________________
૫૪૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૧ : ગાથા-૨ વિવેચન- કુલ સામાન્યગુણો ૧૦ છે તેમાંથી પ્રથમના પાંચ ગુણો પહેલી ગાથામાં સમજાવ્યા છે. બાકીના પાંચ ગુણો આ ગાળામાં સમજાવે છે.
अविभागी पुद्गल यावत् क्षेत्रई रहइं, तावत्क्षेत्रव्यापीपणुं, ते प्रदेशत्वगुण. (६)
જે પુગલદ્રવ્યના બે વિભાગ ન કરી શકાય એવા પુદ્ગલદ્રવ્યને “પરમાણુ” કહેવાય છે. અને તે જ “અવિભાગી પુગલદ્રવ્ય છે” આવા પ્રકારનું આ અવિભાગી પુગલદ્રવ્ય એટલે કે પરમાણુદ્રવ્ય જેટલા ક્ષેત્રમાં વ્યાપીને રહે, છે તેટલા જ ક્ષેત્રમાં રહેવાપણું તેને પ્રદેશત્વગુણ કહેવાય છે. ધર્મ-અધર્મ આદિ દ્રવ્યોમાં “લોકાકાશના પ્રદેશો પ્રમાણ પ્રદેશો છે આમ જે કહેવાય છે તે આ પ્રદેશત્વગુણને આભારી છે” એક પરમાણુ એક આકાશપ્રદેશમાં રહે છે તેથી પરમાણુનું એક આકાશપ્રદેશમાં રહેવાપણું તે પ્રદેશત્વગુણ છે. જીવદ્રવ્યમાં લોકાકાશ પ્રમાણ પ્રદેશો છે. અને આકાશમાં અનંત પ્રદેશો છે. પુદ્ગલ સ્કંધોમાં પણ સંખ્યાત અસંખ્યાત અને અનંત પ્રદેશો છે. આ સઘળો પ્રદેશત્વ ગુણ જાણવો. (૬) (આ છઠ્ઠો ગુણ થયો).
चेतनत्व, ते आत्मानो अनुभवरूप गुण कहिइं, जेहथी "अहं सुखदुःखादि चेतये" ए व्यवहार थाई छई. जेहथी-जाति-वृद्धि-भग्नक्षत संरोहणादि जीवनधर्म होइ છછું. (૭)
આત્માને સુખ-દુઃખનું, આનંદ-પ્રમોદનું, હર્ષ-શોકનું જે સંવેદન થાય છે. આત્મા તે તે વિષયોને જે અનુભવે છે. જાણે છે. સુખ-દુઃખરૂપે માણે છે. આવા પ્રકારનો આત્માનો અનુભવાત્મક જે ગુણ છે. તેને ચેતનત્વગુણ કહેવાય છે. આ ગુણથી જ “હું સુખ-દુઃખાદિને અનુભવું છું” આ વ્યવહાર થાય છે. આ ગુણ કેવળ એક આત્મદ્રવ્યમાં જ છે. ધર્માસ્તિકાયાદિ શેષ પાંચ દ્રવ્યોમાં આ ગુણ નથી. આત્મામાં જે આ ચેતનત્વગુણ છે. તેનાથી જ ગતિ = “જન્મ થવો, વૃદ્ધિ પામવી, ભાંગ્યુ-તુયું હોય તો પણ સંધાઈ જવું. વિગેરે જીવનધર્મો હોય છે. આ શરીરમાંથી ચેતનત્વગુણવાળો (ચૈતન્યગુણવાળો) આત્મા જ્યારે ચાલ્યો જાય છે. ત્યારે જન્મ તથા વૃદ્ધિ આદિ થતી નથી તથા દવાઓ કરો તો પણ ઘા રૂઝાતા નથી. ભાંગેલું હાડકું સંધાતુ નથી, આહારાદિનું પાચન, રૂધિરાદિનું ભ્રમણ, નાડીઓનું ચાલવું. આ સર્વે જીવનધર્મો ચૈતન્યગુણને લીધે છે. જ્યાં સુધી ચૈતન્યગુણ જણાય છે ત્યાં સુધી જ જીવ જીવે છે આમ કહેવાય છે. તેથી સુખદુઃખાદિનું સંવેદન થવું તે ચેતનવગુણ સાતમો જાણવો, (૭).