________________
૫૨૮ ઢાળ-૧૦ : ગાથા-૧૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ કરીઇ છઇ, તિમ સૂગઇ કાલદ્રવ્યનઇ અપ્રદેશતા કહી છઈ, તથા કાલપરમાણુ પણિ કહિયા છઈ. તે યોજનનઇ કાજિ લોકાકાશ પ્રદેશસ્થ પુદ્ગલાણુનાઇ વિષઇ જ યોગશાસ્ત્રના અંતર શ્લોકમાં કાલાણુનો ઉપચાર કરિઓ જાણવો.
"मुख्यः कालः" इत्यस्य चानादिकालीनाप्रदेशत्वव्यवहारनियामकोपचारविषयः इत्यर्थ । अत एव मनुष्यक्षेत्रमात्रवृत्तिकालद्रव्यं ये वर्णयन्ति, तेषामपि मनुष्यक्षेत्रावच्छिन्नाकाशादौ कालद्रव्योपचार एव शरणम्" इति दिग्मात्रमेतत् ॥ १०-१९ ॥
વિવેચન- “કાળને દ્રવ્ય ન માનતાં જીવ અને અજીવના પર્યાય સ્વરૂપ જ માનીએ અને તેમાં દ્રવ્યપણાનો ઉપચાર કરીએ તો સૂત્રપાઠોની સંગતિ થાય છે. પરંતુ તેમ માનવામાં જે બે પ્રશ્નો ઉભા રહે છે. તે બે પ્રશ્નો પહેલાંની ૧૮ મી ગાથાના વિવેચનમાં છેલ્લે જણાવ્યા છે. તેનો ઉત્તર ગ્રંથકારશ્રી આ ગાથામાં જણાવે છે
उपचारप्रकार ज देखाडई छई- "षडेव द्रव्याणि" ए संख्या पूरणनई अर्थई जिम-पर्यायरूप कालनई विषई द्रव्यपणानो उपचार भगवत्यादिकनइं विषई करीइं छइं, तिम सूत्रइं कालद्रव्यनइं अप्रदेशता कही छइ, तथा कालपरमाणु पणि कहिया छइं, ते योजननई काजि लोकाकाशप्रदेशस्थपुद्गलाणुनई विषई ज योगशास्त्रना अंतरश्लोकमां कालाणुनो उपचार करिओ जाणवो ।
કાળ એ પર્યાય હોવા છતાં પણ તેમાં દ્રવ્ય પણાનો ઉપચાર કેમ કરવામાં આવ્યો ? આ પહેલો પ્રશ્ન જે રહે છે તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી પોતે જ તે ઉપચાર કરવાની રીત (કારણ - પ્રયોજન) જ હવે દેખાડે છે. ભગવતીજી સૂત્રમાં “ોય, છેલ્લા પાછાતા-થOિાઈ નાવ મસ્તારમ” ઈત્યાદિ જે સૂત્ર પાઠ છે. તથા ઉત્તરાધ્યયાદિ સૂત્રોમાં પણ ૨૮-૮ માં જે પાઠ છે. ત્યાં સર્વ ટેકાણે છ દ્રવ્યો કહેલાં છે. તે છની સંખ્યા પૂરવાના પ્રયોજનથી કાળ પર્યાયસ્વરૂપ હોવા છતાં પણ તે કાળને વિષે દ્રવ્યપણાનો ઉપચાર કરેલ છે. અને ભગવતીજી આદિ સૂત્રોને વિષે પણ તેમ જ ઉપચાર કરેલો છે. આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર છે. સારાંશ એ છે કે કાળ એ પરમાર્થથી દ્રવ્ય નથી. જીવ અને અજીવના વર્તનાદિ સ્વરૂપ પર્યાયાત્મક છે. છતાં લોકવ્યવહારની પ્રસિદ્ધિ છ દ્રવ્યો તરીકેની હોવાથી અને ભગવતીજી આદિ મહાશાસ્ત્રોમાં દ્રવ્યોની સંખ્યા છ કહેલી હોવાથી તે સંખ્યા પૂરવા માટે પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કર્યો છે. અને કડા-કંડલની અપેક્ષાએ જેમ સુવર્ણમાં દ્રવ્યનો ઉપચાર થાય છે. તેમ અહીં પણ આવો ઉપચાર કરેલ છે.