________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૨૧
પ૩૩ ટબો- ઇમ એ દ્રવ્યતણા સંક્ષેપઇ ષભેદ ભાખ્યા છઇ, વિસ્તારઇ શ્રત કહિછું સિદ્ધાન્ત, તેહ થકી જાણીનઇ, ખેદરહિત થકા, પ્રવચનદક્ષપણાનો, સુયશ ક. સુબોલ, તે પામો. II ૧૦-૨૧
વિવેચન- ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ અને જીવ એમ કુલ છ દ્રવ્યો જૈનશાસનમાં પરમાત્માએ કહેલાં છે. તે છએ દ્રવ્યોનું યથોચિત વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું. હવે આ વાતનો ઉપસંહાર કરે છે.
इम ए द्रव्यतणा संक्षेपइं षड्भेद भाख्या छई, विस्तारइं श्रुत कहिइं सिद्धान्त, तेह थकी जाणीनइं, खेदरहित थका प्रवचनदक्षपणानो सुयश क. सुबोल ते पामो. મે ૨૦-૨૨ છે.
આ પ્રમાણે અમે આ દ્રવ્યોના છ ભેદ અતિશય સંક્ષેપથી કહ્યા છે. પરંતુ તે જ છ દ્રવ્યોને અત્યન્ત વિસ્તારથી જો જાણવાં હોય તો શ્રુત કહેતાં જે જૈનસિદ્ધાન્ત છે. તેનો ઘણો જ સુંદર અભ્યાસ કરીને જરા પણ થાક્યા વિના, કંટાળ્યા વિના, ઉદ્વેગ પામ્યા વિના, જૈન પ્રવચનમાં દક્ષપણાનો સુંદર યશ એટલે સર્વત્ર સારી પ્રશંસાવાળી જે પરિસ્થિતિ છે. તેને તમે પ્રાપ્ત કરો. સારાંશ કે શાસ્ત્રોનો સારો અભ્યાસ કરી પ્રવચનમાં દક્ષ (વિદ્વાન) બનો અને સારા યશસ્વી બનો. અર્થાત્ સર્વત્ર તમારી સુબોલ = સારી બોલબાલા થાય, તેવી સ્થિતિને પામો, જૈનશાસન પામ્યાની સફળતાને વરો.
અહીં “સુર” શબ્દથી ગ્રંથકારશ્રીએ ગર્ભિત રીતે કર્તા તરીકે પોતાનું નામ વ્યક્ત કર્યું છે. તે ૧૮૨ |
દશમી ઢાળ સમાપ્ત