________________
ઢાળ-૧૧ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કોઈ પણ કાર્ય જ્યારે ઉત્પન્ન થાય છે. ત્યારે કોઈને કોઈ તેનું જનક કારણ પણ હોય જ છે. ઘટ પટ આદિ પદાર્થોને જોઈને આ અચેતન છે. આ અચેતન છે એવો જે બોધ ઉત્પન્ન થાય છે. તે બોધ કાર્ય છે. અને અચેતનદ્રવ્ય તેનું કારણ–જનક છે. એવી જ રીતે ધર્માદિદ્રવ્યો અમૂર્ત છે. અમૂર્ત છે એવો જે બોધ થાય છે. તે પણ એક કાર્ય છે તેનુ કારણ-જનક અમૂર્તદ્રવ્ય છે. હવે જે જનક હોય છે. તે કોઈ કોઈ ધર્મથી અવચ્છિન્ન હોય છે. તેથી તે તે અવચ્છેદક ધર્મ તરીકે અચેતનત્વ અને અમૂર્તત્વગુણની સિદ્ધિ થાય છે. ન્યાયશાસ્ત્રમાં જાતિની સિદ્ધિ આ રીતે કરેલી છે કે–
૫૪૬
" समवायसंबंधावच्छिन्नगन्धत्वावच्छिन्न, गन्धनिष्ठा या कार्यता तन्निरूपिता या પૃથ્વીનિષ્ઠાજારાતા, મા વિશ્ચિદ્ધાંવચ્છિન્ના, જારળતાત્વાત્, ગન્ધમાં રહેલી જે કાર્યતા છે. તે કાર્યતાથી નિરૂપિત, (પૃથ્વીમાં રહેલી) જે કારણતા છે. તે કારણતા કોઈને કોઈ ધર્મથી યુક્ત છે. કારણ કે તે કારણતારૂપ છે માટે, તેથી તેમાં જે ધર્મ છે તે પૃથ્વીત્વજાતિ છે. અભાવમાંથી કાર્ય થાય નહી. કોઈને કોઈ ભાવાત્મક પદાર્થમાંથી જ કાર્ય થાય, તેથી જે કારણમાંથી કાર્ય થાય છે. તે કારણ અવશ્ય ભાવાત્મક જ છે અને તેમાં તેનો ધર્મ વર્તે જ છે. તેવી જ રીતે “આ અચેતન છે. આ અચેતન છે આ અમૂર્ત છે આ અમૂર્ત છે.” ઈત્યાદિ બોધાત્મક જે કાર્ય છે. તે કાર્યના કારણરૂપે અચેતન અને અમૂર્ત એવા જે પદાર્થ છે. તેમાં કોઈને કોઈ ધર્મ છે તો જ તે કારણ ભાવાત્મક થવાથી આવો બોધ કરાવી શકે છે. અભાવાત્મક કારણમાંથી કાર્ય થાય નહીં તેથી કારણભૂત પદાર્થ ભાવાત્મક છે. અને તેમાં રહેલો જે ધર્મ છે તે અચેતનત્વ અને અમૂર્તત્વ ગુણ છે.
પંક્તિનો અર્થ આ પ્રમાણે છે- અચેતન અને અમૂર્ત એવા દ્રવ્યમાં રહેલી, કાર્યની જે કારણતા (જનક્તા), તેના અવચ્છેદક ધર્મ તરીકે અચેતનત્વ અને અમૂર્તત્વની સિદ્ધિ થાય છે. તથા વ્યવહારવિશેષના નિયામકપણે પણ તે બે ગુણોની સિદ્ધિ થાય છે. જે હવે સમજાવાય છે.
આ દ્રવ્ય અચેતન છે આ દ્રવ્ય અમૂર્ત છે આવો વ્યવહાર જે પ્રસિદ્ધ છે. તેનાથી પણ તે ગુણોની સિદ્ધિ થાય છે. જ્યાં જ્યાં અભાવાત્મક હોય છે ત્યાં ત્યાં આવો વ્યવહાર થતો નથી. જેમ કે અહીં ઘટ નથી અર્થાત્ ઘટાભાવ છે આમ બોલાય છે. પરંતુ અઘટ છે આમ બોલાતું નથી. અહીં શશશૃંગ નથી આમ બોલાય છે. અશશશૃંગ છે આમ બોલાતું નથી. તેથી અચેતનત્વ અને અમૂર્તત્વ આ ગુણો જો ગુણો ન હોત અને ચેતનત્વના અને મૂર્તત્વના અભાવસ્વરૂપ જ હોત, તો આ ચેતન નથી,
પણ અહીં