________________
પ૨૬ ઢાળ-૧૦ : ગાથા૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પર્યાયસ્વરૂપ કહેલો છે. “સૂત્રપાઠ” સંગત કરવાના આગ્રહીએ તો પૂર્વાપર બધા જ સૂત્રપાઠ સંગત કરવા જોઈએ. કોઈપણ સૂત્રપાઠ સાથે વિરોધ ન આવે, વિરોધનો ભય ઉભો ન રહે તેવા અર્થો કરવા જોઈએ. આ કારણથી જો “મપ્રવેશતાવાળા પાઠને અનુસરીને જ કાળને અણુ સ્વરૂપ (કાલાણુપણે) માનતા હો તો જીવાભિગમના પાઠને અનુસરીને કાળને પર્યાયપણું પણ માનવું જોઈએ અને અણુપણું માનવાનો આગ્રહ છોડી દેવો જોઈએ તથા જીવાભિગમ આદિ સૂત્રોના પાઠો તે વધારે મહત્વવાળા માનવા જોઈએ. કારણકે તે પણ આગમપાઠ છે.
દિગંબર = પ્રવેશતા અને “ોયના નવા રેવ મનવા ચેવ આ બને પાઠો પરસ્પર વિરોધી છે. તે બન્નેની સંગતિ કેમ કરવી? જો કાળને દ્રવ્યાત્મક કાલાણું રૂપે માનીએ તો પ્રથમ પાઠ સંગત થાય છે. પણ બીજો પાઠ સંગત થતો નથી. અને જો કાળને પર્યાયાત્મક માનીએ તો બીજો પાઠ સંગત થાય છે. પરંતુ પ્રથમપાઠ સંગત થતો નથી. તો શું કરવું?
શ્વેતાંબર = તે મટકું = આ બન્ને પાઠોને જો સંગત કરવા હોય અને ક્યાંય વિરોધ ન આવે એવી સાચી મનની ભાવના હોય તો તે માટે “કાળને “દ્રવ્ય” તરીકે કહેનારૂં “પ્રવેશતા વાળું જૈન શાસ્ત્રીયવચન અને લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલાણુ સ્વરૂપ કાળ છે. આમ કહેનારૂં જૈન શાસ્ત્રીયવચન, આ સઘળાં વચનોને “ઉપચારથી” જોડવાં જોઈએ. અને મુખ્યવૃત્તિએ તો કાળ એ પર્યાયસ્વરૂપ જ છે. પણ દ્રવ્યસ્વરૂપ નથી, આ જ વાત સ્વીકારી લેવી જોઈએ અને તે જ વાત સૂત્રકારોને વધારે માન્ય છે. આમ સમજવું જોઈએ.
જીવાભિગમસૂત્રના પાઠને અનુસરીને એકવાર કાળ એ જીવ અને અજીવની વર્તના પર્યાય રૂપ છે. પણ દ્રવ્યસ્વરૂપ નથી આમ માની લેવું જોઈએ. ત્યારબાદ સુવર્ણ એ પુદ્ગલાસ્તિકાયનો એક પર્યાય હોવા છતાં તેમાં કડા-કુંડલની અપેક્ષાએ દ્રવ્યપણાનો જેમ ઉપચાર કરાય છે. તેમ અહીં પણ કાળ એ જીવ અને અજીવના પર્યાય સ્વરૂપ હોવા છતાં પણ તેમાં દ્રવ્યપણાનો ઉપચાર કરીને “કાળ એ દ્રવ્ય છે આવા પ્રકારનું “દ્રવ્યત્વવચન” સંગત કરવું જોઈએ. તથા જીવ અને અજીવદ્રવ્યો લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત છે. તેથી તેની વર્તના પણ સર્વત્ર છે. અને વર્તનાપર્યાય એ જ કાળ છે. તેથી કાળ પણ સમસ્ત લોકાકાશવ્યાપી થયો માટે “લોકાકાશપ્રદેશ પ્રમાણ છે” આ વચન પણ આ રીતે ઉપચારથી સંગત કરવું જોઈએ. વર્તનાપર્યાયરૂપ ઉપચરિતકાળ દ્રવ્ય