Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૪૦
ઢાળ−૧૧ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રરિચ્છેદ્ય નથી. તેથી કથંચિત્ પણે અનુગત (અપેક્ષાવિશેષથી સર્વેમાં રહેલો) સાધારણ એટલે સામાન્યગુણ આ છે. કોઈને કોઈ પ્રમાણોથી પરિચ્છેદ્યપણું સર્વે દ્રવ્યોમાં છે એ રીતે તે સાધારણગુણ છે.
આ જ વાત ટબાના શબ્દોમાં ગ્રંથકારશ્રી કહે છે કે ધર્મ-અધર્મ આકાશ અને કાળમાં છદ્મસ્થજીવોને આશ્રયી પ્રત્યક્ષપ્રમાત્વ” અજ્ઞાત હોવા છતાં પણ, તથા પરમાણુ હ્રયણુકાદિમાં છદ્મસ્થજીવોને આશ્રયી પ્રત્યક્ષપ્રમાત્વના સંબંધનું અજ્ઞાત હોવા છતાં પણ, અને શરીરરહિત જીવને જાણવામાં પણ તેમ હોવા છતાં પણ, પરંપરાસંબંધે તેમાં પણ પ્રમેયનો વ્યવહાર થાય છે. કારણ કે તે તે વિષયો ઈતર પ્રમાણોથી તો પરિચ્છેદ્ય છે જ. કોઈ કોઈ દ્રવ્યોમાં કોઈ કોઈ જીવોને કોઈ કોઈ પ્રમાણોને આશ્રયીને પ્રમાત્વનું અજ્ઞાત પણું” હોવા છતાં ઇતર પ્રમાણો વડે પરિચ્છેદ્યપણું હોવાથી પણ પરંપરાસંબંધથી પ્રમેયત્વ સર્વે દ્રવ્યોમાં રહેલું છે. તે માટે “પ્રમેયત્વગુણ” ગુણસ્વરૂપે સર્વે દ્રવ્યોમાં અનુગત છે. (૪) ‘(આ ચોથો ગુણ થયો)
अगुरुलघुत्वगुण सूक्ष्म, आज्ञाग्राह्य छई.
सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते ।
आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः ॥ १ ॥ અનુનયુપર્યાયા: સૂક્ષ્મા: અવાચ્નોત્રા: (૧) ૫ -૧ ॥
પાંચમો અગુરુલઘુત્વ ગુણ છે. તે અત્યન્ત સૂક્ષ્મ છે એટલે કે સમજવામાં દુર્બોધ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મ. સાહેબ જેવા મહાત્મા પુરુષોએ આ ગુણને સમજાવવા કંઈ સ્પષ્ટીકરણ કર્યું નથી. તેથી, તથા તેવા કોઈ સમર્થક આધારો ન મળવાથી અમે પણ આ ગુણ વિષે વધારે કંઈ સમજાવતા નથી. જાણતાં-અજાણતાં ઉત્સૂત્રતા થઈ જાય તે ભયથી કંઈ લખેલ નથી. ગુરુગમથી તેનો અર્થ સમજવા પ્રયત્નશીલ થવું. આ ગુણ શબ્દોથી નથી સમજાવી શકાતો, તેથી જ આ ગુણને આશાગ્રાહ્ય કહ્યો છે. જિનેશ્વરપરમાત્માની આજ્ઞાથી જ આ ગુણ સર્વદ્રવ્યોમાં છે. આમ સમજી લેવું. તેમાં ઘણા તર્કો લગાવીને ઉડાવવાનો પ્રયત્ન ન કરવો. શાસ્ત્રમાં જ કહ્યું છે કે૧. દ્રવ્યાનુયોગ તર્કણામાં “પ્રમાત્માજ્ઞાનનડું ને બદલે પ્રમાત્વજ્ઞાનેન એવો પાઠ છે. ત્યાં પણ આવો અર્થ જોડવો કે કોઈ કોઈ દ્રવ્ય, કોઈ કોઈ જીવોને આશ્રયી કોઈ કોઈ (એક-બે) પ્રમાણો વડે પ્રમાનો વિષય બનતો હોવાથી (એટલે કે સર્વપ્રમાણો દ્વારા પ્રમાનો અવિષય બનતો હોવા છતાં પણ) પરંપરા સંબંધથી પ્રમેયત્વ સર્વત્ર રહેલું છે. જેમ કે છદ્મસ્થોને પરમાણુઓ પ્રત્યક્ષ ન જણાય, પણ ઘટ-પટ જણાય છે. એટલે બાદર સ્કંધો જણાવવા દ્વારા પરંપરાએ પરમાણુ-દ્રયણુકાદિ પણ જણાય છે શરીર જણાયે છતે આત્મા પણ જણાય છે. જીવ-પુદ્ગલની ગતિ-સ્થિતિ-અવગાહના જણાયે છતે ધર્માદિ દ્રવ્યો પણ જણાય છે. આમ પરંપરા સંબંધ લેવો.