________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ–૧૧ : ગાથા-૧
૫૩૯ એવો નિયમ નથી. માટે વ્યાપ્તિ થતી નથી. આ રીતે અમારા માનેલા દ્રવ્યત્વગુણને જાતિમાં લઈ જનારા અને ગુણ માનવામાં અમને બાધા આપનારા તૈયાયિકને ખુદને જ વ્યભિચાર દોષ આવ્યો. કારણ કે ગુણ હોય અને ઉત્કર્ષ અપકર્ષ ન હોય એવું પણ બને છે. માટે જે જે ગુણ હોય, તે તે ઉત્કર્ષ અપકર્ષભાગી જ હોય” તેવા પ્રકારની
વ્યાપ્તિનો અભાવ થવાથી જ તેનું ખંડન થઈ જાય છે. તેથી “દ્રવ્યત્વ” એ છએ દ્રવ્યમાં વર્તનાર હોવાથી સામાન્ય ગુણ છે. (આ ત્રીજો સામાન્યગુણ થયો.)
प्रमाणइं परिच्छेद्य जे रूप = प्रमाविषयत्व, ते प्रमेयत्व कहिइं, ते पणि कथंचिद् अनुगत सर्व साधारण गुण छइ, परंपरा संबंधई प्रमात्वाज्ञानइं (प्रमात्वज्ञानेनापि इति द्रव्यानुयोगतर्कणायाम् ) पणि प्रमेयव्यवहार थाई छई. ते मार्टि प्रमेयत्व गुण स्वरूपथी અનુગત છે. (૪)
હવે ચોથો ગુણ “પ્રમેયત્વ” સમજાવે છે– પ્રત્યક્ષ-અનુમાન કે આગમ આદિ કોઈને કોઈ પ્રમાણો વડે જાણવા લાયક પણ સ્વરૂપ જે ગુણ, એટલે કે પ્રત્યક્ષઅનુમાનાદિ પ્રમાણો વડે પ્રમાનો (જ્ઞાનનો) જે વિષય બને, તે પ્રમેયત્વ ગુણ કહેવાય છે. આ પ્રમેયત્વ ગુણ પણ કથંચિત્ અવયપણે સર્વે દ્રવ્યોમાં સાધારણપણે રહેલો છે. કથંચિત્ અન્વયપણે” લખવાનું કારણ એ છે કે એ દ્રવ્યો પ્રત્યક્ષ અનુમાન અને આગમ આમ સર્વે પ્રમાણો વડે પરિચ્છેદ્ય હોતાં નથી. પરંતુ કોઈદ્રવ્ય એક પ્રમાણ વડે, કોઈ દ્રવ્ય બે પ્રમાણ વડે અને કોઈદ્રવ્ય ત્રણે પ્રમાણો વડે પરિચ્છેદ્ય છે. જેમ કે ધર્મ-અધર્મ આકાશ અને કાળ આ ચાર દ્રવ્યો છઘસ્થજીવોને અનુમાન અને આગમ પ્રમાણ વડે પરિચ્છેદ્ય છે. પણ પ્રત્યક્ષપ્રમાણ વડે પરિચ્છેદ્ય નથી. કારણકે આ ચાર દ્રવ્યો અતીન્દ્રિય છે. જયારે આ જ ચારે દ્રવ્યો કેવલી પરમાત્માને પ્રત્યક્ષપ્રમાણથી પરિચ્છેદ્ય છે પુગલદ્રવ્યમાં ઘટ પટ આદિ પૂલસ્કંધો છઘસ્થજીવોને પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. જ્યારે પરમાણુ-યણુક-ચકાદિ સ્કંધો છઘસ્થને આશ્રયી અનુમાન તથા આગમથી ગ્રાહ્ય છે. અને કેવલીપરમાત્માને આશ્રયી પ્રત્યક્ષપ્રમાણથી ગ્રાહ્ય છે. એવી જ રીતે છઠ્ઠ જીવદ્રવ્ય પણ શરીરધારી લઈએ તો પ્રત્યક્ષાદિ સર્વે પ્રમાણોથી પરિચ્છેદ્ય છે. અને શરીરરહિત વિચારીએ તો છઘસ્થોને અનુમાન તથા આગમવડે ગ્રાહ્ય છે. સર્વજ્ઞપરમાત્માને પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રાહ્ય છે. ઈત્યાદિ રીતે કોઈ કોઈ જીવોને આશ્રયીને કોઈ કોઈ દ્રવ્ય કોઈ કોઈ પ્રમાણ વડે પરિચ્છેદ્ય છે. તેથી પ્રમેયપણું સર્વે દ્રવ્યોમાં સાધારણપણે અવશ્ય રહેલું તો છે જ, પરંતુ કથંચિપણે અનુગત છે. એટલે કે સર્વે દ્રવ્યો સર્વે જીવોને સપ્રમાણોથી
(PI) ૧૨