________________
ઢાળ-૧૧ : ગાથા-૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
છએ દ્રવ્યોમાં હોય, કોઈ પણ દ્રવ્યમાં ન હોય એમ નહી. તે સામાન્યગુણ કહેવાય છે. એવા સામાન્યગુણ કુલ ૧૦ છે. તેમાં પ્રથમ સામાન્યગુણ “અસ્તિત્વ” છે. અસ્તિત્વગુણ તેને કહેવાય છે કે જેનાથી “સવ” રૂપપણાનો વ્યવહાર થાય છે. આ વસ્તુ સત્ છે, હોવારૂપ છે, વિદ્યમાન છે, જગતમાં આ પદાર્થની હાજરી છે. ઈત્યાદિ જે “સપતા” કહેવાય છે. જણાય છે તે આ ગુણને આભારી છે. જો આ અસ્તિત્વગુણ ન હોત તો શશશૃંગની જેમ અસદ્ધ્પપણાનો વ્યવહાર થાત. પરંતુ છ દ્રવ્યોમાં આવા પ્રકારનો અસત્યણાનો વ્યવહાર થતો નથી અને સત્યણાનો વ્યવહાર થાય છે. તેથી આ ગુણ છએ દ્રવ્યોમાં છે જ. માટે છએ દ્રવ્યો સત્ છે. તથા આ છ જ દ્રવ્યો સત્ છે. (૧ ગુણ થયો).
૫૩૬
वस्तुत्वगुण ते कहिइं, जेहथी जाति-व्यक्तिरूपपणुं जाणिइं, जिम घट, ते ज सामान्यथी जातिरूप छई, विशेषथी तत्तद्व्यक्ति रूप छइं, अत एव अवग्रहइं- सामान्यरूप सर्वत्र भासई छई, अपायई विशेषरूप भासइ छई, पूर्णोपयोगइं संपूर्ण वस्तुग्रह थाइ છ. (૨).
હવે બીજો “વસ્તુત્વ” નામનો ગુણ છે. વસ્તુપણુ, પદાર્થપણુ, જે જણાય છે. તે વસ્તુત્વગુણ છે. “ગુણોનો વસવાટ હોવો, ગુણોનુ વસવા પણું તે વસ્તુત્વગુણ છે” આ ગુણને લીધે પદાર્થ સામાન્યરૂપે એટલે જાતિરૂપે પણ ભાસે છે. અને વિશેષરૂપે એટલે તે તે વ્યક્તિરૂપે પણ ભાસે છે.
જેમ કે કોઈ વ્યક્તિને એક ઘટ બતાવીને આવો આવો આકાર જેનો જેનો હોય તે ઘટ કહેવાય, આવું જ્યારે સમજાવાય છે. ત્યારે પ્રતિનિયત એક ઘટ દેખાડવા છતાં સમસ્તઘટજાતિનું જ્ઞાન થાય છે. કારણકે ફરીથી ઘટના પ્રયોજન વખતે આવી રીતે ઘટ સમજાવવો પડતો નથી તે આ ઘટવસ્તુમાં રહેલા વસ્તુત્વ નામના ગુણને લીધે સામાન્યરૂપે જાતિપણે જે ઘટ જણાય છે. તે વસ્તુત્વગુણ જાણવો અને જ્યારે “મં ઘટમાનવ” આમ અમુક ચોક્કસ ઘટને લાવવાનું કહેવાય છે. ત્યારે જે ઘટવસ્તુની જરૂર છે તે પ્રતિનિયતપણે ઘટને વિશેષરૂપે અર્થાત્ વ્યક્તિમાત્રરૂપે જણાવાય છે તે પણ આ ગુણને આભારી છે. પરંતુ તે વિશેષરૂપે બોધ કરાવે છે. આ રીતે “વસ્તુત્વગુણથી” પદાર્થો સામાન્યપણે જાતિરૂપે અને વિશેષપણે તે તે વ્યક્તિરૂપે જણાય છે. બીજુ એક ઉદાહરણ છે. જેમ કે “ગાય ઘણું ગરીબ પ્રાણી છે” “ગાય એ માતા છે” “ગાય એ પૂજ્ય છે” ઈત્યાદિ બોલાતાં લૌકિકવાક્યોમાં ગાય શબ્દથી સામાન્યપણે ગાય જાતિ જણાય છે. તેથી તે જાતિરૂપે ભાસે છે. અને “પેલા ખેતરમાં ગાય ચરે છે” “આ ગાય ભરાવદાર શરીરવાળી છે” “તે ગાયને મોટાં શીંગડાં