________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૯
લોકાકાશપ્રમાણ હોવાથી લોકાકાશના પ્રદેશોમાં રહેલા વર્તના પર્યાયાત્મક ઉપચરિતકાળ દ્રવ્યમાં “અણુપણું” પણ ઉપચારથી જાણવું. તેથી કાળને પર્યાય સ્વરૂપ પરમાર્થથી માનીને શાસ્ત્રમાં કાળ માટે જે દ્રવ્યત્વવચન અને લોકાકાશપ્રદેશ પ્રમાણ અણુપણાનું વચન આવે છે. તે સર્વવચનોને ઉપચારથી જોડવાં જોઈએ કે જેથી કોઈ પણ પાઠનો ક્યાંય પણ વિરોધ ન આવે.
૫૨૭
આ રીતે જોતાં મુખ્યપણે “કાળ એ પર્યાયસ્વરૂપ જ છે” આ જ વાત સૂત્રકારોને (વધારે) સમ્મત છે. ત વ આ કારણથી જ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં ૫-૩૮ માં ‘“” આવો શબ્દપ્રયોગ કરીને “કેટલાક આચાર્યો” કાળને દ્રવ્ય માને છે. આમ ગ્રંથકારશ્રીએ પોતાની કંઇક અરૂચિ જણાવી છે. આ રીતે પોતાનો અસ્વરસ જણાવતા હોવાથી કાળને દ્રવ્ય માનવાની વાત સર્વસમ્મત નથી આમ (સર્વ સમ્મતપણાનો અભાવ) સૂચવ્યું છે.
દિગંબર– જો કાળને પર્યાયસ્વરૂપ જ માની લઈએ અને તેમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઉપચરિતદ્રવ્ય કહીએ તો બે પ્રશ્નો થાય છે. પહેલો પ્રશ્ન એ છે કે આવો વિચાર કરવાનું પ્રયોજન શું ? મુખ્યદ્રવ્ય ન માનતાં ઉપચાર કરીને દ્રવ્ય કેમ કહ્યું ? અને બીજો પ્રશ્ન એ થાય છે કે જો કાળ એ પર્યાય જ છે. તો શ્વેતાંબરાચાર્ય એવા શ્રી હેચંદ્રાચાર્યજીના બનાવેલા યોગશાસ્ત્રની અંદરના વિવેચનના શ્લોકમાં “કાલાણુઓ”ની માન્યતા કેમ જણાવી ? આ બે પ્રશ્નો તો ઉભા જ રહે છે. આ બન્ને પ્રશ્નોનો ઉત્તર હવે પછીની ગાથામાં આપે જ છે. | ૧૭૯ ||
પર્યાર્થિ જિમ ભાખિઉં, દ્રવ્યનો સંખ્યારથ ઉપચાર | અપ્રદેશતા રે યોજનકારણઇ, તિમ અણુતાનો રે સાર II
સમકિત સૂકું રે ઈણિ પરિ આદરો ॥ ૧૦-૧૯ ॥
ગાથાર્થ— છ દ્રવ્યની સંખ્યા મેળવવા માટે જેમ પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર ભાખેલો છે. તેવી જ રીતે “અપ્રદેશતા” પાઠને સંગત કરવા માટે યોગશાસ્ત્રના વિવેચનના શ્લોકમાં “અણુતાનો” પણ ઉપચાર કરેલો છે. આ જ સાર છે. ॥ ૧૦-૧૯ ॥
ટબો– ઉપચાર પ્રકાર જ દેખાડઈં છઈં- “ડેવ દ્રવ્યાપ્તિ” એ સંખ્યા પૂરણનઇં અર્થઇં જિમ-પર્યાયરૂપ કાલનઇં વિષÛ દ્રવ્યપણાનો ઉપચાર ભગવત્યાદિકનÛ વિષÛ