________________
૫૨ ૨
ઢાળ-૧૦ : ગાથા-૧૭
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આ બન્ને બાબતોને સામ સામે ટકરાવીને ગ્રંથકારશ્રી દિગંબરને નિરુત્તર કરે છે. કારણ કે બોલવા માત્રથી કોઈ વસ્તુની સિદ્ધિ થઈ જતી નથી. તેની પાછળ કંઈને કંઈ સબળ પ્રમાણ આપવું જ પડે છે.
મંદ મંદપણે પ્રદેશાન્તરે ગતિ કરતા પરમાણુને જે સમય લાગે છે તે સમય જણાવવામાં અપેક્ષાકારણ જો તે તે આકાશપ્રદેશમાં રહેલો એક એક કાલાણુ જ છે. સમસ્ત કાલાણુ નથી. તો તે જ રીતે ગતિ ક્રિયા કરતા જીવ-પુદ્ગલોને પણ તે તે આકાશપ્રદેશોમાં રહેલા ધર્મદ્રવ્યના એક એક અણુ જ (ધર્માસ્તિકાયનો એક એક પ્રદેશ જ) અપેક્ષાકારણ હો. સમસ્ત ધર્માસ્તિકાયને અપેક્ષાકારણ માનવાની શી જરૂર ? સમસ્ત ધર્માસ્તિકાય ત્યાં સહાય કરવા ક્યાં આવે છે ? આ રીતે ધર્મદ્રવ્યમાં પણ અણુઓ જ હોય આમ કેમ ન બને ? અને તે જ રીતે અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્યમાં પણ અણુ જ સહાયક હોય, પણ સમસ્ત દ્રવ્ય સહાયક ન હોય અને તે દ્રવ્યો પણ કાલાણુની જેમ અણુસ્વરૂપ જ હોય, આમ કેમ ન બને ? કારણ કે સમસ્ત દ્રવ્ય તો ત્યાં સહાય કરવા આવતું જ નથી. આવો પ્રશ્ન કરીને દિગંબરને પ્રતિબંધિત (નિરૂત્તર) કરે છે. પંક્તિનો અર્થ આ પ્રમાણે છે–
હે દિગંબર ! આ પ્રમાણે મંદ મંદ પણે થતું પરમાણુનું જે ગતિકાર્ય છે. તેમાં હેતુભૂત થતો પર્યાયાત્મક જે સમય (વખત-ટાઈમ) લાગે છે. તેના ભાજનભૂત (અપેક્ષાકારણરૂપ) જે દ્રવ્ય છે. તેને સમયના અણુરૂપે (એટલે કે કાલાણુરૂપે) જો તમે કલ્પો છો. તો તે જ રીતે મંદ પણે કોઈ એક પરમાણુ પ્રદેશાન્તરે જે ગતિ કરે છે. તે ગતિક્રિયામાં અપેક્ષાકારણ પણે હેતુતા થવા સ્વરૂપ જે ગુણ છે. તે ગુણનું ભાજન પણ (સમસ્ત ધર્માસ્તિકાયને ન માનતાં) તે તે આકાશપ્રદેશમાં રહેલા ધર્મદ્રવ્યના અણુ જ છે. આમ માનવામાં શું દોષ? અને આમ માનવાથી ધર્માસ્તિકાય દ્રવ્ય પણ અણુઅણુ રૂપ છે. આમ જ સિદ્ધ થાય, અને એ જ રીતે અધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના અણુઓની પણ સિદ્ધિ થવાનો પ્રસંગ આવે.
સારાંશ કે પરમાણુઓની મંદ મંદ ગતિકાર્યમાં હેતુભૂત બનતા સમયને જણાવવામાં જો અપેક્ષાકારણરૂપે ભાજનભૂત કાલાણ હોય, તો તે જ રીતે ગતિક્રિયા કરવામાં અપેક્ષાકારણ રૂપે સહાયકતાના ગુણનું ભાજન પણ ધર્માણ જ હો. સમસ્ત ધર્મદ્રવ્ય નહીં. અને આ જ રીતે અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાયમાં સ્થિતિ સહાયકતાગુણનું અને અવગાહસહાયકતાગુણનું ભાજન પણ અધર્મદ્રવ્યાણું અને આકાશદ્રવ્યાણ જ હો. પરંતુ સમસ્ત દ્રવ્ય ન હો. આવી કલ્પના કરવામાં શું બાધા આવે ? આ પ્રમાણે દિગંબરને પ્રશ્ન પુછાય છે.