Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૩૮
ઢાળ-૧૧ : ગાથા ૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
લક્ષણ તેઓના મતે લાગુ પડતું નથી. તેઓના શાસ્ત્રોમાં ગુણનું લક્ષણ આવું કરેલું છે કે “મુળત્વજ્ઞાતિમત્ત્વ” ગુણત્વજાતિ જેમાં હોય તે ગુણ, હવે દ્રવ્યત્વ એ જો ગુણ હોય તો તેમાં પણ ગુણત્વનામની જાતિ માનવી પડે. અને જાતિમાં જાતિ માનતાં અનવસ્થા દોષ આવે આમ અનવસ્થાના કારણે દ્રવ્યત્વમાં જાતિ મનાતી નથી. તેથી જાતિરહિત હોવાથી દ્રવ્યત્વને ગુણ કેમ કહેવાય ? દ્રવ્યત્વ એ પોતે જ ઘટત્વ પટત્વ ઇત્યાદિની જેમ જાતિવિશેષ છે. પરંતુ ગુણ નથી. આમ તૈયાયિક વૈશેષિકોનું કહેવું છે. તેથી અહીં જૈનદર્શનમાં દ્રવ્યત્વને જ્યારે ગુણ કહેવામાં આવે છે. ત્યારે નૈયાયિકાદિના શાસ્ત્રોની વાસનાને લીધે કોઈકને આવી શંકા થવાનો સંભવ છે. કારણ કે નૈયાયિક-વૈશેષિકો સાત પદાર્થોમાં ગુણને બે નંબરનો અને જાતિને ચાર નંબરનો જુદો પદાર્થ માને છે. તથા ગુણો ૨૪, અને જાતિ પર-અપર એમ બે ભેદે માને છે. તેથી આવી શંકા થવી સંભવિત છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આવી આશંકા ન કરવી. ને મારૂં = કારણ કે “સહભાવી ધર્મ તે ગુણ અને ક્રમભાવી ધર્મ એ પર્યાય” આવા પ્રકારની જૈનદર્શનનાં શાસ્ત્રોમાં કરેલી વ્યાખ્યાને અનુસારે દ્રવ્યત્વને અહીં ગુણ કહેલો છે. દ્રવ્યત્વ એ દ્રવ્યની સાથે સહભાવી ધર્મ છે. તેથી ગુણ કહેવામાં કોઈ બાધા નથી. વળી ગુણો પોતે નિર્ગુણ હોય છે. “દવ્યાશ્રયા નિકુંળા મુળા: આવું વચન છે. દ્રવ્યત્વ એ ગુણ હોવાથી તેથી તેમાં ગુણત્વજાતિરૂપ ગુણ રહેતો નથી માટે નિર્ગુણ પણ છે. અને અનવસ્થા દોષ પણ આવતો નથી. આ અર્થ આપોઆપ સિદ્ધ થઈ જ જાય છે.
તથા વળી કોઈક નૈયાયિક કદાચ આવો પ્રશ્ન કરે કે “દ્રવ્યત્યં શ્વેત્ મુળ: સ્વાત્=” હે જૈન ! દ્રવ્યત્વ એ જો ગુણ હોય તો તે ગુણ રૂપ-૨સાદિની જેમ ઉત્કર્ષઅપકર્ષવાળો બનવો જોઈએ. જેમ કોઈ એક વસ્ત્રમાં પહેલાં જેવું ચમકવાળું રૂપ હોય છે. તેવું ચમકવાળું રૂપ કાળાન્તરે હોતું નથી. સુવર્ણ અને રૂપાદિના અલંકારોમાં પણ રૂપ વૃદ્ધિહાનિ પામતું દેખાય છે. આમ્રાદિફળોમાં તથા ખાદ્યવસ્તુઓમાં રસ હાનિ-વૃદ્ધિ પામતો દેખાય છે. તેમ દ્રવ્યત્વજાતિ એ પણ જો ગુણ હોય તો તે ગુણ ઉત્કર્ષ અને અપકર્ષ ભજનારો બનવો જોઈએ, પણ આ દ્રવ્યત્વ જાતિ ઉત્કર્ષ અપકર્ષ પામતી નથી તેથી તે ગુણ નથી. પણ જાતિ છે. આવું કોઈ નૈયાયિકાદિ જો કહે તો ઘોઘમ્ તે કુત્સિતવચન જાણવું. અર્થાત્ આવો પ્રશ્ન બરાબર નથી. કારણ કે .એકત્વ-દ્વિત્વ વિગેરે સંખ્યાને નૈયાયિકો ગુણ માને છે. આદિ શબ્દથી પરિમાણ-પૃથ-સંયોગવિગેરેને પણ ગુણ માને છે. છતાં તેમાં ઉત્કર્ષ-અપકર્ષ હોતા નથી. જેમ કે આકાશકાલ-દિશા આદિમાં જે એકની સંખ્યા છે. વિભુ હોવાથી પરમમહત્ જે રિમાણ છે. તે સદા તેમ જ રહે છે. તેથી “જે જે ગુણ હોય, તે તે ઉત્કર્ષ અપકર્ષભાગી જ હોય”
=