________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૮
વિવેચન– ધર્માસ્તિકાયાદિમાં સાધારણપણે સમસ્ત દ્રવ્યની હેતુતા અને કાળદ્રવ્યમાં તે તે કાલાણુની જ માત્ર હેતુતા દિગંબરસંપ્રદાયમાં જે માનવામાં આવી છે. તેમાં પૂર્વાપર પ્રતિબંધિતા ગ્રંથકારે જે બતાવી. તેમાંથી પોતાનો બચાવ કરવા માટે દિગંબરસંપ્રદાય નીચે મુજબ સ્વબચાવની દલીલ કરે છે. કે—
૫૨૫
हवइ जो इम कहस्यो, जे "सूत्रिं काल "अप्रदेशी" कहओ छइ तेहनइं अनुसारई कालाणु कहिइं, " तो सर्वइ जीवाजीव पर्यायरूप ज काल कहिओ छइ. तेहमांहइं विरोधभयथी द्रव्यकाल पणि किम कहो छो ? ते माटइं कालनई द्रव्यत्ववचन तथा लोकाकाशप्रदेशप्रमाण- अणुवचन ए सर्व उपचारई जोडिइं, मुख्यवृत्तिं ते पर्यायरूप काल ज सूत्रसम्मत छई अत एव "कालश्चेत्येके" ५-३८ इहां "एक" वचनइं सर्व સમ્મતવામાવ સૂચિનું ॥ ૨૦-૮ ॥
દિગંબરસંપ્રદાય પોતાના પક્ષના બચાવ માટે હવે જો આમ કહે કે શાસ્ત્રમાં (આગમશાસ્ત્રમાં) કાળને અપ્રવેશી” (નથી પ્રદેશો જેને એવો) કહ્યો છે. તેથી તે પ્રદેશોના પિંડાત્મક કંધરૂપ નથી. માટે જ ધર્માસ્તિકાયાદિની જેમ સાધારણહેતુતા પણ નથી, આ કારણે જ અસ્તિકાય-તિર્યક્પ્રચય કે તિર્યકપ્રચયની યોગ્યતા ઇત્યાદિ કાળમાં નથી. “અપ્રદેશી” આ પાઠથી અમે કલ્પીએ છીએ કે કાળ પોતે અણુસ્વરૂપ હોય તો જ ઉપરોક્ત સર્વ હકીકત સંગત થાય, દ્રવ્યસંગ્રહાદિ ગ્રંથોમાં લોકાકાશપ્રદેશ પ્રમાણ કાલદ્રવ્યને જે કહ્યું છે તે પણ કાલાણુ માનવાથી જ સંગત થાય, શ્વેતાંબરાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના યોગશાસ્ત્રના વિવેચન આત્મક શ્લોકની અંદર પણ “લોકાકાશ પ્રદેશસ્થા ભિન્નાઃ કાલાણવસ્તુ યે” ઇત્યાદિ સૂત્રપાઠ પણ સંગતિને પામે, માટે અમે (ટિંગબરોએ) ઉપરોક્ત “પ્રવેશી” એવો જે સૂત્રપાઠ છે. તે તથા લોકાકાશ પ્રદેશ પ્રમાણ કાલદ્રવ્ય છે. આ સૂત્રપાઠને અનુસરીને “કાલાણુ” કહ્યા છે.
=
શ્વેતાંબર જો દિગંબરસંપ્રદાયના અનુયાયી જીવો “પ્રવેશી” આદિ સૂત્રપાઠને અનુસરીને સૂત્રપાઠ જ માત્ર સંગત કરવા માટે કાળને “અણુરૂપ” માનતા હોય તો કાળ એ સર્વ જીવ અને અજીવના પર્યાયસ્વરૂપ જ છે આવો પણ જીવાભિગમ આદિ સૂત્રોમાં સૂત્રપાઠ છે. તે પાઠને પણ સંગત કરવો જોઈએ. જેને “સૂત્રપાઠ” સંગત કરવાનો જ આગહ હોય, તેને કાલને દ્રવ્ય માનવામાં જીવાભિગમસૂત્રના પાઠની સાથે વિરોધ આવશે આમ મનમાં ભય લાવવો જોઈએ. અને તે ભય લાવીને અર્થાત્ જીવાભિગમ સૂત્રપાઠની સાથે વિરોધ આવશે, એવો ઉત્સૂત્રતાનો ભય મનમાં રાખીને કાળને “દ્રવ્યસ્વરૂપ” કેમ મનાય? આમ વિચારવું જોઈએ. કારણ કે તે પાઠમાં કાળને