Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧૦ : ગાથા-૧૫
૫૧૭
લોકાકાશના એક એક આકાશપ્રદેશમાં એક એક કાલાણુ જે રહેલા છે. તે “રત્નોની રાશિની જેમ અસંખ્ય કાલાણુ દ્રવ્યો છે” | ૨૨ ॥
આ બન્ને ગાથાની બ્રહ્મદેવકૃત ટીકામાં આ વિષય ચર્ચેલો છે. મંદગતિએ એક પરમાણુને એક નભપ્રદેશથી અન્ય નભપ્રદેશે જતાં જે સમય (કાળ) થાય છે. તે સમયના આધારભૂત જે કાલાણુઓ છે તે કાળદ્રવ્ય છે. જે સમય થાય છે તે કાલનો પર્યાય છે. અને તે કાલના પર્યાયના આધારભૂત “પર્યાયી” એવું જે દ્રવ્ય છે તે કાલદ્રવ્ય છે અને તેને કાલાણુ કહેવાય છે. પરસ્પર અપિંડાત્મક રત્નરાશિ જેવા છે. વિશેષાર્થીએ ત્યાંથી (તે ગ્રંથોમાંથી) જાણી લેવું. ॥ ૧૭૫ ॥ યોગશાસ્ત્રના અંતશ્લોકમાં, એ પણિ મત છઈ રે ઈટ્સ I લોકપ્રદેશે રે અણુઆ જુજુઆ, મુખ્યકાલ તિહાં દિટ્ટ ॥
સમક્તિ સૂકું રે ઇણિપરિ આદરો ॥ ૧૦-૧૫ ॥
ગાથાર્થ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત યોગશાસ્ત્રના વિવેચનમાં વિવેચનના અંદરના શ્લોકમાં આ મતને પણ (અપેક્ષાવિશેષથી) ઈષ્ટ માનેલો છે. લોકાકાશના સમસ્ત આકાશપ્રદેશોમાં જુદા જુદા કાળના જે અણુઓ છે. તેને જ મુખ્યકાલ કહેલો છે. ॥ ૧૦-૧૫ ॥
ટબો– એ દિગંબર મત પણિ યોગશાસ્ત્રના અંતરશ્લોકમાંહિ ઈષ્ટ છઈ, જે માર્ટિ તે શ્લોકમધ્યે લોકપ્રદેશ ́ જુજુઆ કાલ અણુઅ, તે મુખ્યકાલ કહિઓ છઈ,
तथा च तत्पाठः
लोकाकाशप्रदेशस्था, भिन्नाः कालाणवस्तु ये ।
માવાનાં પરિવર્તાય, મુખ્ય: જાત: સ તે ॥ ૧૦-૯ |
વિવેચન– દિગંબરસંપ્રદાય લોકાકાશના એક એક પ્રદેશે એક એક કાલાણુ માને છે. તેવા પ્રકારના ભાવાર્થને મળતા અભિપ્રાયવાળો એક શ્લોક કલિકાલ સર્વજ્ઞ, શ્વેતાંબરાચાર્ય, શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીકૃત યોગશાસ્ત્રના વિવેચનની અંદર વિવેચનકારે પણ કહેલ છે. (જો કે તેઓનો ભાવ દિગંબર સંપ્રદાયથી ભિન્ન છે. પરંતુ તે વાતને નહી જાણતો) કોઈક પ્રશ્નકાર, દિગંબરની કાલાણુ માનવાની માન્યતાને ટેકો આપવા માટે શ્વેતાંબર આચાર્યના પાઠની સાક્ષી આપે છે. અને પોતાનું મંતવ્ય બરાબર છે. આમ સચોટપણાની મહોર મારે છે.