્યની, ઈતર એવા અચેતનદ્રવ્યથી વ્યાવૃત્તિ (ભિન) કરે છે. એવી જ રીતે અચેતન દ્રવ્યમાં રહેલો અચેતનત્વ નામનો ગુણ, સ્વાશ્રય (પોતાના આધારભૂત) એવા અચેતનદ્રવ્યને ઈતર (સચેતન) દ્રવ્યથી વ્યાવૃત્ત (ભિન) કરે છે. તે માટે તેને વિશેષગુણ કહ્યો છે.
એકનો એક પુરુષ પોતાના બાપની અપેક્ષાએ બેટો, અને પોતાના બેટાની અપેક્ષાએ બાપ હોઈ શકે છે. આમ અપેક્ષાભેદે તેના તે જ ગુણો સામાન્ય પણ ગણાય છે. અને વિશેષ પણ ગણાય છે. અહીં ગ્રંથકારશ્રી નૈયાયિકની આવી એક વાત ટાંકતાં જણાવે છે કે (૧) દ્રવ્યત્વજાતિને પૃથિવીવ-જલત્વ આદિ વ્યાપ્યજાતિની અપેક્ષાએ પર જાતિ અને સત્તા નામની મહાજાતિ (વ્યાપકજાતિ) ની અપેક્ષાએ અપર જાતિ તૈયાયિકાદિ દર્શનકારો પણ માને જ છે. તેઓ સ્વાવાદના જાણે કટ્ટરશત્રુ હોય તેમ વાતે વાતે અનેકાન્તવાદનો વિરોધ કરનારા તૈયાયિકાદિને પણ છેવટે તો સ્યાદ્વાદનું જ શરણ સ્વીકારવું પડે છે. આ જ રીતે પ્રથિવીત્વજાતિ પણ ઘટત્યાદિવ્યાપ્યજાતિની અપેક્ષાએ પર, અને દ્રવ્યત્વાદિવ્યાપક જાતિની અપેક્ષાએ અપર પણ તેઓ માને જ છે. તો તે પર અને અપર નામના બે પ્રકારના સામાન્યની જેમ આ ચાર ગુણો અપેક્ષાભેદથી