________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ઢાળ-૧૦ : ગાથા-૧૭
૫૨૧ ટબો- એ દિગંબર પક્ષ પ્રતિબદીઈ દૂષઈ છઈ- ઈમ જો મંદાણુગતિ કાર્ય હેતુ પર્યાય સમયભાજન દ્રવ્ય સમય અણુ કલ્પિછે, તો મંદાણુગતિ હેતુતારૂપ ગુણભાજન ધર્માસ્તિકાય પણિ (અણુ) સિદ્ધ હોઈ, ઈમ અધર્માસ્તિકાયાધણનો પણિ પ્રસંગ થાઈ. અનઈ જો સર્વસાધારણગતિ હેતુતાદિક લઈ, ધમસ્તિકાયાદિ એક જ સ્કંધરૂપ દ્રવ્ય કભિઇ, દેશ પ્રદેશ કલ્પના તેહની વ્યવહારનુરોધઈ પછઈ કરી, તો સર્વ જીવાજીવઢવ્યસાધારણ વર્તના હેતુતા ગુણ લેઈનઈ કાલદ્રવ્ય પણિ લોકપ્રમાણ એક કભિષે જોઈઈ.
ધર્માસ્તિકાયાદિકનઇ અધિકારઇ સાધારણ ગતિUતુતાધુપસ્થિતિ જ કલ્પક છઇ, અનઇ “કાલદ્રવ્યકશ્યક તે મંદાણુ વર્તના હેતુત્વોપસ્થિતિ જ છઈ" એ કલ્પનાઇ તો અભિવિનેશ વિના બીજું કોઈ કારણ નથી. I ૧૦-૧૭ |
' વિવેચન– દિગંબર પક્ષ કાલદ્રવ્ય બાબત શું માને છે. તે વાત બહુ વિસ્તારથી સમજાવી. હવે તેના નિરસનનો પ્રારંભ કરતાં કહે છે કે
ए दिगंबरपक्ष प्रतिबंदीइ दूषइ छइं
હવે આ દિગંબરપક્ષને (પૂર્વાપર પ્રશ્નો પુછવા દ્વારા કંઈ ઉત્તર ન આપી શકે તે રીતે, અથવા જે ઉત્તર આપે તેમાં બંધાઈ જ જાય, પકડાઈ જ જાય તે રીતે) ચારે બાજુથી બાંધીને = અટકાયત કરીને દૂષિત કરે છે.
इम जो मंदाणुगतिकार्यहेतु पर्यायसमयभाजन द्रव्य समय अणु कल्पिइं, तो मंदाणुगतिहेतुतारूपगुणभाजन धर्मास्तिकाय पणि (अणु) सिद्ध होइ. इमअधर्मास्तिकायाधणुनो पणि प्रसंग थाइ.
દિગંબરસંપ્રદાય ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે દ્રવ્યોમાં તિયપ્રચય માને છે. આ ત્રણે દ્રવ્યો પોત પોતાના અસંખ્ય પ્રદેશોનો પિંડ થાય છે. સ્કંધ થાય છે. અસ્તિકાય કહેવાય છે. તિર્યપ્રચય પણ તેમાં હોય છે. આમ માને છે. અને જીવ-યુગલોને ગતિ સ્થિતિ અને અવગાહન ક્રિયા કરવામાં અપેક્ષાકારણ પણે હેતુના રૂપ ગુણવાળાં આ દ્રવ્યો છે. આમ માને છે. જ્યારે કાલદ્રવ્યમાં પણ અસંખ્ય અણુઓ છે. પરંતુ તે અણુઓનો પરસ્પર પિંડ થતો નથી, સ્કંધ થતો નથી, અસ્તિકાયરૂપતા નથી, તિર્યક્ટચય નથી અને તિર્યકપ્રચયની યોગ્યતા પણ નથી, તથા મંદ પણે એક પરમાણુને પ્રદેશાન્તરે ગતિ કરવામાં થતો જે કાળ છે. તે કાળ જણાવવામાં અપેક્ષા કારણરૂપે હેતુતારૂપ ગુણનું ભાજન કાલાણુઓ છે. આમ તેઓ માને છે.