Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૨૪
ઢાળ-૧૦ : ગાથા-૧૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ અધિકાર ચાલે ત્યારે ગતિeતુતા આદિ (આદિશબ્દથી સ્થિતિહેતુતા અને અવગાહહેતુતા) માં સાધારણપણે (સમસ્તદ્રવ્યની) અપેક્ષા કારણતાની ઉપસ્થિતિ (હાજરી-વિદ્યમાનતા) જ કલ્પક (સમર્થ) છે. આમ કલ્પો છો, અને કાલદ્રવ્યનું સામર્થ્ય કલ્પવું હોય ત્યારે મંદાણુને પ્રદેશાન્તરે જવામાં જે વર્તના સમય લાગે છે. તેમાં અણુમાત્રની જ અપેક્ષા કારણતારૂપે હેતુતાની ઉપસ્થિતિ જ લો છો. તે આ કલ્પનામાં તો અભિનિવેશ (કદાગ્રહ) વિના બીજુ કોઈ કારણ દેખાતું નથી.
જો ગતિક્રિયામાં સાધારણપણે સમસ્ત ધર્માસ્તિકાયની સહાયકતા લેતા હો, , સ્થિતિક્રિયામાં સાધારણપણે સમસ્ત અધર્માસ્તિકાયની સહાયકતા લેતા હો અને અવગાહના ક્રિયામાં સાધારણપણે સમસ્ત આકાશાસ્તિકાયની સહાયકતા લેતા હો. તો વર્તનાહેતુતામાં પણ સાધારણપણે સમસ્ત કાલદ્રવ્યની જ સહાયકતા લેવી જોઈએ, અને કાળદ્રવ્યને પણ લોકપ્રમાણ માનીને અસ્તિકાય છે. આમ માની લેવું જોઈએ, અથવા વર્તનાહેતુતા (વર્તનામાં અપેક્ષા કારણતા) જો એક એક કાલાણુની જ લો, તો ગતિસહાયકતા આદિમાં પણ એક એક ધર્માણ આદિની જ અપેક્ષાકારણતા લેવી જોઈએ. અને અસંખ્ય ધર્માણુઓ અધર્માણુઓ અને આકાશાણુઓ હોય છે. ઈત્યાદિ કલ્પવું જોઈએ. આ પ્રમાણે દિગંબરપક્ષને બને રીતે પૂર્વાપર બાંધીને નિરૂત્તર કરે છે. ૧૭૮ / અપ્રદેશતા રે સૂત્રિ અનુસરી, જો અણુ કહિઈ રે તેવા તો પર્યાયવચનથી જોડિઈ, ઉપચારો સવિ એહ //
સમક્તિ સૂવું રે ઈણિ પરિ આદરો / ૧૦-૧૮ ગાથાર્થ સૂત્રમાં કાળની અપ્રદેશતા કહેલી છે. તે પાઠને અનુસરીને અમે કાલાણું કહીએ છીએ. (આમ કહો) તો કાળ એ પર્યાયરૂપ છે. એવું વચન પણ સૂત્રમાં કહેલું છે. તેથી આ સર્વે વચનો ઉપચારથી જોડવાં જોઈએ. તે ૧૦-૧૮ |
ટબો- હવઈ જો ઈમ કહસ્યો, જે “સૂત્રિ કાળ અમદેશી કહિઓ છઈ. તેહનઇ અનુસારઇ કાલાણુ કહિઇ,” તો સર્વઇ જીવાજીવ પર્યાયરૂપ જ કાલ કહિઓ છઈ, તેહમાંહઇ વિરોધ ભયથી દ્રવ્યકાલ પણિ કિમ કહો છો ? તે માટઇ કાલનાઇ દ્રવ્યત્વવચન તથા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અણુવચન એ સર્વ ઉપચારઇ જોડિઇ, મુખ્યવૃત્તિ તે પર્યાયરૂપ કાલ જ સૂમસમ્મત છઇં, ગત વ “નક્ષેત્યે" | પ-૩૮ ઈહાં "#" વચનઈ સર્વસમ્મતત્ત્વાભાવ સૂચિઉં | ૧૦-૧૮ |