________________
ઢાળ-૧૧ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ૪૫ જ મૂર્તિતા કહેવાય છે. મૂર્તિતા એટલે કે એક પ્રકારનો રૂપયુક્ત આકારવિશેષ, રૂપીપણું, ઈન્દ્રિયગોચરપણું, આ ગુણ પુગલાસ્તિકાય નામના એક જ દ્રવ્યમાં છે. પરંતુ પુગલમાં સર્વત્ર છે. તેથી સામાન્યગુણ કહેવાય છે. એવી જ રીતે અમૂર્તતાગુણ એટલે કે મૂર્તતાના અભાવની સાથે સમાનપણે અવશ્ય જે વર્તે તે અમૂર્તતાગુણ જાણવો, વર્ણાદિ રહિતપણું, દૃશ્યાકાર રહિતપણું, અરૂપી પણ તે અમૂર્તતા છે. જ્યાં જ્યાં મૂર્તિતાનો અભાવ હોય છે ત્યાં ત્યાં સર્વત્ર સમવ્યાપકપણે આ ગુણ વર્તે છે. વળી આ ગુણ પુલાસ્તિકાયને છોડીને શેષ પાંચે દ્રવ્યોમાં સર્વત્ર સાધારણપણે હોય જ છે. આ મૂર્તતા અને અમૂર્તતા એ બને ૯મા અને ૧૦મા ગુણો જાણવા. (૯-૧૦)
"अचेतनत्वामूर्तत्वयोश्चेतनत्वमूर्तत्वाभावरूपत्वान्न गुणत्वम्" इति नाशङ्कनीयम्, अचेतनामूर्तद्रव्यवृत्तिकार्यजनकतावच्छेदकत्वेन, व्यवहारविशेषनियामकत्वेन च, तयोरपि पृथग्गुणत्वात् ।
અહીં પરમપૂજ્ય ઉપાધ્યાયજી મહારાજશ્રી સુંદર એક ચર્ચા આલેખે છે તે આ પ્રમાણે– ચેતનત્વ અને મૂર્તિત્વ (નંબર ૭ અને વાળા) આ બે જ ગુણો છે. એમ માની લઈએ, અને જ્યાં જ્યાં ચેતનતનો અભાવ છે. તે અભાવ જ અચેતનત્વ છે. તથા જ્યાં જ્યાં મૂર્તત્વનો અભાવ છે. તે અભાવ જ અમૂર્તત્વ છે. આમ માનીને અચેતનત્વ અને અમૂર્તત્વને (નંબર ૮ અને ૧૦વાળાને) ગુણ ન માનીએ તો શું દોષ આવે ? અર્થાત્ અચેતનત્વ અને અમૂર્તત્વ એ સ્વતંત્ર ભાવાત્મક-વિદ્યમાનસ્વરૂપવાળા ગુણો નથી. પરંતુ ચેતનત્વના અભાવસ્વરૂપ અચેતનત્વ છે. અને મૂર્તત્વના અભાવ સ્વરૂપ અમૂર્તત્વ છે. આમ માની લઈએ તો શું દોષ આવે ? બે ગુણોને જ ગુણો માનીએ અને બાકીના બે ગુણોને પ્રથમના બે ગુણોના અભાવસ્વરૂપ છે. આમ માની લઈએ તો શું દોષ આવે? બે ગુણોને જ ગુણો માનીએ અને બાકીના બે ગુણો તે પ્રથમના બે ગુણોના અભાવ સ્વરૂપ જ છે. આમ જ કલ્પી લઈએ તો શું બાધા આવે? આવો પ્રશ્ન કોઈ કરે છે.
ઉત્તર– ગુરુજી કહે છે કે નારીનીયમ્ = આવી (ઉપર જણાવી તેવી) શંકા કરવી નહીં. કારણ કે “અચેતનદ્રવ્યોમાં રહેલા કાર્યના જનક્તાવચ્છેદક તરીકે, તથા અમૂર્તિદ્રવ્યોમાં રહેલા કાર્યના જનક્તાવચ્છેદક તરીકે” અનુક્રમે તે બને પણ જુદા જુદા ગુણો છે. આમ સિદ્ધ થાય છે તથા વ્યવહારવિશેષના નિયામક તરીકે પણ તે બન્ને જુદા જુદા ગુણો છે એમ સિદ્ધ થાય છે.