Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૦ : ગાથા-૨૦
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
આ કારણથી જ જે જે આચાર્યો ચંદ્ર-સૂર્યાદિના ચારથી મનુષ્યક્ષેત્રમાત્રમાં રહેનારૂં રાત્રિ-દિવસરૂપ કાલદ્રવ્યનું વર્ણન કરે છે. (એટલે કે કાળને દ્રવ્ય માને છે) તેઓને પણ મનુષ્ય ક્ષેત્રાવચ્છિન્ન એટલે (મનુષ્યક્ષેત્ર સંબંધી) આકાશાદિ દ્રવ્યમાં કાલદ્રવ્યનો ઉપચાર જ કરવો પડે છે. કારણ કે ચંદ્ર-સૂર્યાદિ જ્યોતિષ્ઠદેવો છે. તેનાં વિમાનો પૃથ્વીકાયમય રત્નોનાં હોવાથી પુદ્ગલ છે. તેઓનો પ્રકાશ એ પણ પુદ્ગલ દ્રવ્ય છે તેઓના અભાવમાં જે અંધકાર થાય છે. એ પણ પુદ્ગલ છે. “સધાર ૩ખો” આ ગાથાના આધારે પ્રકાશ-અંધકાર-આતપ-છાયા અને ઉદ્યોત-વિગેરે સર્વે વસ્તુઓ પૌદ્ગલિક છે. આમાં કોઈ પણ પદાર્થ કાલદ્રવ્ય નથી. રાત્રિ-દિવસ-માસપક્ષ શબ્દોથી વાચ્ય એવો કાળનામનો કોઈ વાસ્તવિક પદાર્થ નથી. એટલે વ્યવહાર કાળને માનનારાને પણ મનુષ્યક્ષેત્રસંબંધી જે આકાશદ્રવ્ય છે તે જ્યારે સૂર્યના પ્રકાશયુક્ત હોય ત્યારે તે આકાશને જ દિવસ કહેવો પડે છે. એટલે કે આકાશમાં જ દિવસરૂપ કાળનો ઉપચાર કરવો પડે છે. આ જ રીતે મનુષ્યક્ષેત્રસંબંધી જે આકાશ દ્રવ્ય છે. તે જ્યારે સૂર્યના પ્રકાશથી રહિત હોય છે. ત્યારે તે આકાશને જ રાત્રિ કહેવી પડે છે. આ રીતે વ્યવહારકાળ માનનારાને પણ છેવટે તો આકાશદ્રવ્યમાં કાલનો ઉપચાર કરે તો જ વ્યવહારસિદ્ધ થાય તેમ છે. તેથી ઉપચાર કરવો એ જ શરણ છે. માટે કાળ એ કોઈ સ્વતંત્ર છઠ્ઠું દ્રવ્ય નથી. પરંતુ છની સંખ્યા પુરવા માટે ઉપચાર કરેલ છે. તેથી ઉપચરિતદ્રવ્ય છે કાળ દ્રવ્ય માટે આટલી સૂક્ષ્મચર્ચા જે કરી છે. તે દિશામાત્ર જાણવી. ॥ ૧૭૯૦
૫૩૦
વર્ણ ગંધ ૨સ ફાસાદિક ગુણે, લખિઈ પુદ્ગલભેદ । સહજ ચેતના રે ગુણ વલી જાણીઈ, જીવ અરૂપ અવેદ ॥
સમક્તિ સૂકું રે ઈણિ પરિ આદરો II ૧૦-૨૦ ॥
ગાથાર્થ– વર્ણ ગંધ રસ અને સ્પર્શ આદિ ગુણો વડે પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યનો ભેદ જાણવો. અને સ્વાભાવિક એવી ચેતના નામના ગુણવડે જીવદ્રવ્ય જાણવું. તે જીવ દ્રવ્ય રૂપરહિત અને વેદરહિત છે. | ૧૦-૨૦ ॥
ટબો- હવઈ-પુદ્ગલ- જીવદ્રવ્ય સંક્ષેપ ́ કહû છŘ- વર્ણ ગંધ રસ સ્પર્શાદિક ગુણે પુદ્ગલદ્રવ્યનો અન્ય દ્રવ્યથી ભેદ લખિÛ, અનઇં-જીવદ્રવ્ય સહજ ચેતનાગુણ છઇં. તે લક્ષણÛ જ સર્વ અચેતન દ્રવ્યથી ભિન્ન છઇં. વ્યવહારÙ-રૂપ વેદ સહિત પણિ નિશ્ચયથી રૂપરહિત વેદરહિત છઇં. ડવાં ચ—