________________
૫૩૨
ઢાળ-૧૦ : ગાથા-૨૧
દ્રિવ્ય-ગુણ-પર્યાયનો રાસ
કહે છે. અને તે પણ સિદ્ધસમાન શુદ્ધ બુદ્ધ આત્મા છે. રૂપ અને વેદ વિગેરે ભાવો કર્મજન્ય હોવાથી આત્માના પોતાના નથી. ઔદયિકભાવ જન્ય છે. તેથી આત્માનું પોતાનું અસલી સ્વરૂપ નથી. માટે આત્મા અરૂપી અને અવેદી વિગેરે છે. નિશ્ચયનય આમ કહે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે
अरसमरूवमगन्धं, अव्वत्तं चेअणागुणमसदं । जाण अलिंगग्गहणं, जीवमणिदिट्ठसंठाणं ॥ १ ॥
આ ગાથામાં શરીરરહિત જીવનું વાસ્તવિકપણે સ્વરૂપ જણાવ્યું છે. આત્મા રસવિનાનો છે. રૂપવિનાનો છે. ગન્ધવિનાનો છે. અવ્યક્તસ્વરૂપવાળો છે. એટલે કે ચક્ષુરાદિ ઈન્દ્રિયોથી અગોચર છે. ચૈતન્યગુણવાળો છે. શબ્દવિનાનો છે. બાહ્યલિંગોથી અગોચર છે. શાસ્ત્રોમાં નથી જણાવ્યું કોઈ પણ જાતનું સંસ્થાન (નિશ્ચિતાકારપણું) જેનું એવો આ જીવ છે. એમ તું જાણ. આ પ્રમાણે આ છઠ્ઠ જીવદ્રવ્ય સમજાવ્યું.
પ્રથમનાં ત્રણ દ્રવ્ય એક એક છે. પાછળલાં ત્રણ દ્રવ્યો અનંત છે. કાળ સુધીનાં પ્રથમનાં ચાર દ્રવ્યો અરૂપી છે. પુદ્ગલદ્રવ્યરૂપી છે. જીવદ્રવ્ય વ્યવહારથી રૂપી છે. નિશ્ચયથી અરૂપી છે. પ્રથમનાં ધર્મ-અધર્મ બે દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. આકાશદ્રવ્ય લોક અલોકવ્યાપી છે. વ્યવહારકાળ સમયક્ષેત્ર વ્યાપી છે. નિશ્ચયકાળ (વર્તનાસ્વરૂપ) સમસ્ત લોકાકાશવ્યાપી છે. પુદ્ગલ દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. અને જીવદ્રવ્ય કોઈ પણ એક જીવ લઈએ તો શરીરવ્યાપી છે. કેવલી સમુદ્યાતકાળે લોકાકાશ વ્યાપી છે. અને સમસ્ત જીવ લઈએ તો લોકાકાશવ્યાપી છે. આ પ્રમાણે છએ દ્રવ્યો સમજાવ્યાં. || ૧૮૧ | ઈમ એ ભાખ્યા રે સંખેપઈ કરી, દ્રવ્યતણા જ ભેદ વિસ્તારો તે રે જાણી શ્રુતથી, સુજસ લહો ગતખેદ છે
સમક્તિ સૂવું રે ઈણિપરિ આદરો / ૧૦-૨૧ // ગાથાર્થ– આ પ્રમાણે સંક્ષેપ કરી દ્રવ્યોના છ ભેદો અમે કહ્યા. આ છ દ્રવ્યોને ઘણા જ વિસ્તારથી આગમશાસ્ત્રો દ્વારા જાણીને અલ્પ પણ ખેદ પામ્યા વિના (થાક્યા વિના કે કંટાળ્યા વિના) વિદ્વાન થઈને સારો યશ પાપ્ત કરો. # ૧૦-૨૧ |