________________
૫૨૦ ઢાળ-૧૦ : ગાથા-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ परमाणुपुद्गलनी परि तिर्यकप्रचययोग्यता पणि नथी. ते माटइं-उपचारइं पणि कालद्रव्यनइं अस्तिकायपणुं न कहवाइं ॥ १०-१६ ॥
કાલાણુઓ પરસ્પર જોડાતા નથી, રત્નરાશિ જેવા છે. તેથી કોઈ પણ કાળે પિંડરૂપ બનતા ન હોવાથી તિર્યકપ્રચય તો નથી. પરંતુ અહીં એવો એક પ્રશ્ન થવો સંભવિત છે કે જેમ કોઈ પણ એક પરમાણુ પોતાના પરમાણુપણાના કાળમાં અનેક અણુઓનો પિંડ ભલે નથી. પરંતુ કાલાન્તરે બીજા અનેક અણુઓ સાથે મળીને સ્કંધ થવાની યોગ્યતા તો ધરાવે છે. અને કાળાન્તરે ક્યારેક અન્ય અણુઓની સાથે મળવાથી સ્કંધરૂપ બને પણ છે. તેવી રીતે એક એક કાલાણુમાં પિંડ ન હોવાથી તિર્યક પ્રચય ભલે ન હો, તો પણ યોગ્યતામાત્રથી તિર્યક્મચય માનીએ તો શું દોષ આવે ? આવી શંકાનો આ પંક્તિમાં ઉત્તર કહે છે કે પુગલદ્રવ્યના અણુઓ અન્ય અણુઓની સાથે મળીને સ્કંધ થવાને યોગ્ય છે. અને કાળાન્તરે સ્કંધ બને પણ છે. પરંતુ કાલાણુઓ ક્યારે પણ પિંડ બનતા નથી. સ્કંધ બનતા નથી. તેથી “પરમાણુ સ્વરૂપ પુદ્ગલદ્રવ્યની પેઠે તિર્યકપ્રચયની યોગ્યતા પણ કાલાઓમાં નથી” તે માટે જેમ વિચરતા સામાન્ય કેવલીને કે તીર્થકર કેવલીને ભાવિમાં નિયમો સિદ્ધ થવાના હોવાથી ઉપચાર કરીને સિદ્ધ પણ કહેવાય છે. કારણકે સિદ્ધ બનવાની તેઓમાં યોગ્યતા છે. તેમ અહીં ઉપચારથી પણ કાલદ્રવ્યમાં “અસ્તિકાયપણું” કહેવાતું નથી. કારણકે તે કાલાણુઓ ક્યારેય પણ સ્કંધ બનવાના નથી આ રીતે દિગંબરસંપ્રદાય, લોકાકાશના પ્રદેશ પ્રદેશે એક એક કાલાણુ માને છે. તે કાલાણુ મંદગતિએ સંચરતા પરમાણુનો સમય બતાવે છે. જે સમય છે. તે પર્યાયરૂપ છે. અને તેના ભાનભૂત જે કાલાણુ છે તે પર્યાયી છે અર્થાત્ કાલદ્રવ્ય છે. પરસ્પર પિંડ ન થાય તેવા કાલાણુઓ છે. તેમાં ઉર્ધ્વતાપ્રચય છે. પરંતુ તિર્યકપ્રચય નથી અને ભાવિમાં કદાપિ પિંડ થવાનો ન હોવાથી તિર્યપ્રચયની યોગ્યતા પણ નથી. આ રીતે દિગંબર પક્ષની માન્યતા જે છે. તે જણાવી. || ૧૧૭ | ઈમ અણુગતિની રે લેઈ હેતુતા, ધર્મદ્રવ્ય અણુ થાઈ ! સાધારણતા રે લઈ એકની, સમય બંધ પણિ થાઈ
સમક્તિ સૂવું રે છણિપરિ આદરો // ૧૦-૧૭ | ગાથાર્થ– આ પ્રમાણે તો પરમાણુની ગતિમાં (ધર્માસ્તિકાય દ્રવ્યના એક અણુનીપ્રદેશની) હેતુતા લઈએ તો ધર્મદ્રવ્ય પણ અણુ સ્વરૂપ સિદ્ધ થાય, અને જો સાધારણ પણે એક (અખંડ) દ્રવ્યની હેતુતા લઈએ તો સમયોનો (કાલાણુઓનો) સ્કંધ પણ થાય. / ૧૦-૧૭ |