Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
હાળ-૧૧ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
૫૪૧ “સૂમ એવું જિનેશ્વર ભગવન્તોએ કહેલું તત્ત્વ, તર્કો વડે કદાપિ હણાતું નથી માટે તે તત્ત્વ આજ્ઞાથી જ સ્વીકારી લેવું જોઈએ. જિનેશ્વર ભગવંતો ક્યારેય પણ અન્યથાવાદી હોતા નથી.” (આ શ્લોક શ્રી દેવસેનાચાર્યકૃત “આલાપપદ્ધતિ”નો ચોથો શ્લોક છે.)
“અગુરુલઘુ” ગુણ સમજવા માટે “આલાપપદ્ધતિમાં આટલો આધાર મળ્યો છે. તે પ્રમાણે કંઈક સમજાવાય છે
गुणविकाराः पर्यायास्ते द्वेधा, स्वभावविभावपर्यायभेदात् । अगुरुलघुविकाराः स्वभावपर्यायास्ते द्वादशधा । षड्हानिवृद्धिरूपाः । अनन्तभागवृद्धिः, असंख्यातभागवृद्धिः, संख्यातभागवृद्धिः, संख्यातगुणवृद्धिः, असंख्यातगुणवृद्धिः, अनन्तगुणवृद्धिः, इति षड्वृद्धिः । तथा अनन्तभागहानिः असंख्यातभागहानिः, संख्यातभागहानिः, संख्यातगुणहानिः, असंख्यातगुणहानिः, अनन्तगुणहानिः इति षड्हानिः । इति षड्वृद्धिहानिरूपा द्वादशा ज्ञेयाः ।
ગુણોના વિકારો તે પર્યાય કહેવાય છે. અને તે પર્યાય સ્વભાવ તથા વિભાવના ભેદથી બે પ્રકારના છે. જે પર્યાય પરદ્રવ્યથી નિરપેક્ષપણે પ્રવર્તે તે સ્વભાવપર્યાય છે. છએ દ્રવ્યોમાં પ્રતિસમયે પરિણામી સ્વભાવને લીધે જે જે અર્થપર્યાયો થાય છે. તે તે સ્વભાવપર્યાય છે. તે સ્વભાવપર્યાયો અત્યન્ત સૂક્ષ્મ છે. વાણી અને મનથી અગોચર છે. જ્ઞાનીઓના વચનરૂપ આગમપ્રમાણથી જ ગ્રાહ્ય છે. છએ દ્રવ્યોમાં એક અગુરુલઘુ નામનો ગુણ છે. આ ગુણને કારણે જ સર્વે દ્રવ્યો છ પ્રકારની હાનિ-વૃદ્ધિરૂપે પરિણામ પામ્યા જ કરે છે. કોઈ પણ દ્રવ્ય કોઈ પણ સમયે છ પ્રકારમાંથી કોઈપણ પ્રકારે હાનિ-વૃદ્ધિ પામે જ છે. કોઈ એક સ્વરૂપમાં સ્થિર રહેતું નથી. તે જ છ દ્રવ્યોનો અગુરુલઘુગુણ છે. અનંતભાગવૃદ્ધિ આદિ છ પ્રકારની વૃદ્ધિ અને એ જ રીતે અનંતભાગ હાનિ આદિ છ પ્રકારની હાનિ, ઉપર કહ્યા મુજબ સમજી લેવી. આ પાઠના આધારે સર્વે દ્રવ્યોમાં પ્રતિસમયે છ પ્રકારે હાનિ-વૃદ્ધિ પણે પરિણામ પામવાની જે યોગ્યતા છે. તેજ અગુરુલઘુગુણ છે. (તત્ત્વ કેવલિગમ્ય). આ જ વાતનો કંઈક ઉલ્લેખ ગ્રંથકારશ્રીએ પણ ૧૪મી ઢાળની સાતમી ગાથામાં કર્યો છે.
આ અગુરુલઘુત્વગુણ સંબંધી પર્યાયો અત્યન્ત સૂમ છે અને વચનથી અગોચર છે. અર્થાત્ વાણીનો અવિષય છે. છએ દ્રવ્યોમાં પ્રતિસમયે હાનિ-વૃદ્ધિ થાય છે જરૂર, પણ તે વચનથી સમજાવી શકાતી નથી. તે માટે સૂક્ષ્મ હોવાથી આ ગુણ આજ્ઞા ગ્રાહ્ય કહ્યો છે. (૫) (આ પાંચમો ગુણ થયો). તે ૧૮૩ ||