________________
૫૨૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
अनइ जो सर्वसाधारणगतिहेतुतादिक धर्मास्तिकायादि एक ज स्कंधरूप द्रव्य कल्पिइं, देश-प्रदेशकल्पना तेहनी व्यवहारानुरोधइ पछड़ करी, तो सर्व जीवाजीव- द्रव्य साधारण वर्त्तनाहेतुता गुण लेइनई कालद्रव्य पणि लोकप्रमाण कल्पिउं जोइइ.
ઢાળ-૧૦ : ગાથા-૧૭
હવે ઉપર કરેલા અમારા પ્રશ્નનો ઉત્તર પોતાના બચાવ માટે કદાચ તમે (દિગંબરો) જો આવો આપો કે – મંદ પણે પરમાણુ (કે કોઈ પણ જીવ-પુદ્ગલદ્રવ્ય) જે પ્રદેશાન્તરાદિમાં ગતિક્રિયા કરે છે. તે ગતિક્રિયામાં સર્વ એવું ધર્માસ્તિકાય દ્રવ્ય અપેક્ષાકારણ છે. (માત્ર એક આકાશ પ્રદેશમાં રહેલો ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અપેક્ષાકારણ નથી.) આમ ધર્માસ્તિકાયાદિ ત્રણે દ્રવ્યો અખંડ સ્કંધરૂપે કારણ છે. અને તેથી જ તે ત્રણે દ્રવ્યો સ્કંધરૂપ દ્રવ્યો છે. એમ માનીને પાછળથી વ્યવહાર માત્રને અનુસારે તે ત્રણે દ્રવ્યોના દેશ-પ્રદેશોની કલ્પના કરો. એટલે કે શાસ્ત્રમાં જણાવ્યાપ્રમાણે સવિભાજ્યભાગને દેશ, અને નિર્વિભાજ્યભાગને પ્રદેશ કહેવાય. આવી કલ્પના કરો. તો કાળમાં પણ આમ કેમ ન મનાય ? એટલે કે સમસ્ત જીવ અને અજીવદ્રવ્યોની જુદા જુદા પર્યાયોમાં જે વર્તના (વર્તવા સ્વરૂપ) પર્યાય છે. તેમાં સાધારણપણે વર્તનાહેતુતા થવા રૂપ ગુણને લઈને (અર્થાત્ આવા ગુણવાળું) કાળદ્રવ્ય પણ ધર્માસ્તિકાયાદિની જેમ લોકપ્રમાણ છે. આમ કેમ ન કલ્પાય ? વાસ્તવિક તો આમ કલ્પવું જોઈએ.
સારાંશ કે જીવ-પુદ્ગલોની ગતિક્રિયામાં જો ધર્માણુની ગતિસહાયકતા ન લેતાં સાધારણપણે સમસ્ત ધર્માસ્તિકાયની ગતિહેતુતા ગુણ લઈને અખંડદ્રવ્ય જો માનો છો. ધર્માણુઓ નથી માનતા, તો તે જ રીતે જીવ-અજીવ દ્રવ્યોને પોત પોતાના જુદા જુદા પર્યાયોમાં વર્તવાપણાના સમયને જણાવવાની વર્તનાહેતુતાનો ગુણ પણ સાધારણપણે સમસ્ત કાલદ્રવ્યનો છે. પણ એક કાલાણુનો નથી આમ માનીને કાલદ્રવ્ય પણ ધર્માસ્તિકાયાદિની જેમ સમસ્તલોકવ્યાપી લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને તે એક અસ્તિકાય દ્રવ્ય છે. આમ કલ્પવું જોઈએ. આમ કેમ કલ્પતા નથી ? ન્યાય તો બન્ને સ્થાને સમાન હોવો જોઈએ.
धर्मास्तिकायादिकनई अधिकारई "साधारणगतिहेतुताद्युपरिस्थिति ज कल्पक छइ. अनइं "कालद्रव्यकल्पक ते मंदाणुवर्तनाहेतुत्वोपस्थिति ज छई" ए कल्पनाई तो अभिनिवेश विना बीजुं कोइ कारण नथी. ॥ १०-१७ ॥
આ રીતે ધર્માસ્તિકાયાદિ ત્રણ દ્રવ્યો અને કાલદ્રવ્યનો સામસામો પ્રશ્ન કરીને ગ્રંથકારશ્રી દિગંબરપક્ષને બાંધીને નિરુત્તર કરીને નિરસન કરતાં જણાવે છે કે- જીવ પુદ્ગલોને ગમનક્રિયા આદિમાં સહાયક તરીકે અપેક્ષાકારણરૂપે ધર્માસ્તિકાયાદિનો જ્યારે
(PI) ૧૧