Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ઢાળ-૧૦ : ગાથા-૧૬
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ए दिगंबर मत पणि योगशास्त्रना अंतर लोकमांहि इष्ट छई, जे माटिं-ते कमध्ये लोकप्रदेशइं जुजुआ कालअणुअ, ते मुख्यकाल कहिओ छइ तथा च
તત્પાદઃ
૫૧૮
આ દિગંબરમત (લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં રત્નરાશિની જેમ એક એક કાલાણુ માનવાની માન્યતાવાળો મત) પણ શ્વેતાંબર આચાર્યકૃત યોગશાસ્ત્રના વિવેચનની અંદરના વિવેચનકારના શ્લોકમાં સ્વીકૃત કરાયેલો છે. ને માટિ = કારણકે તે શાસ્ત્રના એક શ્લોકના વિવેચનની અંદર ‘લોકાકાશના જેટલા પ્રદેશો છે. તેટલા જુદા જુદા કાલાણુઓ છે” આમ માનેલું છે. અને તેને જ મુખ્યકાલ કહેલો છે. તે યોગશાસ્ત્રના વિવેચનકારનો શ્લોકપાઠ આ પ્રમાણે છે.
लोकाकाशप्रदेशस्था, भिन्नाः कालाणवस्तु ये ।
માવાનાં પરિવર્તાય, મુલ્ય: વ્હાલ: સ ધ્યતે ॥ ॥ ૨૦-૨ ॥
લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં રહેલા એવા ભિન્ન ભિન્ન જે કાલાણુઓ છે. તે દ્રવ્યોના પરિવર્તન માટે છે. અને તે જ મુખ્યકાલ કહેવાય છે.
આ પ્રમાણે શ્વેતાંબરાચાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીકૃત યોગશાસ્ત્રના વિવેચનમાં આવતો વિવેચકનો સાક્ષીપાઠ આપીને પ્રશ્નકારે દિગંબરમતની પુષ્ટિ કરી.
|| ૧૭૬ ||
પ્રચય ઉર્ધ્વતા રે એહનો સંભવઈ, પૂર્વ અપર પર્યાય । તિર્યક્પ્રચય ઘટઈ નહી બંધનો, વિણ પ્રદેશ સમુદાય ||
સમક્તિ સૂકું રે ઈણિપરિ આદરો II ૧૦-૧૬ ॥
ગાથાર્થ આ કાલાણુઓનો ઉર્ધ્વતાપ્રચય હોય છે. કે જે પૂર્વ-અપર પર્યાયરૂપ છે. પરંતુ પ્રદેશોના સમુદાયાત્મક સ્કંધ બનતો નથી. તે માટે સ્કંધ બન્યા વિના તિર્યક્મચય ઘટતો નથી. ॥ ૧૦-૧૬ ॥
ટબો- એહ-કાલાણુ દ્રવ્યનો, ઉર્ધ્વતાપ્રચય સંભવÛ, જે માટઇં જિમ-મૃદ્રવ્યનઇં સ્થાસ કોશ કુશૂલાદિ પૂર્વાપરપર્યાય છઇં, તિમ એહનઇં-સમય આવલિ પ્રમુખ પૂર્વાપરપર્યાય છઇં. પણિ બંધનો પ્રદેશ સમુદાય એહનઇં નથી. તે ભણીધર્માસ્તિકાયાદિકની પરિ તિર્યક્પ્રચય નથી. તે માટઇં જ કાલદ્રવ્ય અસ્તિકાય ન કહિÛ. પરમાણુપુદ્ગલની પરિ તિર્યંચયયોગ્યતા પણિ નથી. તે માટઇં ઉપચાર પણિ કાલ દ્રવ્યનઇ અસ્તિકાયપણું ન કહેવાÛ || ૧૦-૧૬ ||