________________
૫૪૪ ઢાળ-૧૧ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ एहथी विपरीत अचेतनत्व-अजीवमात्रनो गुण छइं, (८).
ઉપર કહેલાથી જે વિપરીત એટલે કે સુખ-દુઃખાદિનું સંવેદન ન થવું, આનંદપ્રમોદનો, હર્ષ-શોકનો, તથા પીડા આદિનો અનુભવ જે ન થાય તે અચેતનવગુણ છે. આ ગુણ જીવ સિવાયનાં ધર્માસ્તિકાયાદિ શેષ પાંચે અજીવદ્રવ્યોમાં છે. અહીં એક પ્રશ્ન થવો સંભવિત છે. તે આ પ્રમાણે
પ્રશ્ન- ચેતનવગુણ જીવમાત્રમાં જ છે. અને અચેતનવગુણ શેષ પાંચદ્રવ્યોમાં જ છે. આ બન્નેમાંથી કોઈ પણ ગુણ સકલદ્રવ્યોમાં (છએ દ્રવ્યોમાં) નથી તો પછી આ બન્ને ગુણોને “સામાન્યગુણમાં” કેમ ગયા ? સામાન્ય ગુણનું લક્ષણ તો એવું છે કે “જે સર્વદ્રવ્યોમાં સાધારણ પણે હોય તે” આ લક્ષણ અહીં લાગુ પડતું નથી. છતાં સામાન્યગુણ કેમ કહ્યા ?
ઉત્તર– તમારો પ્રશ્ન બરાબર છે. પરંતુ આ બે ગુણો (તથા હવે પછીના કહેવાતા મૂર્તિત્વ અને અમૂર્તત્વ આ બે ગુણો પણ) સર્વે દ્રવ્યોમાં નથી. અમુક અમુક દ્રવ્યોમાં જ છે. તેથી આગળ આવનારા વિશેષગુણોમાં અવશ્ય આ ચાર ગુણોને લેવાના જ છે. છતાં અહીં સામાન્ય ગુણોમાં લેવાનું કારણ એ છે કે ચૈતન્યગુણ છ દ્રવ્યોમાંથી ફક્ત એકલા જીવદ્રવ્યમાં જ છે. છતાં જીવદ્રવ્યમાં સર્વ જીવદ્રવ્યોમાં છે. કોઈ પણ જીવદ્રવ્યમાં નથી એમ નહીં. જીવદ્રવ્યમાત્રમાં સર્વત્ર સાધારણપણે વર્તે છે. તેથી સામાન્યગુણમાં કહેલ છે. એવી જ રીતે અચેતનત્વગુણ ધર્માસ્તિકાયાદિ પાંચે અજીવ દ્રવ્યોમાં જ છે. છએ દ્રવ્યોમાં નથી. માટે વિશેષગુણમાં તો લઈશું જ, પરંતુ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં સર્વત્ર છે. પાંચ દ્રવ્યોની અંદર સાધારણપણે એકે એક દ્રવ્યમાં છે. તેથી સામાન્ય ગુણમાં પણ ગણેલ છે. આ જ રીતે મૂર્તિત્વ પુદ્ગલાસ્તિકાયમાં સર્વત્ર સાધારણપણે છે જ, અને અમૂર્તત્વ શેષ પાંચે દ્રવ્યોમાં સર્વત્ર છે જ, આવી વિવક્ષાને લઈને આ ચારે ગુણોને સામાન્ય ગુણમાં ગણેલ છે. છતાં છએ દ્રવ્યો ન હોવાથી વિશેષમાં પણ ગણીશું, ૭-૮ (આ સાતમ-આઠમો ગુણ થયો).
मूर्ततागुण-रूपादिसंनिवेशाभिव्यङ्ग्यपुद्गलद्रव्यमात्रवृत्ति छइं, (९). અમૂર્તતાUT-મૂર્તવામાવલમનિયત છ, (૨૦)
નવમો “મૂર્તિતાગુણ” છે. મૂર્તિતા એટલે કે રૂપાદિ (રૂપ-રસ ગંધ અને સ્પર્શ આદિ) ગુણોના સંનિવેશથી (સન્નિધાનથી-સહયોગથી આ ગુણોના સંબંધથી) જાણવા લાયક એવું, તથા પુદ્ગલાસ્તિકાયદ્રવ્ય માત્રમાં જ રહેવાવાળું એવું જે રૂપીપણું છે. તેને