________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ—૧૧ : ગાથા-૧
પ્રમાણઇં પરિચ્છેધ જે રૂપ-પ્રમાવિષયત્વ,તે પ્રમેયત્વ કહિÛ. તે પણિ કથંચિદ્ અનુગત સર્વસાધારણ ગુણ છઈ, પરંપરા સંબંધÛ પ્રમાત્વાજ્ઞાનઇં પણિ પ્રમેય વ્યવહાર થાઉં છઇં, તે માટિ પ્રમેયત્વ ગુણ સ્વરૂપથી અનુગત છ. (૪).
અગુરુલઘુત્વગુણ સૂક્ષ્મ-આજ્ઞાગ્રાહ્ય છઇં.
सूक्ष्मं जिनोदितं तत्त्वं हेतुभिर्नैव हन्यते ।
आज्ञासिद्धं तु तद्ग्राह्यं नान्यथावादिनो जिनाः ॥ १ ॥ ‘‘અનુસનયુપાયા: સૂક્ષ્મા અવાળોત્રા:'' (પ) | ૧૧-૧ ||
૫૩૫
વિવેચન– ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ અને જીવ આમ દ્રવ્યના જે ૬ ભેદ છે. તે સમજાવ્યા. હવે તે છએ દ્રવ્યોમાં જે જે ગુણો મુખ્યતાએ છે. તે જણાવે છે. અહીં ગુણો બે પ્રકારના સમજાવાશે. એક સામાન્યગુણ અને બીજા વિશેષગુણ. છએ દ્રવ્યોમાં હોય તે સામાન્યગુણ, અને પ્રતિનિયત એવા અમુક દ્રવ્યોમાં જ હોય અને બીજાં દ્રવ્યોમાં જે ન હોય તે વિશેષગુણ કહેવાય છે. ત્યાં પ્રથમ સામાન્યગુણ કહે છે. एतले ठाले करी, द्रव्यना भेद कहिया, हिवइ गुणना भेद समानतंत्रप्रक्रियाई कहि छइं.
આટલી ઢાળોએ કરીને દ્રવ્યના જે ભેદો હતા, તે અમે કહ્યા. હવે અમે તે દ્રવ્યોમાં રહેલા જે ગુણો છે. ગુણોના ભેદ સમાન તંત્રપ્રક્રિયાને અનુસારે કહીશું. સમાનતંત્ર એટલે (સમાન છે દ્વાદશાંગીરૂપ અથવા ત્રિપદીરૂપ શાસ્ત્ર-શાસન જેઓને તે અર્થાત્ દિગંબર, તેઓની પ્રક્રિયાને અનુસારે અમે ગુણો કહીશું. શ્રી દિગંબરાસ્નાયમાં આચાર્યશ્રી કુંદકુંદાચાર્ય વિરચિત “પ્રવચનસાર” નામના ગ્રંથના “જ્ઞેયાધિકાર” નામના બીજા અધિકારમાં જે રીતે ગુણોના ભેદો કહ્યા છે. તેને અનુસારે અમે અહીં ગુણો કહીશું.
દિગંબરપ્રક્રિયાને અનુસારે કહે છે માટે “હેય” છે અર્થાત્ પરકીય શાસ્ત્રાનુસારે હોવાથી ન ભણવા - ન જાણવા લાયક છે. આમ ન સમજી લેવું. પદાર્થોનું યથાર્થસ્વરૂપ ગમે ત્યાં હોય, પણ વ્યવસ્થિત હોય અને શાસ્ત્રથી અવિરુદ્ધપણે જણાવ્યું હોય તો તે સ્વીકારવામાં સત્યના પક્ષપાતીને કંઈ પણ બાધ = વિરોધ હોતો નથી.
तिहां अस्तित्वगुण ते कहिइं, जेहथी सद्रूपतानो व्यवहार थाई, ( १ ).
''