________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૯
૫૨૯
तिम सूत्रई તથા વલી સૂત્રમાં જ કાલદ્રવ્યની અપ્રદેશતા” પણ કહી છે. અને “કાલપરમાણુઓ” પણ કહ્યા છે. તે બન્ને શાસ્ત્રવચનોની યોજના કરવા કાજે અર્થાત્ આ બન્ને શાસ્ત્રવચનોને સંગત કરવા માટે લોકાકાશમાંના આકાશપ્રદેશોમાં રહેલા પુદ્ગલાસ્તિકાયના પરમાણુઓની વર્તનાને વિષે કાલાણુપણાનો ઉપચાર કરીને યોગશાસ્ત્રના વિવેચનની અંદરના શ્લોકમાં કાલાણુઓ જણાવેલા છે. આમ જાણવું. આ બીજા પ્રશ્નનો ઉત્તર છે. બીજા પ્રશ્નમાં ઉત્તરનો સાર એ છે કે સૂત્રમાં જ કાળની “અપ્રદેશતા’' જણાવી છે. હવે જો કાળ એ દ્રવ્ય ન હોય અને પર્યાય જ હોય તો અપ્રદેશતા કેમ ઘટે ? કારણ કે પ્રદેશોનું હોવાપણુ અને ન હોવાપણું દ્રવ્યમાં સંભવે, પર્યાયમાં ન સંભવે. આ કારણે “અપ્રદેશતા”નો પાઠ સંગત કરવા માટે જ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કર્યો છે. ઉપચારથી પણ દ્રવ્ય માનીએ તો જ સપ્રદેશી છે કે અપ્રદેશી છે આવો વ્યવહાર થાય છે. એટલે “અપ્રદેશનાનો પાઠ સંગત કરવા માટે જ' દ્રવ્યપણાનો ઉપચાર કરેલ છે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના યોગશાસ્ત્રના વિવેચનના શ્લોકની અંદર પણ “લોકાકાશપ્રદેશસ્થા ભિન્નાઃ કાલાણવસ્તુ યે” ઇત્યાદિ પાઠથી કાલનો પરમાણુપણે જે ઉલ્લેખ કર્યો છે. તે દિગંબરસંપ્રદાયમાન્ય એવા “કાલાણુઓ”નો નથી. પરંતુ લોકાકાશના અસંખ્ય આકાશપ્રદેશોમાં જે પુદ્ગલાસ્તિકાયના પરમાણુદ્રવ્યો છે. તેની વર્તના પર્યાયમાં કાળ દ્રવ્યનો ઉપચાર કરીને લોકાકાશપ્રદેશસ્થ એવા પરમાણુઓને જ ઉપચિરત કાલાણુઓ કહેલા છે. આ રીતે આ સર્વે પણ વચનો ઉપચારથી જોડવાં જોઈએ. ઉપરોક્ત વાર્તાલાપનો સારાંશ પૂજ્ય ઉપાધ્યાયજી મ. શ્રી પોતે જ સંસ્કૃતમાં જણાવે છે કે—
=
મુખ્ય: અત: इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थः । अत एव मनुष्यक्षेत्रमात्रवृत्ति कालद्रव्यं ये वर्णयन्ति तेषामपि मनुष्यक्षेत्राविच्छिन्नाकाशादौ कालद्रव्योपचार एव शरणम् । इति दिग्मात्रमेतत् ॥ १०-१९ ॥
19
પૂજ્ય ઉ. શ્રી યશોવિજયજી મ. શ્રી આ પંક્તિઓમાં જણાવે છે કે કલિકાલ સર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્યજીના યોગશાસ્ત્રના વિવેચનની અંદરના શ્લોકમાં જે “કાલાણુઓ તે મુખ્યકાલ છે” આમ કહ્યું છે. તે આ કાલનો અનાદિ કાલથી જે “અપ્રદેશતા”નો વ્યવહાર છે. તે વ્યવહારના નિયામક તરીકે અર્થાત્ તે વ્યવહાર જણાવવા માટે (સિદ્ધ કરવા માટે) ઉપચાર કરેલો છે. આમ જાણવું. પરંતુ કાલનામનું કોઈ સ્વતંત્ર છઠ્ઠું દ્રવ્ય છે અને તે અણુ રૂપ છે. આમ ન જાણવું.