Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૫૩૧
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૨૦ अरसमरूवमगंधं, अव्वत्तं चेअणागुणमसइं । ના પત્નિ પણvi, નીવહિiા ? છે કે ૨૦-૨૦ છે
વિવેચન- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ આમ ચાર દ્રવ્યો સમજાવ્યાં. હવે પાંચમું પુદ્ગલદ્રવ્ય અને છઠ્ઠ જીવદ્રવ્ય આ ગાથામાં સમજાવે છે.
हवइ पुद्गल-जीवद्रव्य संक्षेपई कहई छई-वर्ण-गंध-रस-स्पर्शादिक गुणे पुद्गल द्रव्यनो अन्यद्रव्यथी भेद लखिइं. अनइं जीवद्रव्य सहज चेतनागुण छइं. ते लक्षणइं ज सर्व अचेतनद्रव्यथी भिन्न छइं. व्यवहारइं रूप वेद सहित, पणि निश्चयथी रूपरहित वेदरहित छइं. उक्तं च
આ ગાથામાં હવે અતિશય સંક્ષેપથી પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય એમ બે દ્રવ્ય સમજાવે છે. વર્ણ (રૂ૫) ગંધ, રસ, સ્પર્શ અને આદિ શબ્દથી સંસ્થાન (ત્રિકોણ આદિ આકારવિશેષ) વિગેરે ગુણોથી પુગલદ્રવ્યનો ધર્માસ્તિકાયાદિ અન્યદ્રવ્યોથી ભેદ છે. એમ જાણવું. ધર્મ-અધર્મ-આકાશ, કાળ અને જીવદ્રવ્ય આ પાંચ દ્રવ્યો રૂપાદિ ગુણોથી રહિત છે. અને પુગલાસ્તિકાય દ્રવ્ય વર્ણ-ગંધ રસ અને સ્પર્શાદિ ગુણોથી સહિત છે. આ રીતે પુગલદ્રવ્ય એ શેષ પાંચદ્રવ્યથી ભિન્નદ્રવ્ય છે. જેમાં પરમાણુઓનું પૂરણગલન થાય, ગમનાગમન થાય તે પુદ્ગલદ્રવ્ય કહેવાય છે. વળી આ પુગલદ્રવ્ય વર્ણાદિગુણોને લીધે ઈન્દ્રિયગ્રાહ્ય છે. તેથી સાક્ષાત્ અનુભવગમ્ય છે.
તથા જીવદ્રવ્ય સ્વાભાવિકપણે જ ચેતનાગુણવાળું છે. આ ચેતના ગુણ (એટલે ચૈતન્ય-જ્ઞાનગુણ) જેવદ્રવ્યમાં જ છે. બીજા કોઈ પણ દ્રવ્યમાં નથી. આ રીતે ચેતનાલક્ષણ દ્વારા જ આ જીવદ્રવ્ય અન્ય સર્વ અચેતનદ્રવ્યથી ભિન્ન છે. શરીરે શરીરે ભિન્ન ભિન્ન જીવદ્રવ્ય છે. શરીરમાત્રમાં જ વ્યાપ્ત એવું જીવદ્રવ્ય છે. કોઈ કોઈ વનસ્પતિમાં એક શરીરમાં અનંત જીવ પણ છે. સંસારમાં કુલ અનંત જીવ દ્રવ્ય છે. આ સર્વે સંસારી જીવદ્રવ્યો વ્યવહારનયથી રૂપસહિત અર્થાત્ રૂપી છે. અને વેદ (સ્ત્રી-પુરુષ આદિ) સહિત છે. કારણ કે વ્યવહારનય સ્થૂલ દૃષ્ટિવાળો હોવાથી શરીરધારી જીવને જીવ કહે છે. સંસારી જીવો શરીરસહિત હોવાથી રૂપી અને સ્ત્રી-પુરુષ આદિ આકારોવાળા છે. વીતરાગ જીવોને છોડીને સર્વે સંસારીજીવો ભોગાભિલાષ યુક્ત પણ છે. તેથી ભાવવેદ વાળા પણ છે. પરંતુ નિશ્ચયનયથી રૂપરહિત અર્થાત્ અરૂપી અને વેદરહિત છે. કારણ કે આ નિશ્ચયનય સૂક્ષ્મ દૃષ્ટિવાળો હોવાથી શરીરરહિત કેવળ એકલા આત્માને જ જીવ